SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪-ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પહેલા અણુવ્રતના અતિચારો છતાં ઉક્ત નિયમથી આ પુરુષ દંડ છે એવો વ્યવહાર થાય છે. તે રીતે પ્રસ્તુતમાં પ્રાણોના યોગથી આ પ્રાણ(=પ્રાણવાળો) છે એવો વ્યવહાર થાય છે. આથી અહીં શૂલપ્રાણ એવો પ્રયોગ બરોબર છે. શૂલપ્રાણ એટલે સ્કૂલ જીવો. અતિપાત એટલે વધ, અર્થાત્ હિંસા. તેનું વિરમણ એટલે સંકલ્પને આશ્રયીને પ્રત્યાખ્યાન. અર્થાત્ મારે સ્થૂલ પ્રાણોની સંકલ્પથી ( મારવાની બુદ્ધિથી) હિંસા ન કરવી એવું પચ્ચકખાણ કરવું તે શૂલપ્રાણાતિપાત વિરમણ. પ્રત્યાખ્યાન આવશ્યકચૂર્ણિમાં આ પ્રમાણે કહ્યું છે–ચૂનાં પાવાર્થ સંપ્યો પર્થવવામિ નાવેવાણ વિર્દ તિવિદેvi मणेणं वायाए काएणं न करेमि न कारवेमि तस्स भंते! पडिक्कमामि निंदामि રિષિ કપાછાં વોસિરામિક “હું જીવનપર્યત સંકલ્પથી સ્થૂલ જીવહિંસાનું દ્વિવિધત્રિવિધથી પ્રત્યાખ્યાન કરું છું, અર્થાત્ હું જીવનપર્યત સંકલ્પથી સ્થૂલજીવ હિંસા મનવચન-કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! પૂર્વે કરેલી હિંસાનું હું પ્રતિક્રમણ કરું છું, તેને આપની સાક્ષીએ નિંદું , આત્મસાક્ષીએ ગર્તા કરું , અને ભૂતકાળના હિંસાવાળા મારા આત્માનો ત્યાગ કરું છું.” સંકલ્પથી હિંસા કરવી એટલે હિંસાના આશયથી (=હું અને મારું એમ હિંસા કરવાની બુદ્ધિથી) હિંસા કરવી. શ્રાવક સંકલ્પથી હિંસાનો ત્યાગ કરી શકે, આરંભથી નહિ. કારણ કે ગૃહસ્થો માટે આરંભનો ત્યાગ અસંભવ છે. (જેમાં જીવહિંસા થાય તેવી કોઇપણ ક્રિયા કરવી એ આરંભ છે. જેમ કે વેપાર કરવો, ખેતી કરવી, રસોઈ કરવી વગેરે.) જેણે આ વ્રતનો સ્વીકાર કર્યો છે તેણે પાંચ અતિચારો ક્યારે ય ન આચરવા. તે અતિચારો આ છે– બંધ, વધ, છવિચ્છેદ, અતિભારારોપણ અને ભક્તપાન વ્યવચ્છેદ. બંધ- બંધ એટલે મનુષ્ય-ગાય વગેરેને રસી અને દોરડા વગેરેથી બાંધવું. આ બંધના અર્થબંધ અને અનર્થબંધ એમ બે ભેદ છે. કોઈ કારણથી બાંધવું તે અર્થબંધ. નિષ્કારણ બાંધવું તે અનર્થબંધ. વિવેકીએ અનર્થબંધ ક્યારેય ન આચરવો જોઇએ. અર્થબંધ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. તેમાં જ્યારે ચોપગા પ્રાણી કે ચોર વગેરેને “આગમાં મરી જાય” વગેરે અપેક્ષાનો ત્યાગ કરીને નિર્દયપણે અતિશય મજબૂત ખેંચીને બાંધવામાં આવે ત્યારે નિરપેક્ષબંધ છે. ચોપગા વગેરે પ્રાણીઓને તે રીતે બાંધે કે જેથી આગ વગેરેના પ્રસંગે તે બંધન (જલદી) છોડી શકાય કે છેદી શકાય. બપગા પ્રાણીઓમાં દાસ, દાસી, ચોર કે ભણવા આદિમાં પ્રમાદી પુત્ર વગેરેને તેના મૃત્યુ આદિનો ભય રાખીને દયાપૂર્વક તે રીતે બાંધે કે જેથી બંધાયેલાં પણ તેમનાં અંગો સંચારવાળા=હલન-ચલન થઈ શકે તેવાં રહે, અને આગ વગેરેના પ્રસંગે તેમનો વિનાશ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy