SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત-૨૬૧ વીતરાગ છે? એક છે કે અનેક છે? સર્વજ્ઞ છે કે છદ્મસ્થ છે? કર્મસહિત છે કે કર્મરહિત છે? (૫૦) ઇત્યાદિ વિચારણાથી ઇશ્વર વગેરે કોઇ ઘટી શકે તેમ નથી જ. અથવા નામાંતરથી તે જીવ છે. તેથી ધર્મ-અધર્મથી યુક્ત જીવ જ શરીરને કરે છે. તેથી યૌવન જ્યાં સુધીમાં ખતમ ન થઇ જાય ત્યાં સુધીમાં ઇત્યાદિ જે કહ્યું તે પણ સંબંધ વગ૨નું છે. કારણ કે યૌવનનું ફલ રતિસુખ નથી. કારણ કે અજ્ઞાન પણ તિર્યંચો, ચંડાલો અને મ્લેચ્છો વગેરે તેને નિત્ય સેવે છે. વળી બીજું- રતિસુખને સેવતા જીવો નીતિથી યુક્ત હોય તો પણ ધનોપાર્જન વગે૨ે લાખો દુ:ખોથી સદા પીડાયેલા દેખાય છે. તથા જે જીવો ઘણાં લોકવિરુદ્ધ કાર્યો કરે છે અને રતિસુખને અનીતિના માર્ગથી સેવે છે તેમને વધ-બંધ-તાડન આદિમાં જે દુ:ખ થાય છે તેના અંતને પણ કોણ જાણે? વળી જે બ્રહ્મચારીઓ છે તે આ લોકમાં પણ ઘણા બહુમાનથી યુક્ત એવા સર્વલોકોથી પૂજાતા દેખાય છે. વિષયસુખથી વિરામ નહિ પામેલાઓને અધર્મ થાય છે અને વિષયસુખથી વિરામ પામેલાઓને ધર્મ થાય છે. અધર્મથી જીવ કુગતિમાં જાય છે અને ધર્મથી સુગતિમાં જાય છે એ સિદ્ધ થયું. શિવ વગેરે ધર્મોની સર્વજગતમાં પ્રસિદ્ધિ જે વર્ણવી તે પણ ધર્મના વિચારમાં ઉપયોગમાં આવતી નથી. કારણ કે મ્લેચ્છ વગેરેના પણ જીવહિંસા વગેરે પાપકર્મો સર્વલોકમાં ધર્મથી અધિક પ્રસિદ્ધ છે. તથા રત્નોથી પણ પથ્થરના ટુકડા લોકમાં અધિક પ્રસિદ્ધ છે. પથ્થરના ટુકડા વગેરેની પ્રસિદ્ધિમાત્રથી પ્રધાનતા જોવામાં આવી નથી. વળી બીજું- જીવહિંસા વગેરે કારણોથી ઉપાર્જન કરેલું પાપ વિપરીત જીવદયા વગેરે ધર્મથી દૂર થાય છે. વળી– તને સિંધુજલ આદિથી સ્નાન-શૌચ વગેરે જે સંમત છે અને જોડેલું હળ, લોઢું અને પૃથ્વી વગેરે વસ્તુઓનું દાન જે સંમત છે તે કેવળ 'જીવહિંસાના જ પ્રગટ કારણો છે. તેથી સ્નાન-શૌચ આદિથી કેવળ પાપ જ બંધાય છે, પાપ નાશ પામતું નથી. ઘીના ભોજનથી થયેલો અજીર્ણદોષ ઘીના ભોજનથી દૂર ન જ થાય, બલકે બહુ વધે. સ્નાનથી બહારનો મળ પણ બરોબર દૂર થતો નથી, તો અંદરનો મળ કેવી રીતે દૂર થાય? વ્યાસ વગેરે ઋષિઓએ પણ જલસ્તાન આદિને અતાત્ત્વિક કહેલ છે. પાણીથી ભિના શરીરવાળો પુરુષ ‘સ્નાત’(=સ્નાન કરેલો) એ પ્રમાણે કહેવાતો નથી. ‘સ્નાત’ તે કહેવાય છે કે જે દમનથી સ્નાત હોય, અર્થાત્ પાંચ ઇન્દ્રિય અને મન ઉપર જેણે કાબૂ ૧. નેળ લક્ષણસૂચક અવ્યય છે. સ્નાન વગેરે અને હળ આદિનું દાન પાપનું લક્ષણ છે એ સૂચવવા અહીં નેળ શબ્દનો પ્રયોગ કર્યો છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy