SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વારા) ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચમા અણુવ્રતનું સ્વરૂપ-૩૦૩ શમાવવા માટે સ્વસ્ત્રી સંતોષ વગેરે નિયમને સ્વીકારે છે. તીવ્ર અભિલાષ રહિતને પણ વેદોદયનો ઉપશમ થતો હોવાથી પરમાર્થથી તીવ્ર અભિલાષનું પ્રત્યાખ્યાન કર્યું જ છે. આ પ્રમાણે તીવ્ર અભિલાષ કરવામાં વ્રતભંગ થવાથી અને વ્રતસાપેક્ષ હોવાથી વ્રતનો ભંગ ન થવાથી કામમાં તીવ્ર અભિલાષ અતિચાર છે. પ્રશ્ન- સ્ત્રીઓને થતા અનંગક્રીડા વગેરે ત્રણ અતિચારો વિચાર્યા. સ્ત્રીનો પાંચ અતિચારનો પક્ષ કેવી રીતે વિચારાય છે? ઉત્તર- જ્યારે શોક્યના વારાના દિવસે શોક્ય સ્વપતિનો સ્વીકાર કર્યો હોય ત્યારે શોકયના વારાનું ઉલ્લંઘન કરીને પતિનો પરિભોગ કરતી સ્ત્રીને પહેલો અતિચાર સંભવે છે. બીજો અતિચાર પરપુરુષ પાસે જતી સ્ત્રીને અતિક્રમ આદિ અવસ્થામાં સંભવે છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર દોષો અન્ય શાસ્ત્રમાં આધાકર્મ આહારને આશ્રયીને આ પ્રમાણે વિચારાયા છે– આધાકર્મ આહારના નિમંત્રણને સ્વીકારતો સાધુ સ્વીકાર કર્યો ત્યારથી આરંભી આધાકર્મ આહાર લેવા જવા માટે પગ ઉપાડે ત્યાં સુધી અતિક્રમમાં રહેલો છે. પગ ઉપાડે ત્યારથી આરંભી આધાકર્મ આહાર ગ્રહણ કરે ત્યાં સુધી વ્યતિક્રમ દોષ લાગે. આધાકર્મ આહાર ગ્રહણ કરે ત્યારથી આરંભી આધાકર્મ આહારનો પરિભોગ કરે=મુખમાં નાખે ત્યાં સુધી અતિચાર લાગે. પરિભોગ કરેeગળી જાય ત્યારે અનાચારદોષ લાગે. એટલે કે એષણીય આહાર ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાનો ભંગ થાય. કહ્યું છે કે-“આધાકર્મ આહારના નિમંત્રણને સાંભળવામાં અતિક્રમ, પગ ઉપાડે ત્યારથી વ્યતિક્રમ, ગ્રહણ કરવામાં અતિચાર અને ગળી જાય ત્યારે અનાચાર થાય.” આ પ્રમાણે આના અનુસાર બીજા સ્થળે પણ પ્રથમના ત્રણ અંશોમાં અતિચારપણું ઘટાડવું, કારણ કે અતિક્રમ અને વ્યતિક્રમ પણ અતિચારના ભેદો છે. ચોથા અંશમાં તો વિવક્ષિત વ્રતનો ભંગ જ થાય. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત અતિચાર સહિત ચોથું અણુવ્રત કહ્યું. હવે સ્થૂલ પરિગ્રહ વિરમણરૂપ પાંચમું અણુવ્રત કહેવાય છે સ્થૂલ એટલે અપરિમિત. અપરિમિત પરિગ્રહનું પોતાની અવસ્થા પ્રમાણે વિરમણ (=પરિમાણ) કરવું તે સ્થૂલ પરિગ્રહવિરમણ. નવ પ્રકારની વસ્તુની અપેક્ષાએ પરિગ્રહ નવ પ્રકારનો છે. તે આ પ્રમાણે- ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ અને કુખે. અહીં પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. અતિચારો આ પ્રમાણે છે- ક્ષેત્ર-વાસ્તુ ૧. કોઈ આધાકર્મ આહારનું નિમંત્રણ કરે ત્યારે તેનો નિષેધ કરવો જોઈએ. નિષેધ ન કરે તો સાંભળ્યું કહેવાય.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy