SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨-સમ્યકત્વદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગ્રંથી ભેદ કોણ કરે? પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર અને કેવલજ્ઞાનથી જાણી શકાય તેવો જે રાગ-દ્વેષનો પરિણામ, તે પરિણામસ્વરૂપ ગ્રંથિ છે એમ મુનિઓ અહીં કહે છે. જેવી રીતે વૃક્ષની છાલ આદિથી મારેલી (=બાંધેલી) તેવા પ્રકારની કોઇ ગાંઠ દુઃખે કરીને ભેદી શકાય છે, તેવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક જે રાગ-દ્વેષનો પરિણામ, તે જેને અનંત પણ કાળથી જીવોએ ભેઘો નથી, તે અહીં ગાંઠ છે. [૩] પ્રશ્ન- જે કોઈ જીવો ગાંઠ સુધી આવે છે તે બધાય જીવો ગાંઠને ભેટે છે? ઉત્તર- ના. આ વિષયને ગ્રંથકાર કહે છેउल्लसियगरुयविरिया, धन्ना लहुकम्मुणो महप्पाणो । आसन्नकालभवसिद्धिया, य तं केइ भिंदंति ॥ ९४॥ જેમનો અતિશય વીર્ય ઉલ્લસિત બન્યો છે તેવા, ધન્ય, લઘુકર્મી, મહાત્મા અને આસન્નકાલભવસિદ્ધિક કોઈક જીવો ગ્રંથિને ભેદે છે. વિશેષાર્થ નજીકના કાળમાં જેની મુક્તિ થવાની હોય તે આસન્નકાલભવસિદ્ધિક કહેવાય. [૪] હવે કેવા જીવો ગ્રંથિને ન ભેદે એ વિષયને કહે છેजे उण अभव्वजीवा, अणंतसो गंठिदेसपत्तावि ।। ते अकयगंठिभेया, पुणोऽवि वखंति कम्माइं ॥ ९५॥ અભવ્યજીવો અનંતવાર ગ્રંથિદેશને પામેલા હોવા છતાં ગ્રંથિને ભેદતા જ નથી. અભવ્યજીવો ગ્રંથિનો ભેદ કર્યા વિના પડીને ફરી પણ કર્મોન વધારે છે-લાંબી સ્થિતિવાળાં કરે છે. વિશેષાર્થ– જેમની કોઇપણ રીતે મુક્તિ થવાની જ નથી તે જીવો અભવ્ય છે. અહીં અભવ્યજીવોના ઉપલક્ષણથી દૂરભવ્યો પણ સમજી લેવા. અર્થાત્ દૂરભવ્યજીવો પણ ગ્રંથિદેશને પામેલા હોવા છતાં ગ્રંથિને ભેદતા જ નથી, અને ગ્રંથિનો ભેદ કર્યા વિના પડીને ફરી પણ કર્મોને વધારે છે. [૫] હવે જે જીવો ગ્રંથિને ભેદે છે તેમને સમ્યકત્વની પ્રાપ્તિ કયા ક્રમથી થાય છે એ વિષયને કહે છે तं गिरिवरं व भेत्तुं, अपुव्वकरणुग्गवजधाराए । अंतोमुहुत्तकालं, गंतुं अनियट्टिकरणम्मि ॥१६॥
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy