SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) | પિંડકનું સ્વરૂપ-૩૨૫ બાલ્યાવસ્થામાં જ જેના બે અંડકોષ છેદ આપીને ઓગાળી નાખ્યા હોય તે વર્ધિતક નપુંસક છે. જન્મ થતાં જ આંગળીઓથી જેના બે અંડકોશ મશળીને ઓગાળી નાખવામાં આવે તે ચિણિત નપુંસક છે. આ બંનેને આ પ્રમાણે કર્યું છતે નપુંસકવેદનો ઉદય થાય છે. કોઇને તો મંત્રના સામર્થ્યથી અને અન્યને તો ઔષધિના પ્રભાવથી પુરુષવેદ કે સ્ત્રીવેદનો નાશ થતાં નપુંસકવેદનો ઉદય થાય છે. બીજાને તો “મારા તપના પ્રભાવથી તું નપુંસક થા” એ પ્રમાણે ઋષિના શ્રાપથી અને બીજાને તો દેવના શ્રાપથી નપુંસકવેદનો ઉદય થાય છે. આ પ્રમાણે આ છ નપુંસકોને નિશીથસૂત્રમાં કહેલા વિશેષ લક્ષણો હોય તો દીક્ષા આપે. [૧૨૯] હવે પૂર્વોક્ત પંડકના કંઈક સ્વરૂપને જાતે જ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છેमहिलासहावो १ सरवण्णभेओ २, मिढं महंतं ३ मउया य वाणी ४ । ससद्दयं मुत्तमफेणयं च, एयाणि छप्पंडगलक्खणाणि ॥ १३०॥ સ્ત્રી સ્વભાવ, સ્વરભેદ, વર્ણભેદ, મોટું પુરુષલિંગ, મૃદુવાણી, શબ્દસહિત અને ફીણરહિત પેશાબ- આ છ પંડકનાં લક્ષણો છે. વિશેષાર્થ (૧) સ્ત્રીસ્વભાવ- પુરુષનો આકાર ધારણ કરનાર હોવા છતાં સ્વભાવ સ્ત્રીના જેવો હોય એ પંડકનું એક લક્ષણ છે. સ્ત્રીના જેવો સ્વભાવ આ પ્રમાણે છે- તેની ગતિ મદથી ભરેલી અને મંદ હોય. શંકાસહિત પાછળથી જોતો જોતો જાય. તેનું શરીર કોમલ અને શીતલ હોય. સ્ત્રીની જેમ સતત હાથ તાળી આપતો આપતો બોલે. અથવા પેટ ઉપર આડો ડાબો હાથ રાખે, આડા મૂકેલા ડાબા હાથના તળિયા ઉપર જમણા હાથની કોણી મૂકે, જમણા હાથના તળિયા ઉપર મુખ રાખે, આવી મુદ્રા કરીને બોલે. અથવા બે ભુજાઓને ઉછાળતો બોલે. વારંવાર કેડ ઉપર હાથ મૂકે. વસ્ત્ર ન હોય ત્યારે સ્ત્રીની જેમ બે ભુજાઓથી છાતીને ઢાંકે. બોલતો હોય ત્યારે વારંવાર વિલાસપૂર્વક બે ભૃકુટિઓને અદ્ધર ફેંકે. કેશબંધન અને વસ્ત્રપરિધાન વગેરે સ્ત્રીની જેમ કરે. સ્ત્રીના આભૂષણો વગેરે પહેરવા ઉપર બહુ આદર કરે, અર્થાત્ સ્ત્રીના આભૂષણો વગેરે પહેરવા તેને બહુ ગમે. સ્નાન વગેરે એકાંતમાં કરે. પુરુષોના સમુદાયમાં ભયસહિત ૧. અહીં ટીકામાં વાળું – એમ જ છે. પણ વાદું વા એમ વા હોવું જોઇએ. અહીં વા સમજીને અર્થ કર્યો છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy