SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬-તપધ”] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશન-ઊણોદરી અર્ધમાસિકભક્ત, માસિકભક્ત, યાવત્ છમાસિકભક્ત. આ પ્રમાણે ઇતરિક તપ છે. યાવથિક તપ કેટલા પ્રકારનો છે? યાવત્કથિક તપ બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે- પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન નિહારિમ અને અનિહારિક એમ બે પ્રકારે કહ્યો છે. અને નિયમો પ્રતિકર્મથી રહિત છે. ભક્તપ્રત્યાખ્યાન નિહારિમ અને અનિહારિમ એમ બે પ્રકારે છે. અને નિયમો પ્રતિકર્મથી સહિત છે. આ પ્રમાણે યાવસ્કથિક તપ કહ્યો. આ પ્રમાણે અનશન તપ કહ્યો. [પાદપોપગમન- પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સમાનતા. જેમાં જીવનપર્યંત વૃક્ષની જેમ નિશ્ચલ રહેવાનું હોય તે પાદપોપગમન. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં સદા રહે છે, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં જીવનપર્યત રહેવાનું હોય છે. અંગોપાંગોને જરા પણ ચલાવી શકાય નહિ. સદા એક પડખે સૂઈને ધ્યાનમાં લીન રહેવાનું હોય છે. ભક્તપ્રત્યાખ્યાન- જીવનપર્યંત ભક્તનું પ્રત્યાખ્યાન કરવું (= ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ) એ ભક્તપ્રત્યાખ્યાન.] નિહારિમ– જે અનશન આશ્રયના એકદેશમાં કરવામાં આવે, જેથી મૃતકને તે આશ્રયમાંથી બહાર કાઢવું પડે તે નિહારિમ. અનિહારિમ– જે અનશન પર્વતની ગુફા વગેરેમાં કરવામાં આવે, જેથી મૃતકને ત્યાંથી બીજા સ્થળે ન લઈ જવું પડે તે અનિહારિમ. પ્રતિકર્મ– ઉઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયા સ્વયં કરી શકે અને બીજાની પાસે પણ કરાવી શકે તે પ્રતિકર્મ (૨) ઊણોદરી- ઊણોદરી તપ દ્રવ્ય ઊણોદરી અને ભાવ ઊણોદરી એમ બે પ્રકારનો કહ્યો છે. દ્રવ્ય ઊણોદરી તપ ઉપકરણ દ્રવ્ય ઊણોદરી અને ભક્તપાન દ્રવ્ય ઊણોદરી એમ બે પ્રકારનો કહ્યો છે. ઉપકરણ દ્રવ્ય ઊણોદરી ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે- એક વસ્ત્ર, એક પાત્ર. જે ઉપકરણો લક્ષણોથી યુક્ત હોવાથી સાધુઓને પ્રિય છે તેવાં જ ઉપકરણોનો ઉપયોગ કરવો. ભક્તપાન ઊણોદરી આ પ્રમાણે- કુકડીના ઇંડા પ્રમાણ આઠ કોળિયા પ્રમાણ આહાર લે તે અલ્પાહારી કહેવાય. બાર કોળિયાનો આહાર કરે તે કંઈક ન્યૂન અર્ધઊણોદરી કહેવાય. સોળ કોળિયાનો આહાર કરે તે દ્વિભાગ પ્રાપ્ત =અર્ધાહારી કહેવાય. ચોવીસ કોળિયાનો આહાર કરે તે અવમ ઊણોદરી કહેવાય. બત્રીસ કોળિયાનો આહાર કરે તે પ્રમાણ પ્રાપ્ત=પ્રમાણસર ભોજન કરનાર કહેવાય.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy