SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ય બોલવામાં | ઉપદેશમાલા (પુષ્પમાલા) [વસુરાજાની કથા-૩૪૧ સુયુક્તિઓથી પર્વતકને સમજાવ્યો. પણ પર્વતકનું વિવેકરૂપ વન અજ્ઞાનરૂપ પવનથી પ્રેરાયેલ ક્રોધરૂપ દાવાનલથી બળી ગયું હતું. તેની તત્ત્વદષ્ટિ પ્રક્રેષરૂપ ધુમાડાથી મલિન થઇ ગઈ હતી. આથી તેણે મૂર્ખત્વના સૂચક અને સંબંધરહિત જ વચનોથી નારદ ઉપર આક્રોશ કર્યો. ઉપાધ્યાયે આનું આ પ્રમાણે જ વ્યાખ્યાન કર્યું હતું એમ ખોટા આલંબનને પકડે છે. તે અર્થમાં (=ગુરુએ કરેલા અર્થમાં) સહાધ્યાયી વસુરાજા પ્રમાણ છે. જો એ ગુરુને તારા પક્ષમાં માને તો મારી મૂળથી જીભ છેદવી, અન્યથા તારી જીભ છેદવી, એવી પ્રતિજ્ઞા કરે છે. તેથી છાત્રોએ કોલાહલ કર્યો. મજાક કરનારા પુરુષોએ કિલકિલાટ કર્યો. કૌતુક જોવાવાળાઓ આનંદ પામ્યા. મધ્યસ્થ પુરુષોએ નારદના વચનની પ્રશંસા કરી. પાપદૃષ્ટિવાળાઓએ પર્વતકની વિદ્વત્તાનું સમર્થન કર્યું. આવી સ્થિતિ થયે છતે નારદ વિચાર્યું. દુર્ગતિ તરફ પ્રયાણ થયું હોવાથી આ અભિનિવેશવાળો થયો છે અને એથી સમજાવવાને માટે યોગ્ય નથી. આમ વિચારીને નારદ “વસુરાજાને પૂછવું વગેરે તેણે જ કહેલી પ્રતિજ્ઞાનો સ્વીકાર કરીને તે દેવપૂજા આદિ માટે ગયો. પછી પર્વતકે માતાની સાથે રાતે જઈને એકલા વસુરાજીને એકાંતમાં એ બધું જણાવ્યું. તેથી વસુરાજાએ કહ્યું: તમોએ અયોગ્ય વ્યાખ્યાન કર્યું છે કારણ કે નારદ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ ગુરુએ આનું વ્યાખ્યાન કર્યું હતું. પછી ઉપાધ્યાયની પત્નીએ કહ્યું: હે વત્સ! જો કે એ પ્રમાણે છે તો પણ આ સ્વગુરુપુત્રના જિલ્લાછેદનું અને અપયશનું તારે જ રક્ષણ કરવાનું છે. તેથી મારા આગ્રહથી અસત્ય પણ આનું પર્વતકે જેવી રીતે કહ્યું છે તેવી જ રીતે તારે સમર્થન કરવું, ઇત્યાદિ. બહારથી ઉપાધ્યાય પત્ની વડે પ્રાર્થના કરાયેલા અને અંદરથી તો મોહરાજાના સૈન્યમાં રહેલા તથા માયા, મૃષાવાદ અને અજ્ઞાન વગેરે દુષ્ટમિત્રોથી પ્રેરાયેલા વસુરાજાએ સરળતાને મૂકીને, સપુરુષોથી સેવાયેલી વચન પ્રતિષ્ઠાને મૂકીને, સ્વમાહાભ્યના નાશને જાણ્યા વિના, સ્વકુલની નિંદા અને અપયશરૂ૫ કલંકને વિચાર્યા વિના, શિષ્યલોકના અપવાદને ગણકાર્યા વિના, અનંતદુઃખના સંબંધવાળા ગહનદુર્ગતિરૂપ ખાડામાં પતનને વિચાર્યા વિના, આ જ જન્મમાં દુઃખથી પાર પામી શકાય તેવા મહાસંકટના સમાગમને સર્વથા જ વિચાર્યા વિના, તેના વચનનો સ્વીકાર કર્યો. પછી પર્વતક અને ગુરુપત્નીને રજા આપી. હર્ષ પામેલા એ બે પણ આશીર્વાદ આપીને પોતાના ઘરે ગયા. પછી સવારે પર્વતક અને નારદ આવી ગયા. સભ્યો બેસી ગયા. બાળકો અને વૃદ્ધો સહિત નગરલોક ભેગો થઈ ગયો. કૌતુકથી આકર્ષાયેલ ભવનપતિ અને વ્યંતર વગેરે દેવવર્ગ ગુપ્તપણે આવી ગયો. સામંત, માંડલિકરાજાઓ, મંત્રીઓ અને ક્રોડ સુભટોથી ખીચોખીચ ભરાયેલી રાજસભામાં પૂર્વોક્ત વસુરાજા બેઠો. નારદ અને પર્વતને આશીર્વાદ-પૂર્વક પોતાનો
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy