SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮- તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રાયશ્ચિત્ત-વિનય સંલીનતા પાંચ પ્રકારની કહી છે. ઇંદ્રિય પ્રતિસંલીનતા એટલે ઇંદ્રિયના વિષયનું સેવન ન કરવું કે પ્રાપ્ત થયેલા વિષયમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને આશ્રયીને કષાયસંલીનતા ચાર પ્રકારની કહી છે. કષાયસંલીનતા એટલે કષાયનો ઉદય ન થવા દેવો, અથવા ઉદયપ્રાપ્ત કષાયને નિષ્ફળ કરવો. મન, વચન અને કાયા એ ત્રણ યોગોને આશ્રયીને યોગસંલીનતા ત્રણ પ્રકારની છે. મનોયોગસંલીનતા એટલે અકુશલ મનનો નિરોધ કરવો, કુશલ મનની પ્રવૃત્તિ કરવી કે મનને એકાગ્ર=સ્થિર કરવું. વચનયોગસંલીનતા એટલે અકુશલ વચનનો નિરોધ કરવો, કુશલવચન બોલવું. કે મૌન રહેવું. કાયયોગસંલીનતા એટલે સારી રીતે સમાધિપૂર્વક પ્રશાંત થઇ હાથ-પગને સંકોચી કાચબાની પેઠે ગુપ્તેન્દ્રિય થઇ (સંયમમાં) લીન રહેવું. વિવિક્તશયનાસન સેવનતા એટલે બગીચાઓ, ઉદ્યાનો, દેવકુલો, સભાઓ, પરબો તથા સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત વસતિઓમાં નિર્દોષ એષણીય પીઠ, ફલક, શય્યા અને સંથારાને પ્રાપ્ત કરીને વિચરવું. અત્યંતર તપ અત્યંતર તપ છ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે– પ્રાયશ્ચિત્ત, વિનય, વેયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. (૧) પ્રાયશ્ચિત્ત–પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે—આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિક. (૨) વિનય– વિનય સાત પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે- જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય અને લોકોપચાર વિનય. (૧) જ્ઞાનવિનય– મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનને આશ્રયીને જ્ઞાનવિનય પાંચ પ્રકારનો કહ્યો છે. (જ્ઞાનની શ્રદ્ધા કરવી, ભક્તિ કરવી, બહુમાન ભાવ રાખવો, જ્ઞાનથી જોયેલા પદાર્થોનું ચિંતન કરવું, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, ભણેલા ગ્રંથોનો અભ્યાસ (=પરિશીલન) કરવો એ જ્ઞાનવિનય છે.) (૨) દર્શનવિનય– દર્શનવિનય બે પ્રકા૨નો છે. તે આ પ્રમાણે– શુશ્રુષાવિનય અને ૧. અત્નીન=થોડા લીન. પત્નીન=વિશેષ લીન.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy