SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦- બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [સુદર્શનમહર્ષિની કથા દેવોમાં વીતરાગ શ્રેષ્ઠ છે. સુપાત્રોમાં ચારિત્રી ઉત્તમ છે. દાનોમાં અભયદાન ઉત્તમ છે. વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ છે. [૧૫૪]. धरउ वयं चरउ तवं, सहउ दुहं वसउ वणनिकुंजेसुं । बंभवयं अधरंतो, बंभाविहु देइ मह हासं ॥ १५५॥ વ્રતને ધારણ કરે, તપને આચરે, દુઃખને સહન કરે, વનના લતાગૃહોમાં રહે, પણ બ્રહ્મચર્યવ્રતને ધારણ ન કરે તો તે બ્રહ્મા હોય તો પણ તે મને હસાવે છે, અર્થાત્ મને તેના પ્રત્યે હસવું આવે છે. [૧૫૫] जं किंचि दहं लोए, इहपरलोउब्भवंपि अइदुसहं । तं सव्वं चिय जीवे, अणुभुंजइ मेहुणासत्तो ॥ १५६॥ આ લોકમાં અને પરલોકમાં પણ થનારું જે કંઈ અતિદુસહ દુઃખ છે તે સઘળું ય દુઃખ મૈથુનમાં આસક્તજીવ ભોગવે છે. [૧૫૬] હવે દૃષ્ટાંતથી બ્રહ્મચર્યના સમર્થન માટે કહે છેनंदंतु निम्मलाई, चरियाई सुदंसणस्स महरिसिणो । तह विसमसंकडेसुवि, बंभवयं जस्स अक्खलियं ॥ १५७॥ તેવા વિષમસંકટોમાં પણ જેનું બ્રહ્મચર્યવ્રત અલના ન પામ્યું તે સુદર્શન મહર્ષિનાં નિર્મલ ચરિત્રો સમૃદ્ધ બનો. વિશેષાર્થ– વિષમસંકટ- બુદ્ધિમંતની પણ સ્કૂલના થવાથી વિષમ છે અને નિવારણ કરવાનું અશક્ય હોવાથી સંકટ છે. વળી બીજું– સુદર્શન અને સ્થૂલભદ્રના અન્યમાં ન હોય તેવા અસાધારણ મહાસત્ત્વગુણથી કંપિતચિત્તવાળા શાસ્ત્રકારે પણ સુદર્શનના ગુણોની સ્તુતિ દ્વારા આ ઉપદેશની અને સ્થૂલભદ્રના ચરણોમાં પ્રણામ કરવા દ્વારા હવે કહેવાશે તે ઉપદેશની રચના કરી છે. આ સુદર્શન મહર્ષિ કોણ છે તે કહેવાય છે સુદર્શન મહર્ષિની કથા અંગદેશમાં ચંપાનામની શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ ચંપા નામની નગરી છે. તે નગરી જાણે મહાકલિયુગના ભયથી એકઠા કરેલા કૃતયુગની મૂર્તિ હોય તેવી રમણીય છે. જેના હાથમાં શંખ અને ચક્ર સ્થાપેલા છે, અર્થાત્ શંખ અને ચક્રના ચિહ્નો છે, અને લક્ષ્મીને
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy