SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ તપ ધર્મ] ઉપદેશમલા (પુષ્પમાલા) [અંદકમુનિ ચરિત્ર-૨૪૫ અને તે જ પ્રમાણે વર્તે છે. હવે તે સ્કંદક પાંચ સમિતિથી યુક્ત, ત્રણ ગુતિથી ગુપ્ત, બ્રહ્મચારી, કષાયને જીતી લેનારા, જિતેન્દ્રિય, ઉત્સુક્તાથી રહિત, સુશ્રમણપણામાં તત્પર અને આજ્ઞામાં પ્રતિબદ્ધ એવા અણગાર થયા. સ્થાવિરોની પાસે અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. પછી ભગવાન મહાવીરની અનુજ્ઞા લઇને કંઇક મુનિ પહેલી માસિક ભિક્ષુ પ્રતિમાને સ્વીકારે છે. એમાં દરરોજ પાણીની એક અને ભોજનની એક દત્તિ હોય. (એકવખતે પાત્રમાં જેટલું પડે તે એક દત્તિ.) આ પ્રમાણે એક મહિના સુધી પાળે છે. પછી દ્વિમાસિકી યાવત્ સપ્તમાસિકી ભિક્ષુપ્રતિમાને સ્વીકારે છે. તેમાં દ્વિમાસિકી પ્રતિમામાં દરરોજ પાણીની બે અને ભોજનની બે દત્તિ હોય. બે મહિના સુધી પાલન કરે. ત્રિમાસિકી પ્રતિમામાં ત્રણ ચાતુમાર્સિકી પ્રતિમામાં ચાર, પંચમાસિકી પ્રતિમામાં પાંચ, છમાસિકી પ્રતિમામાં છે, સપ્રમાસિકી પ્રતિમામાં સાતદત્તિ દરરોજ પાણી અને ભોજન એ પ્રત્યેકની હોય. દરેક પ્રતિમાનું ક્રમશઃ ત્રણ, ચાર, પાંચ, છ અને સાત માસ સુધી પ્રતિમાનું પાલન કરે. આ પ્રમાણે આ સાત ભિક્ષુપ્રતિમાઓ છે. એ પ્રમાણે આઠમી, નવમી, દશમી, અગિયારમી અને બારમી ભિક્ષુપ્રતિમાને સ્વીકારે છે. આઠમીમાં (સાતદિવસ સુધી) એકાંતરે ચોવિહાર ઉપવાસ કરે. (પારણે આયંબિલ કરે.) ગામ વગેરેની બહાર ચત્તા સૂવે, પડખે સૂવે, કે પલાઠીવાળીને બેસે. તથા દેવ આદિના ઉપસર્ગોને ચલિત બન્યા વિના સહન કરે. નવમી પ્રતિમામાં પણ સાત દિવસ સુધી તે જ તપ કરે. રહેવામાં વિશેષ છે. તે આ પ્રમાણે– ઉત્કટુક આસને (ઢકા જમીનને ન અડે તે રીતે ઉભડક પગે) બેસે, વાંકા લાકડાની જેમ સુવે, અર્થાત્ જમીનને મસ્તક અને પગની એડી અડ તે રીતે સૂવે, અથવા જમીનને માત્ર પીઠ અડે (મસ્તક કે પગ અદ્ધર રહે) તે રીતે સૂવે, અથવા લાકડીની જેમ લાંબા થઈને સૂવે. દશમીમાં પણ સાત દિવસ સુધી તે જ તપ કરે. રહેવામાં વિશેષ છે. તે આ પ્રમાણે ગોદોહિકા આસને બેસે. (પેની અને ઢેકા એક બીજાને અડે અને પગના તળિયાનો આગળનો ભાગ જ જમીનને અડે (પાછળનો ભાગ અદ્ધર રહે) તે રીતે બેસવું એ ગોદોહિકા આસન છે.) અથવા વીરાસને બેસે. (ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે.) અથવા આમ્રફળની જેમ વાંકી રીતે બેસે. અગિયારમીમાં ચોવિહાર છઠ્ઠ તપ કરે. બે હાથ નીચે લટકાવીને ઠુંઠાની જેમ ( કાયોત્સર્ગમુદ્રાએ) ઊભો રહે. ઉપસર્ગ-પરિષદોને સારી રીતે સહન કરે. બારમીમાં (ચોવિહાર અઠ્ઠમ તપ કરે. છેલ્લી રાત્રિમાં બંનેય પગોને સંકોચીને અને બે હાથ લટકતા રાખીને રુક્ષ કોઈ એક પદાર્થ ઉપર નેત્રોને મીંચ્યા વિના સ્થિર દૃષ્ટિ રાખે. કાયાને કંઈક નમાવેલી રાખે. શરીરનાં સર્વ અંગો જેવી સ્થિતિમાં હોય તેવી સ્થિતિમાં રાખે, અર્થાત્ એક પણ અંગને જરાપણ હલાવે નહિ. બધી ઇન્દ્રિયો ઉપર કાબૂ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy