SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્કંદમુનિચરિત્ર-૨૪૩ અનંત છે. ભાવથી અનંતપર્યાય સ્વરૂપ હોવાથી અનંત છે. એ પ્રમાણ જીવ, સિદ્ધિ અને સિદ્ધ વિષે પણ કહેવું. ફક્ત એટલો ફેર છે ક્ષેત્રથી પોતપોતાનું પ્રમાણ કહેવું. હે સ્કંદક! મરણ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–બાલમરણ અને પંડિતમરણ. તેમાં બાલમરણના બાર પ્રકાર છે. તે આ પ્રમાણે- વલમ્મરણ, વશાર્તમરણ, અંતોશલ્યમરણ, તદ્ભવમરણ, ગિરિપતન, તરુપતન, જલપ્રવેશ, અગ્નિપ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રોત્પાટન, વૈહાયસ અને ગૃદ્ધપૃષ્ઠ. (૧) વલમ્મરણ– વળતાનું મરણ તે વલમ્મરણ. સંયમના યોગોથી વળતા=પાછા ફરતા જીવોનું મરણ તે વડન્મરણ. સંયમના યોગોને પાળવા માટે અસમર્થ હોય અને કુલલજ્જા આદિથી વ્રતને મૂકી ન શકે તેવા જીવોનું મરણ તે વડન્મરણ. જેમના વ્રતપરિણામ ભાંગી ગયા છે તેવા વતીઓને આ મરણ હોય. (૨) વશામરણ- આમાં વશ અને આર્ત એમ બે શબ્દો છે. વશ એટલે પરાધીનતા. - આર્ત એટલે દુઃખી. ઇન્દ્રિયોની પરાધીનતાથી દુઃખી જીવોનું મરણ તે વશાર્તમરણ. જેમ કે પતંગિયું દીપકજ્યોતિમાં પડીને મૃત્યુ પામે છે. (૩) અંતોશલ્યમરણ- અતિચારરૂપ શલ્યનો ઉદ્ધાર કર્યા વિના થતું મરણ તે અંતોશલ્ય મરણ. માનકષાય આદિના કારણે જ્ઞાન-દર્શન-ચારિત્રસંબંધી અતિચારોની યોગ્યની પાસે આલોચના કર્યા વિના મૃત્યુ પામનારાઓનું મરણ અંતોશલ્યુમરણ છે. (૪) તદ્ભવમરણ– જીવ જે ભાવમાં હોય તે ભવનું આયુષ્ય બાંધીને મૃત્યુ પામે તે તદ્ભવમરણ. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવોને આ મરણ હોય. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અસંખ્યાત વર્ષવાળા મનુષ્ય-તિર્યંચો, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય-તિર્યંચો, દેવો અને નારકોને તદ્ભવમરણ ન હોય. કારણ કે તે જીવો તે જ ભવનું આયુષ્ય બાંધી શકતા નથી. (૫) ગિરિપતન- પર્વત ઉપરથી ભૂસકો મારીને મરણ પામે તે. (૬) તરુપતન- વૃક્ષ ઉપરની ભૂસકો મારીને મરણ પામે તે. (૭) જલપ્રવેશ- પાણીમાં પડીને મરણ પામે તે. (૮) અગ્નિપ્રવેશ- અગ્નિમાં પડીને મરણ પામે તે. (૯) વિષભક્ષણ- ઝેર ખાઈને મરણ પામે તે. (૧૦) શસ્ત્રોત્યાટન- કરવત વગેરે શસ્ત્રથી કપાઈને મરે તે. (૧૧) વૈહાયસ- વિહાયસ્ એટલે આકાશ. આકાશમાં થયેલું મરણ તે વૈહાયસ મરણ. વૃક્ષશાખા વગેરેની મદદથી ફાંસો ખાઈને મૃત્યુ પામે તે વૈહાયસ મરણ. (ફાંસીથી થતું મરણ પણ વૈહાયસ મરણ છે.) ઉ. ૧૦ ભા.૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy