SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ તપધર્મ]. ઉપદેશમલા (પુષ્પમાલા) [નંદિષેણની કથા-૨૨૯ વિશેષ કહેવાથી શું? તે સર્વ દોષોનું ઘર હતો, બુદ્ધિરહિત હતો. જાણે કે મનુષ્યના વેષમાં શિંગડાથી રહિત પશુ થયો હતો. ભિક્ષા માટે ભમતો તે મગધપુરમાં મામાના ઘરે આવ્યો. ત્યાં મામાના કામોને કરતો તે દિવસો પસાર કરે છે. મામાને સાત પુત્રીઓ હતી. તેમાંથી એક પુત્રી મામાએ તેને આપી= એક પુત્રીના તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. [ક્રમશઃ એક એક પુત્રીને તેની સાથે લગ્ન કરવાનું કહેતાં દરેક પુત્રીએ ના પાડી.] બધી પુત્રીઓએ મરણનો નિશ્ચય કર્યો પણ તેને ઇચ્છતી ન હતી, અર્થાત્ અમે મરી જઇશું પણ તેની સાથે લગ્ન નહિ કરીએ તેમ કહ્યું. તે અતિશય અપ્રિય હતો, એથી બીજી સ્ત્રીઓએ પણ તેને મનથી પણ ઇડ્યો નહિ. તેથી ખેદને પામેલો તે મરવા માટે વૈભારગિરિ ઉપર ચડ્યો. ત્યાં પર્વત ઉપરથી પડતા એવા તેને કોઈ મુનિએ રોક્યો. પછી મુનિની પાસે ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી. દીક્ષામાં તેનું નંદિષેણ નામ કર્યું. અગિયાર અંગો ભણ્યા પછી તે બારેય પ્રકારના તપની આરાધના કરવા લાગ્યા. દેહમાં રાગથી (=મમતાથી) રહિત તે યવમધ્ય, વજમધ્ય, સિંહનિષ્ક્રીડિત, મુક્તાવલી, રત્નાવલી, છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષપણ, અર્ધમાસક્ષપણ વગેરે વિવિધ તપોથી પૂર્વનાં કર્મોની નિર્જરા કરવા લાગ્યા. દશ પ્રકારની વેયાવચ્ચ કરવાનો અભિગ્રહ કર્યો. જઘન્યથી પણ છઠ્ઠ તપ કરવાનો અભિગ્રહ ગ્રહણ કર્યો. 'વાસી-ચંદનતુલ્ય, ઉપસર્ગ-પરિસહોને પણ સહન કરતા, અને અસ્મલિત પરિણામવાળા તે સદાય પોતાની પ્રતિજ્ઞાને પાળે છે. જે સાધુ જે અશનાદિને ઇચ્છે છે તેને તુષ્ટ થયેલા તે મુનિ ગ્લાનિ વિના નકોટિથી પરિશુદ્ધ તે અશનાદિ આપે છે. આ પ્રમાણે તપ કરતા તેમના ઘણા હજારો વર્ષો વીતી ગયા ત્યારે એકવાર ઇંદ્ર સભામાં તેમની વેયાવચ્ચ સંબંધી નિશ્ચલતાની પ્રશંસા કરી. આ સાંભળીને ઘણા દેવો તે મુનિની પાસે ગયા અને ભક્તિથી તેમને પ્રણામ કર્યા. પણ બે દેવોએ તેની શ્રદ્ધા ન કરી. પછી તે બંને સાધુવેષ ધારણ કરીને અહીં આવ્યા. તે બેમાંથી એક વસતિમાં ગયો અને બીજો બહાર રહ્યો. નંદિષણમુનિ ઉનાળામાં મધ્યાહ્ન સમયે છઠ્ઠના પારણે પહેલો કોળિયો હાથમાં લે છે તેવામાં દેવે કહ્યું: જો આ ગણમાં કોઈ મુનિ ગ્લાનની સેવા કરનાર હોય તો અતિશય ગ્લાન અવસ્થામાં વર્તતા તે મુનિની જલદી સેવા કરે. તેથી હાથમાં લીધેલો કોળિયો મૂકીને નંદિષણમુનિ તે મુનિ ક્યાં છે? કયાં છે? કયા ઔષધની ૧. વાસી એટલે કુહાડી. કોઇ કુહાડીથી કાપે, અર્થાત્ દુઃખ આપે, કોઈ ચંદનથી વિલેપન કરે, અર્થાત્ સુખ આપે, આ બંને પ્રકારના જીવો પ્રત્યે સમભાવવાળા. ૨. સ્વયં હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, બીજાઓ જાતે હિંસા કરતા હોય તેની અનુમોદના ન કરે એમ ત્રણ કોટિ થઈ. એ જ રીતે પકાવવું અને ખરીદવું એ બેને આશ્રયીને ત્રણ ત્રણ કોટિ થાય. એમ કુલ નવકોટિ થાય.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy