SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ તપધર્મ]. ઉપદેશમલા (પુષ્પમાલા) [તપનું ફળ-૨૨૭ દેવલોકમાં દેવીઓ ચામરો વીંઝે વગેરે જે સુખો દેવોનો સ્વામી દેવ ભોગવે છે તેને તપરૂપ વૃક્ષનું પુષ્પ જાણ. વિશેષાર્થ– રણકાર કરતી બંગડીઓ જેમના હાથમાં પહેરેલી છે તેવી સુરસુંદરીઓ હાથોથી ચામર સમૂહને વીંઝે ઇત્યાદિ ઉત્તમ વિષયસુખોને પૂર્વજન્મમાં શુદ્ધ તપ કરીને દેવલોકના સ્વામી તરીકે ઉત્પન્ન થયેલા કાર્તિક શ્રેષ્ઠી વગેરે જીવસમૂહ જે ભોગવે છે તેને તપરૂપ વૃક્ષનું પુષ્પ માત્ર જાણ, આનું ફળ તો મુક્તિસુખ જ છે. [૭૩] जं भरहमाइणो चक्किणोऽवि विप्फुरियनिम्मलपयावा । भुंजंति भरहवासं, तं जाण तवप्पभावेण ॥ ७४॥ पायाले सुरलोए, नरलोए वावि नत्थि तं कज्जं । जीवाण जं न सिज्झइ, तवेण विहिणाऽणुचिन्नेण ॥ ७५॥ विसमंपि समं सभयंपि निब्भयं दुजणो य सुयणोव्व । सुचरिततवस्स मुणिणो, जायइ जलणोऽवि जलनिवहो ॥७६ ॥ જેમનો નિર્મલ પ્રતાપ વિસ્તરેલો છે તેવા ભરત વગેરે ચક્રવર્તીઓ પણ ભરતક્ષેત્રને જે ભોગવે છે તે તપના પ્રભાવથી ભોગવે છે તેમ જાણ. [૭૪] પાતાળમાં, દેવલોકમાં કે મનુષ્યલોકમાં તેવું કોઈ કાર્ય નથી કે જે કાર્ય વિધિથી આચરેલા તપથી જીવોને સિદ્ધ ન થાય. [૭૨] તપના પ્રભાવથી વિષમ પણ સમ થઈ જાય છે, ભયભીત જીવ પણ નિર્ભય બની જાય છે, દુર્જન પણ સજ્જન બની જાય છે. જેમણે સારી રીતે તપ આચર્યો છે તેવા મુનિને અગ્નિ પણ જળ બની જાય છે. [૬] - હવે તપની અતિશય મહત્તા અને દુષ્કરતાને જોતા તથા જેમને તપસ્વી સાધુઓ પ્રત્યે અસાધારણ ભક્તિ-બહુમાન ઉત્પન્ન થયા છે એવા ગ્રંથકાર જ તપ કરનારા સાધુઓને પ્રણામ દર્શાવતા કહે છે तवसुसियमंसरुहिरा, अंतोविप्फुरियगरुयमाहप्पा । सलहिजंति सुरेहिवि, जे मुणिणो ताण पणओऽहं ॥ ७७॥ તપથી માંસ અને લોહીને સુકવી નાખનારા તથા જેમના અંતરમાં (તપનો) ઘણો પ્રભાવ વિસ્તર્યો છે એવા જે મુનિઓ દેવોથી પણ પ્રશંસા કરાય છે તે મુનિઓને હું નમેલો છું. વિશેષાર્થ– જે તપ ચિત્તશુદ્ધિ માટે કરવામાં આવે તે જ તપ પ્રશંસા કરવા ઉ. ૧૬ ભા.૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy