SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર-૧૫ ઉપદેશ છે. તે ઉપદેશ દૃષ્ટાંત સહિત જ કહેવામાં આવે તો “આ મારે કરવા જેવું છે” એમ સારી રીતે પરિણમે છે. આથી દૃષ્ટાંત કહે છે... જેવી રીતે સોળમા તીર્થંકર શાંતિનાથે વજાયુધના ભવમાં અભયદાન આપ્યું હતું તે રીતે તારે પણ અભયદાન આપવું જોઇએ. ' વિશેષાર્થ આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો કથાનકથી જાણી શકાય. તેથી અહીં શ્રીસેન આદિ બાર ભવોથી યુક્ત સંવેગને કરનારું શ્રી શાંતિનાથનું ચરિત્ર કહું છું. ગણધરજીવની સાથે સંસારમાં પરિભ્રમણ કરતા ભગવાનના બાર ભવોનો સંગ્રહ કરનારી બે ગાથાનો અર્થ આ પ્રમાણે છે- પહેલા ભવમાં શ્રીષેણ અને અભિનંદિતા, બીજા ભવમાં યુગલિક, ત્રીજા ભવમાં સૌધર્મ દેવલોકના દેવ, ચોથા ભવમાં અમિતતેજ અને શ્રીવિજય, પાંચમા ભવમાં દશમા દેવલોકમાં દેવ, છઠ્ઠા ભવમાં અપરાજિત બળદેવ અને અનંતવીર્ય વાસુદેવ, સાતમા ભવમાં બારમા દેવલોકમાં ઇંદ્ર અને દેવ, આઠમા ભાવમાં વજાયુધ પિતા અને સહસાયુધ પુત્ર, નવમા ભવમાં ઉપરના રૈવેયકમાં દેવ, દશમા ભવમાં મેઘરથ અને દૃઢરથ, અગિયારમા ભાવમાં સર્વાર્થસિદ્ધમાં દેવ, બારમા ભાવમાં શ્રી શાંતિનાથ અને ગણધર થયા. જગતમાં જેમનો યશ અત્યંત પ્રસરી રહ્યો છે તેવા કેટલાક પુરુષો થાય છે કે જેમના ગુણકીર્તનથી પણ પાપબંધનો તૂટી જાય છે. મહાપુરુષોનું ચરિત્રશ્રવણ પણ કંઈક અપૂર્વ ગુણગણને વિસ્તાર છે. સંભળાતો પણ અભય શબ્દ અપૂર્વ હર્ષને ઉત્પન્ન કરે છે, અર્થાત્ અભયશબ્દનું શ્રવણ પણ અપૂર્વ હર્ષને ઉત્પન્ન કરે છે. અહીં વજાયુધનો જન્મ(ભાવ) પણ સારી રીતે સાંભળવામાં આવે તો સઘળાંય દુઃખોનો નાશ થાય છે. તેથી હું શાંતિનાથના ચરિત્રનું વર્ણન કરું છું. તે આ પ્રમાણે છે શાંતિનાથચરિત્ર મેરુ પર્વતના શિખરની જેમ સુંદર સુવર્ણવાળું, સૂર્યના શરીરની જેમ સારી પ્રભાવાળું, આકાશની જેમ મુનિઓથી પવિત્ર થયેલું, શિવનગરની જેમ "મુક્તોનો આધાર, આ જડમાં= પાણીમાં ઉત્પન્ન થયેલું છે એમ જાણીને સારા પત્રવાળા પણ કમળને છોડીને અજડમાં (જલના અભાવમાં) ઉત્પન્ન થયેલું છે એમ જાણીને વિપાત્રવાળા (= મુનિ વગેરે સુપાત્રવાળા) પણ જે (નગરી)માં લક્ષ્મી વસે છે, જેમાં પ્રાસાદની ધજા રૂપી ઊંચો કરેલો અગ્રભાગ જાણે કે સદા આ પ્રમાણે કહી રહ્યો છે કે- જો (કોઈ) મારી કંઈક પણ લક્ષ્મીને ધારણ કરે છે તો તેને અન્ય અમરપુર કહો, અર્થાત્ આ અન્ય અમરપુર છે એમ કહો. જેમાં સંચાર કરાતા ૧. મોક્ષનગરના પક્ષમાં મુ$= સિદ્ધ ભગવંતો, પ્રસ્તુતનગરના પક્ષમાં મુ$ = મોતી. २. विशिष्टानि पात्राणि सन्ति यस्मिन् तद् विपात्रम् । ૩. નૌઃ વેરા વત=લક્ષ્મી હાથના અગ્રભાગમાં રહે છે એવી લોકોક્તિ છે. આ લોકોક્તિ પ્રમાણે લક્ષ્મી કરના અગ્રભાગની કહેવાય. આથી અહીં “જો મારી કંઈક પણ લક્ષ્મીને ધારણ કરે છે' ઇત્યાદિ કહ્યું છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy