SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વના ગુણો-૨૫૭ ગ્રંથકાર, સમ્યકત્વના સભાવમાં જ જ્ઞાનાદિગુણસમૂહનો સદ્ભાવ હોય, સમ્યકત્વના અભાવમાં જ્ઞાનાદિ ગુણસમૂહનો અભાવ હોય, આથી સમ્યકત્વ સર્વગુણોનો આધાર છે, આથી સમ્યત્વના સર્વગુણાધારતારૂ૫ ગુણને કહે છે जह धनाणं पुहई, आधारो नहयलं च ताराणं । तह नीसेसगुणाणं, आहारो होइ सम्मत्तं ॥ १०१॥ જેવી રીતે પૃથ્વી ધાન્યોનો આધાર છે, આકાશતલ તારાઓનો આધાર છે, તેવી રીતે સમ્યકત્વ સર્વગુણોનો આધાર છે. [૧૦૧] હવે સમ્યકત્વના જ સુગતિમાં જવાના કારણરૂપ અન્યગુણને કહે છેसम्मट्ठिी जीवो, गच्छइ नियमा विमाणवासीसु । जइ न विगयसम्मत्तो, अहव न बद्धाउओ पुव्विं ॥ १०२॥ જો સમ્યકત્વ જતું ન રહ્યું હોય, અથવા પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય તો, સમ્યગ્દષ્ટિજીવ નિયમા વૈમાનિક દેવોમાં જાય છે. વિશેષાર્થ- અહીં સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટથી તે જ ભવમાં સિદ્ધ થાય છે. પરિપૂર્ણકાળ વગેરે સામગ્રીનો અભાવ હોવાના કારણે જે સમ્યગ્દષ્ટિ તે જ ભવમાં સિદ્ધ ન થાય તે પણ તિર્યંચ કે મનુષ્ય સમ્યગ્દષ્ટિજીવ નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કમાં જતો ન હોવાથી નિયમા સૌધર્મ આદિ વૈમાનિક દેવોમાં જાય છે. અહીં અતિપ્રસંગના નિરોધને કહે છે (=અતિપ્રસંગને અટકાવે છે)- જો મરણ સમયે સર્વથા મિથ્યાત્વ જવાના કારણે સમ્યકત્વથી રહિત ન બન્યો હોય, આના ઉપલક્ષણથી જો મદિરાસેવન આદિથી મલિન સમ્યકત્વવાળો પણ ન બન્યો હોય, અથવા શ્રેણિક વગેરેની જેમ નિશ્ચલ સમ્યકત્વવાળો હોવા છતાં જો પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય, તો સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક દેવલોકમાં જાય છે. જેણે પૂર્વે સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં આયુષ્ય બાંધી દીધું છે એવો સમ્યગ્દષ્ટિજીવ ચારેય ગતિમાં ઉત્પન્ન થાય છે. માટે અહીં જેણે પૂર્વ આયુષ્ય બાંધી દીધું છે એવા જીવનો નિષેધ કર્યો છે. સમ્યગ્દષ્ટિ દેવ-નારકો પણ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. કારણ કે તેમને દેવગતિનો નિષેધ છે. [૧૦૨] દૃષ્ટાંત કહેવા દ્વારા સમ્યકત્વના જ અન્યગુણને કહે છેअचलियसम्मत्ताणं, सुरावि आणं कुणंति भत्तीए । નદ મમરમગા, દવા નિવવિક્ષમા ૨૦૩ ૧. નિયન એટલે નિયમ વિના, અર્થાત્ અમુક જ ગતિમાં જાય એવો નિયમ નથી.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy