SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યત્વકાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) નૃિપવિક્રમરાજાની કથા-૨૭૩ નૃપવિક્રમની સમ્યકત્વશુદ્ધિ રાજપુત્ર પણ સર્વજ્ઞોની પૂજા કરે છે, સાધુઓને દાન વગેરે આપે છે, રથયાત્રાથી જિનમંદિરોમાં પ્રભાવના કરવામાં તત્પર રહે છે. સદા મૃતધરોની પાસે ધર્મ સાંભળે છે. પરતીર્થિક-કુતીર્થિક સેવન વગેરેનો પ્રયત્નથી ત્યાગ કરે છે. બહારથી રોગોથી મુક્ત થયો અને અંદરથી અશુભકર્મોથી મુક્ત થયો. તેથી હમણાં હું જન્મ પામ્યો છું એમ પોતાને માનતો, દૃઢ શરીરવાળો, સમ્યકત્વમાં સ્થિર તે સર્વલોકને પ્રશંસનીય એવા ધર્મને કરે છે. હવે એકવાર ધનંજયયક્ષે અવતરીને કહ્યું: હે કુમાર! મેં તારું શરીર સારું કર્યું છે. તેથી પૂર્વે તે જે માનતા માની હતી તે સો પાડા મને આપ. તથા જો તું સત્ય વચનવાળો છે તો યાત્રા અને પ્રતિદિન વિંદન કર. કંઈક હસીને કુમારે મહાયક્ષને કહ્યું. તે જ્ઞાનીની કૃપાને છોડીને વિશ્વમાં પણ અન્ય કોઈ નથી, કે જેણે મારું શરીર રોગથી રાહત કર્યું હોય. હમણાં હું કુંથુઆનું પણ અહિત મનથી પણ ચિંતવતો નથી. રાગાદિ દોષોથી મુક્ત દેવને અને પાંચ મહાવ્રતોમાં સારી રીતે રહેલા સાધુઓને છોડીને અન્ય કોઈને મારું મસ્તક નમતું નથી. ઈત્યાદિ રાજપુત્રે કહ્યું એટલે પ્રગટેલા કોપથી કષ્ટથી જોઈ શકાય તેવા યક્ષે કહ્યું : અરે દુષ્ટ! જો એમ છે તો તારું જાણ્યું. તેથી ખોટા ધર્મમાં સ્થિર અને કેવલ અસત્ય બોલવામાં તત્પર એવા તારા માહાભ્યરૂપ વૃક્ષને જો હું જલદી ઉખેડું નહિ તો હું દેવ નહિ અને મારાથી સારું કરાયેલું તારું શરીર નહિ. ઇત્યાદિ કહીને યક્ષ ત્યાંથી કયાંક ગયો. સ્થિર સત્ત્વવાળો રાજપુત્ર વ્યાકુળ બન્યા વિના ધર્મ કરે છે. યક્ષ છિદ્રોને જુએ છે અને સેંકડો ભયજનક પ્રસંગો બતાવે છે. કેવલસજ્વરૂપ ધનવાળા અને ધર્મમાં તત્પર રાજપુત્રના છિદ્રોને જોવા કે ગભરાવવા માટે યક્ષ જરા પણ સમર્થ થતો નથી. તેથી તે કુમાર ઉપર વધારે-અધિક દ્વેષને ધારણ કરે છે. કુમારે યક્ષને નિરુત્તર કર્યો. તે નગરની બહાર અમરનિકેત નામના ઉદ્યાનમાં મણિ-સુવર્ણથી નિર્મિત, વિશાળ અને ઊંચું જિનમંદિર છે. ત્યાં કલ્યાણક આદિના દિવસે વિશેષપૂજા કરીને ઘણા પરિવારથી યુક્ત રાજપુત્ર સંધ્યાના સમયે પાછો ફર્યો. માર્ગમાં ધનંજય યક્ષનું મંદિર હતું. રાજપુત્ર તેના ઉપર દૃષ્ટિ પણ કર્યા વિના મંદિરને ઓળંગીને ચાલ્યો. તેટલામાં ગુસ્સે થયેલા ધનંજયયક્ષે દોડીને કુમારના સઘળા ય પરિવારને થંભાવી દીધો, અને મુખમાંથી લોહીની ઊલટી કરાવી. પછી યક્ષે આકાશમાં રહીને કુમારને પડકાર્યો કે, અરે! અસત્યધર્મમાં ગર્વિષ્ઠ બનેલા હે કુમાર! મને પ્રણામ પણ કરતો નથી. (રપ) તે જેની માનતા કરી છે તે પાડા વગેરે આપ. અન્યથા પરિવારસહિત તને જ મારીને ભૂતોના સમુદાયને બલિ આપું છું. ગુસ્સે થયેલા અને યક્ષને ક્યાંય ન જોતા એવા કુમારે યક્ષને કહ્યું: જો આયુષ્ય બલવાન હોય તો કોઈ ન મારે. જો કોઈ પણ રીતે આયુષ્ય તૂટી ગયું હોય તો બીજી રીતે પણ મૃત્યુ થાય. આથી અનંતકાલ પછી
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy