SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬- અસત્ય ન બોલવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલકસૂરિની કથા હવે સત્યવાદીના ગુણને (= સત્યવાદીને થતા લાભને) કહે છેआराहिजइ गुरुदेवयं व जणणिव्व जणइ वीसंभं । पियबंधवोव्व तोसं, अवितहवयणो जणइ लोए ॥ १४८ ॥ સત્યવાદી લોકમાં ગુરુ અને દેવની જેમ આરાધાય છે, માતાની જેમ વિશ્વાસને ઉત્પન્ન કરે છે, અને પ્રિય બંધુની જેમ સંતોષને ઉત્પન્ન કરે છે. [૧૪૮] અહીં સત્યવાદ લોકોત્તર અને લૌકિક એમ બે પ્રકારે છે. તેમાં પહેલા સત્યવાદના સમર્થન માટે ઉદાહરણને કહે છે मरणेऽवि समावडिए, जंपंति न अन्नहा महासत्ता । जन्नफलं निवपुट्ठा, जह कालगसूरिणो भयवं ॥ १४९॥ મહાસત્ત્વવંત પુરુષો મરણ આવી પડવા છતાં અસત્ય બોલતા નથી. જેમકેરાજાવડે યજ્ઞફલ પૂછાયેલા ભગવાન કાલકસૂરિ અસત્ય ન બોલ્યા. વિશેષાર્થ– આ ભગવંત કાલકાચાર્ય કોણ છે અને રાજાવડે યજ્ઞફલ કેવી રીતે પૂછાયા એ પ્રમાણે કથાનકથી કહેવાય છે કાલકસૂરિની કથા ભરતક્ષેત્રમાં કૃષ્ણના શરીરની જેમ સુંદર શોભાવાળી, ઘણા મનુષ્યોને સંતોષ આપનારી, ભયથી અતિશય રહિત અને સુપ્રસિદ્ધ સુસમિણિ નામની નગરી છે. તેમાં સમુદ્રની જેમ દીનભાવને ન પામેલો, જિતશત્રુ રાજા છે. ત્યાં ભદ્રા બ્રાહ્મણીનો દત્ત નામનો પુત્ર રહે છે. દત્ત બ્રાહ્મણ દારૂ પીએ છે, વેશ્યાઓ સાથે રમે છે, જુગાર રમે છે, તે શુદ્ર, રૌદ્ર, ભયંકર અને કેવળ દોષોનું ઘર છે. દત્ત કોઇવાર કોઇપણ રીતે રાજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયો. રાજાએ પણ સરળતાથી અતિઘણી મહેરબાનીથી તેને જોયો. મેઘથી સિંચાયેલા વિષવૃક્ષની જેમ તે વૃદ્ધિ પામ્યો. (અર્થાત્ તેનો અધિકાર વધ્યો.) પ્રજાઓને લૂંટતો તે ક્રમે કરીને સામંત રાજા થયો. પછી ફાટફૂટ કરાવીને સર્વ સામંતો પોતાને આધીન કર્યા. પછી જિતશત્રુને દૂર કરીને રાજ્ય પણ લઈ લીધું. અથવા–“દુષ્ટ માણસ ઉપકાર કરનારા સજ્જનોને પણ અર્ધીક્ષણમાં વ્યાકુલ કરે છે. દૂધ આદિના દાનથી પોષેલો પણ સર્પ કંસે જ છે. નિર્દોષ પણ સજ્જન ઉપર દુષ્ટ સ્વભાવવાળો દુર્જન અપકાર કરે છે. અમૃતમય પણ ચંદ્રને રાહુ ગ્રસિત કરે છે. જે ઘીથી અગ્નિને પુષ્ટ કરે છે તેને પણ દુષ્ટ અગ્નિ બાળે છે. અથવા દુર્જનોના વિલાસની હદને કોણ જાણે?= જાણી શકે?”
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy