SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ તપ ધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્કંદમુનિ ચરિત્ર-૨૪૭ સ્કંદક અણગારના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયો કે, હું આ તપકર્મથી આવો કૃશ થઈ ગયો છું, છતાં હજી પણ મારામાં જ્યાં સુધી કોઇપણ (=થોડો પણ) પરાક્રમ છે, અને મારા ધર્માચાર્ય ભગવાન મહાવીર જ્યાં સુધી વિચરે છે, ત્યાં સુધીમાં તેમની અનુજ્ઞા લઈને વિધિથી અનશન કરવું એ મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારણા કરીને પ્રભાતસમયે ભગવાન મહાવીરની પાસે ગયા ત્યારે ભગવાન મહાવીરે કેવલજ્ઞાનથી તેના અધ્યવસાયને જાણીને જાતે જ તેને અનશનની અનુજ્ઞા આપી. આથી હર્ષ પામેલા, સંતોષ પામેલા સ્કંદક અણગાર ભગવાન મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, જાતે જ પાંચ મહાવ્રતોને આરોપે છે. (=ઉચ્ચરે છે.) સાધુઓને અને સાધ્વીઓને ખમાવે છે. સ્થવિર ગીતાર્થ સાધુઓની સાથે ધીમે ધીમે વિપુલ પર્વત ઉપર ચડે છે. મોટી પૃથ્વી શિલાપટ્ટકનું પડિલેહણ કરે છે. શિલાપટ્ટક ઉપર ડાભનો સંથારો પાથરે છે. પછી પર્યકાસને બેસી, પૂર્વદિશામાં મુખ રાખી, મસ્તકે અંજલિ કરીને, આ પ્રમાણે બોલ્યા કે, અરિહંત, ભગવંત, યાવત્ અચળ સ્વરૂપને પામેલાઓને નમસ્કાર થાઓ. અચળ સ્થાનને પામવાની ઇચ્છાવાળા ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવાન મહાવીરને અહીં રહેલો હું વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન મહાવીર અહીં રહેલા મને જુઓ. ભગવાન મહાવીરની પાસે (સાક્ષીએ) સર્વ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાદ, અરતિ, રતિ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, સર્વ અશન, વન, ખાદિમ, સ્વાદિમ એમ ચારેય પ્રકારનો આહારનો જીવનપર્યત ત્યાગ કરું છું. જે આ શરીર અતિશય ઇષ્ટ છે તેનો પણ હું મારા છેલ્લા શ્વાસોચ્છવાસે ત્યાગ કરું છું. ( કરી દઈશ.). આ પ્રમાણે તે સ્કંદક અણગાર અગિયાર અંગો ભણીને, બાર વર્ષ દીક્ષાપર્યાય પાળીને, માસ સુધી પાદપોપગમન અનશન કરીને આલોચના- પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને કાલની અવકાંક્ષા ન કરતા કાલધર્મ પામ્યા. પછી તે સ્થવિર ભગવંતો સ્કંદક અણગારને કાલધર્મને પામેલા જાણી, તેમના પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. પછી તેમનાં વસ્ત્રો અને પાત્રો લઇને જ્યાં ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. ભગવાનને બધો વૃત્તાંત કહે છે. તે વખતે ગૌતમભગવાન મહાવીર ભગવાનને આ પ્રમાણે પૂછ્યું: હે ભગવંત! આપના શિષ્ય સ્કંદક અણગાર કાળ કરીને કયાં ગયા છે? કયાં ઉત્પન્ન થયા છે? ભગવાન મહાવીરે કહ્યું: હે ગૌતમ! મારા શિષ્ય અંદક અણગાર સ્વભાવે નમ્ર, ઉપશાંત, અલ્પક્રોધ-માન-માયા-લોભવાળા, અતિશય નિરભિમાની, આત્મામાં લીન, ભદ્રક અને વિનીત હતા. તે મારી અનુજ્ઞા લઈને, જાતે જ પાંચ મહાવ્રતોનું આરોપણ કરીને, યાવત્ સમાધિથી કાળ કરીને અશ્રુત (બારમા) દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા છે. શ્રીગૌતમ ભગવાને પૂછ્યું: હે ભગવંત! તે સ્કંદક ત્યાંથી અવીને કયાં ઉત્પન્ન થશે?
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy