SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચરણશુદ્ધિ દ્વાર ગાથા-૨૯૧ ચરણશુદ્ધિદ્વાર હવે ચરણશુદ્ધિ દ્વારને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર સ્વયં પૂર્વવારની સાથે સંબંધને કહેનારી ગાથાને કહે છે चरणरहियं न जायइ, सम्मत्तं मुक्खसाहयं एक्कं । तो जयसु चरणकरणे, जइ इच्छसि मोक्खमचिरेणं ॥ ११२॥ ચારિત્રરહિત કેવળ એક સમ્યકત્વ મોક્ષસાધક થતું નથી. તેથી જો તું જલદીથી (=થોડા જ કાળમાં) મોક્ષને ઇચ્છે છે તો ચારિત્રને સ્વીકારવામાં પ્રયત્ન કર. વિશેષાર્થ – સમ્યકત્વ પ્રાપ્ત થઈ જવા છતાં ઘણા કાળે પણ ચારિત્રને સ્પર્શીને જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, બીજી રીતે નહિ. કારણ કે કેવલ સમ્યકત્વથી મોક્ષનો નિષેધ છે. કહ્યું છે કે-“ચરણકરણથી રહિત ફાયિક સમ્યગ્દષ્ટિ પણ શ્રેણિક આદિની જેમ સિદ્ધ થતો નથી. ચરણકરણને નહિ સેવતો મૂઢ જીવ સિદ્ધિનું મૂલ જે ચરણકરણ તેનો જ નાશ કરે છે.” “જ્ઞાન-દર્શનને ધારણ કરનારા જીવોએ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારેય ગતિઓ મૂકી નથી, અર્થાત્ જ્ઞાનદર્શનને ધારણ કરનારા જીવો ચારેય ગતિમાં હોય છે. કારણ કે ચારેય ગતિઓમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિક હોય છે. મનુષ્યગતિ સિવાય અન્ય ગતિઓમાં મુક્તિ નથી. કેમ કે ચારિત્રનો અભાવ છે. આથી ચારિત્ર જ મુક્તિનું પ્રધાન કારણ છે. કેમ કે ચારિત્રભાવથી મુક્તિ થાય છે. આથી ચારિત્રરહિત જ્ઞાનથી પ્રમાદ ન કર, અર્થાત્ જ્ઞાનથી મુક્તિ થશે એમ માનીને ચારિત્રને આચરવામાં પ્રમાદ ન કર. કારણ કે ચારિત્રરહિત જ્ઞાન ઇષ્ટફલને (=મોક્ષને) સાધતું નથી. અહીં જ્ઞાનનું ગ્રહણ દર્શનનું ઉપલક્ષણ સમજવું.” વળી– “આ કેવળદર્શન પક્ષ આગમના જાણકાર સુસાધુનો ન જ હોય. તો પછી કોનો હોય? એ પ્રશ્નના ઉત્તર માટે કહે છે- અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા શ્રાવકનો, જેણે દીક્ષા છોડી દીધી છે તેવા પુરાણનો અને પાર્થસ્થ આદિનો દર્શનપક્ષ હોય છે. પરલોકની આકાંક્ષાવાળા સાધુનો અર્થાત્ સુસાધુના દર્શન-ચારિત્ર પક્ષ હોય છે. (આવ. નિ. ગા. ૧૧૬૪-૧૧૬૧-૧૧૬૫)” તેથી મોક્ષાર્થીએ જો આગળ પણ (=ભવિષ્યમાં ગમે ત્યારે પણ) ચારિત્રનો સ્વીકાર કરવો જ પડે છે તો હમણાં જ ચારિત્રનો સ્વીકાર કર, કે જેથી ઇચ્છિત જલદી સિદ્ધ થાય એવો અહીં ભાવ છે. ઉ. ૨૦ ભા.૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy