SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [નૃપવિક્રમરાજાની કથા-૨૭૧ તપસ્વી, ક્ષમાશીલ, દાંત, ઇંદ્રિયોને જીતનારા અને સૌમ્ય સુજસ નામના મુનિ તે નગરની બહાર રહ્યા. હૃદયમાં કોઇક પરમ અક્ષરોનું ધ્યાન કરતા તે મુનિ પર્વતની જેમ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. શિકાર માટે નીકળેલા રાજાએ તેમને જોયા. તેથી ક્રોધરૂપ અગ્નિ પ્રગટવાથી મૂઢ એવા તેણે મુનિને હણ્યા. મુનિની છાતીમાં ફેંકેલું બાણ પીઠમાંથી નીકળ્યું. પ્રહારની વેદનાથી થયેલી મૂર્છાના કારણે મુનિની આંખો મીંચાઇ ગઇ. જમીનમાં રહેલા જીવોની હિંસાની શંકાથી વારંવાર મિચ્છા મિ દુક્કડં એ પ્રમાણે બોલતા મુનિ સહસા જમીન ઉપર ઢળી પડ્યાં. ત્યાં રહેલા `વિશિષ્ટ લોકોએ હાહાકાર કર્યો. તેથી ગુસ્સે થયેલા રાજાએ સર્વ લોકને મારવાનું શરૂ કર્યું. રાજા કોઇપણ રીતે લોકને મારવાની પ્રવૃત્તિથી અટક્યો નહિ. (રપ) તેથી રાજાનું આવું ચરિત્ર જોઇને વિરક્ત બનેલા સામંતો અને મંત્રીઓએ રાજાને બાંધીને કાષ્ઠના પાંજરામાં નાખ્યો. પુંડરિક નામના તેના પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો. પાંજરામાંથી બહાર કઢાયેલ પદ્માક્ષ ત્યાં એકલો ભમે છે. પોતાના દુચરિત્રોથી બધા સ્થળે ધિક્કારને પામે છે. આ પોતાના કર્મનું ફલ છે, બીજાનો અપરાધ નથી એમ વિચારતા, બધા સ્થળે સમભાવવાળા તે રાજા વિષે વિશેષથી સમભાવવાળા સુજસ ઉત્તમ મુનિ સિદ્ધોની સમક્ષ દુચ્ચરિત્રની આલોચના કરીને, વ્રતોને ઉચ્ચરીને, સર્વ જીવોને ખમાવીને, સર્વ આહારનો ત્યાગ કરીને, પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને, શુભભાવથી મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનને પામ્યા. પદ્માક્ષ રાજાએ સંસારમાં ભમીને ભયંકર દુઃખો સહન કર્યા. દુ:ખી રાજા થોડી પણ ભિક્ષા કષ્ટથી પામે છે. તો પણ તે સાધુસમુદાય ઉ૫૨ શત્રુતાને છોડતો નથી. હવે કોઇ પણ રીતે તે જ નગરના ઉદ્યાનમાં કાયોત્સર્ગમાં રહેલા સોમનામના ઉત્તમ મુનિને તેણે જોયા. તેથી રોષથી લાલ આંખવાળા તેણે તે મહાનુભાવને પીઠના ભાગમાં લાકડીના ઘાથી મારીને ભૂમિમાં નાખ્યા. પછી તે મુનિ મિચ્છા મિ દુક્કડં એ પ્રમાણે બોલીને ઊભા થઇને ફરી કાયોત્સર્ગમાં રહ્યા. ફરી પણ તેણે મુનિને મારીને પાડ્યા. આ પ્રમાણે વારંવાર વર્તન કરતા અને નિર્દય એવા તે રાજાને મુનિએ ઉપયોગ મૂકીને વિશાળ અવિધજ્ઞાનથી જાણ્યો. આ પ્રવચનશત્રુ છે અને સાધુઓનો વિઘાતક છે એમ જાણ્યું. તેથી ગુસ્સે થયેલા અને મુખમાંથી ધૂમશિખાને વમતા (=બહાર કાઢતા) મુનિએ કહ્યુંઃ અરે દુષ્ટ! સમતામાં જ રસવાળા તે સુજસ મહાત્મા અને બીજા પણ સાધુઓ તારા આવા અપરાધમાં ક્ષમા કરશે, પણ હું ક્ષમા નહિ કરું. તેથી હે અનાર્ય! આજે તું ચોક્કસ નહિ જીવે. ઇત્યાદિ કહીને, સાત-આઠ પગલા પાછા ફરીને, તેોલેશ્યા મૂકીને, મહાપાપી તે રાજાને બાળી નાખ્યો. મરીને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો ઉત્પન્ન થયો. સાધુ ૧. વિસિદ્ગિ શબ્દના સ્થાને વિસિદુ શબ્દ હોવો જોઇએ એવી સંભાવનાથી ‘વિશિષ્ટ' અર્થ કર્યો છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy