SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર તેની સાથે શ્રીસેનરાજાના બે પુત્રો રહેતા હતા. ઇર્ષાથી ખિન્ન કરાયેલા તે બે પરસ્પર સદા કેવલ ઝગડતા જ હતા. રાજાથી અટકાવાતા હોવા છતાં ઝગડાથી અટકતા જ ન હતા. હવે એક દિવસ અતિશય ઝગડેલા તે બંને રાજાએ કહ્યું: જે વેશ્યાઓ સ્નેહથી રહિત અને જાણે દુકાનને ધારણ કરનારી છે, અને કોડિ માટે પોતાના દેહને વેચે છે, તે વેશ્યાઓને જે માને છે= સ્વીકારે છે તેઓ પાસે રહેલા ધનભંડારનો નાશ કરે છે. ક્રોડો વ્યભિચારી પુરુષોથી સ્પર્શાવેલી, મદ્ય-માંસઅખાદ્ય-અપેયમાં આસક્ત, વિબુધ લોકોથી છોડાયેલી તે વેશ્યાઓમાં કોણ રાગ કરે ? લોભી હૃદયવાળી વેશ્યાઓ કોઢિયાને પણ મનમાં ઇચ્છે છે. દ્રવ્યસમૂહથી રહિત કામદેવને પણ ઇચ્છતી નથી. અન્યની સાથે રમે છે, મનમાં અન્યને ઇચ્છે છે, અન્યને સંકેત આપે છે. બોલવામાં કોમળ હોય છે, પણ મનમાં કઠોર હોય છે. વેશ્યાઓ જ્યાં સુધી ધનને જુએ છે ત્યાં સુધી ખુશામત કરે છે. વેશ્યાઓ લક્ષણરહિત(=ઝાંખી થઈ ગયેલી) મેંદીની જેમ જેનું ધન ખવાઈ ગયું છે તેવા પુરુષનો ત્યાગ કરે છે. તેથી દોષોનો ભંડાર એવી વેશ્યાઓને કારણે કુલ અને શીલની મર્યાદાઓને મૂકીને બંધુ થઈને પણ તમને બેને ઝગડવું યોગ્ય નથી. (૫૦) આ પ્રમાણે અટકાવતા પણ તે બે અધિક ઝગડે છે. છેવટે રાજા અત્યંત કંટાળી ગયો. તેથી ઝેર ખાઈને રાજા મૃત્યુ પામ્યો. રાજાના દુઃખથી બન્ને પત્નીઓ પણ તે જ પ્રમાણે મૃત્યુ પામી. બીજો-ત્રીજો ભવ આ અનુચિત પ્રસંગને જોઈને સત્યભામા પણ એ પ્રમાણે જ મૃત્યુ પામી. આ ચારેય મરીને દેવકુરુક્ષેત્રમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મરીને તે ચારેય સૌધર્મ દેવલોકમાં ગયા. | (ચોથો ભવ) અમિતતેજશ્રીવિજયરાજા આ તરફ– ભરતક્ષેત્રના મધ્યભાગમાં રત્નનિર્મિત વૈતાઢ્ય પર્વત છે. તેણે બધી દિશાઓમાં પ્રસરતા રત્નપ્રભાના સમૂહથી ઇંદ્રધનુષ્ય રચ્યું છે. તે પર્વત ઉપર ઇંદ્રધનુષ્યના ઉદ્યોતમાં પરાક્રમુખ ચારણ મુનિઓ શુભધ્યાન કરતા હતા. ત્યાં શુભધ્યાનમાં વિજ્ઞ કરનાર કિન્નરદેવોના યુગલોએ શરૂ કરેલા મધુર સંગીતનો ધ્વનિ થતો હતો. સંગીતધ્વનિના રસથી આસક્ત બનીને હરણોનો સમૂહ સ્થિર રહેલો દેખાતો હતો. હરણસમૂહથી યુક્ત વનમાં હરણસમૂહ પૂર્ણરૂપે ક્રીડા કરતો હોવાના કારણે તે ખેચરપતિ છે. વિદ્યાધર રાજાઓએ ૧. મુદ્રિત પ્રતમાં વિમુનશીનમઝાય એમ છપાયું છે તેના બદલે વિમુનિશીતજ્ઞા એવો પાઠ શુદ્ધ છે. પ્રાકૃતકોશમાં “મર્યાદા' અર્થમાં મઝા શબ્દ પણ છે. ૨. જંગલમાં હરણો ક્રીડા કરે ત્યારે ક્યારેક ખૂબ દોડતા હોય છે. ખૂબ દોડે ત્યારે જાણે આકાશમાં ઊડી રહ્યા હોય તેવા દેખાય છે. તેથી જાણે હરણો ખેચર=આકાશમાં ફરનારા છે. પર્વત એ ખેચરોનો ઇન્દ્ર=અધિપતિ છે. આવી કલ્પના કરીને અહીં વૈતાદ્યને ખેચરપતિ કહ્યો છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy