SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેશાવગાશિક વ્રત-૩૧૩ (=ભમરીઓ) થઇ રહ્યા છે. એ આવર્તોથી થયેલી વ્યાકુલતાને છેદવામાં કુશળ અને અતિપ્રચંડ મોહરૂપ રાજાના બલનો તિરસ્કાર કરવા માટે મહાયોદ્ધા સમાન સામાયિક સર્વ આરંભોમાં પ્રવર્તેલા ગૃહસ્થે દ૨૨ોજ વચ્ચે વચ્ચે પ્રયત્નપૂર્વક કરવું જોઇએ. કારણ કે પરમમુનિઓએ કહ્યું છે કે-‘સાવઘયોગનો ત્યાગ કરવા માટે સામાયિક પરિપૂર્ણ અને પવિત્ર છે. સામાયિક જ ગૃહસ્થધર્મથી મહાન છે, અર્થાત્ ગૃહસ્થના બધા ધર્મોથી સામાયિક જ મહાન છે. આવું જાણીને વિદ્વાન પુરુષ આ લોકમાં અને પરલોકમાં આત્મોપકારક એવું સામાયિક કરે.'' (વિશેષા૦ ૨૬૮૧) ‘‘સામાયિકમાં રહેલો શ્રાવક સાધુના જેવો થાય છે. માટે બહુવાર સામાયિક કરવું.” (વિશેષા૦ ૨૬૯૦) સામાયિકના પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો આ પ્રમાણે છે– મનોદુપ્રણિધાન, વચનદુપ્રણિધાન, કાયદુપ્રણિધાન, સ્મૃતિ-અકરણ, અનવસ્થિતકરણ. મનઃદુપ્રણિધાન– અનાભોગ આદિથી સાવદ્ય વિચારો કરવા. વચનદુપ્રણિધાન– અનાભોગ આદિથી સાવદ્ય વચનો બોલવાં. કાયદુપ્રણિધાન– અનાભોગ-આદિથી સાવદ્ય પ્રવૃત્તિ કરવી. સ્મૃતિ-અકરણ-પ્રબળ પ્રમાદના કારણે અત્યારે મારે સામાયિક કરવાનું છે, મેં સામાયિક કર્યું કે નહિ? એ પ્રમાણે યાદ ન રાખે. સ્મૃતિ મોક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ છે. (જે અનુષ્ઠાન યાદ જ ન હોય તેનું આચરણ શી રીતે થાય?) અનવસ્થિતકરણ– અનવસ્થિત સામાયિકનું કરવું તે અનવસ્થિતકરણ. જે મનુષ્ય સામાયિક કર્યા પછી તુરત પારે, અથવા આદર વિના જેમ તેમ સામાયિક કરે, તેનું સામાયિક અનવસ્થિતકરણ કહેવાય છે. કહ્યું છે કે-જે સામાયિક કરીને ઘરની ચિંતા કરે છે, યથેચ્છ બોલે છે, શરીરથી અનિયંત્રિત છે=પૂંજ્યા-પ્રમાર્ષ્યા વિના પ્રવૃત્તિ કરે છે, તેનું સામાયિક નિરર્થક છે.' દેશાવકાશિકવ્રત હવે દેશાવકાશિકરૂપ બીજું શિક્ષાવ્રત કહે છે. જેણે દિવ્રતમાં પરિમાણ ગ્રહણ કર્યું છે તે શ્રાવકના વિસ્તારવાળા દિશાપ્રમાણનું દેશમાં=સંક્ષિપ્ત વિભાગમાં અવકાશ=રહેવું તે દેશાવકાશ. દેશાવકાશથી ઉત્પન્ન થયેલું વ્રત દેશાવકાશિક. આ વ્રત ઘણા પરિમાણનું સંકોચ કરે છે એવો ભાવ છે. અહીં પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો આ પ્રમાણે છે– આનયનપ્રયોગ, પ્રેષ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહિ:પુદ્ગલપ્રક્ષેપ.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy