SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮-શીલધર્મ) ઉપદેશમાલા (પુષ્પમાલા) [મણિરથનું ચરિત્ર અવસ્થામાં હમણાં જો તમે દ્વેષ કરશો તો પણ બીજાનું કંઇપણ નહીં બગડે, અને તમે પરલોકને હારી જશો. તેથી તે વીર! સમાધિને કરો. અરિહંત આદિ શરણને અનુસરો. મમતાને છેદી નાખો. સર્વજીવોમાં મૈત્રી કરો. સિદ્ધ વગેરેને સાક્ષી કરીને પોતાના સઘળાં દુષ્કતોની ગહ કરો. સર્વજીવોની પાસે ક્ષમા માગો અને તમે પણ સર્વ જીવોને ક્ષમા આપો. અરિહંત મારા દેવ છે. સુસાધુઓ મારા ગુરુ છે. જિનમત જ મારે પ્રમાણ છે. ભવાંતરમાં પણ આજ દેવ-ગુરુ-ધર્મ મને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે આનું ચિંતન કરો. જીવનપર્યત હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આદિની વિરતિને ત્રિવિધ-ત્રિવિધથી સ્વીકારો. અઢાર પાપસ્થાનોનું સમ્યક્ પ્રતિક્રમણ કરો. સંસારના સ્વરૂપને વિચારો. મનમાં નમસ્કારને અનુસરો. કારણ કે અંતે જેના પ્રાણી પંચનમસ્કારની સાથે જાય છે તે જો મોક્ષમાં ન જાય તો અવશ્ય વૈમાનિક દેવલોકમાં જાય છે. માતા-પિતા, મિત્ર-પુત્ર, પત્ની, સ્વજનવર્ગ આ બધાયનો વિયોગ થાય છે. કેવળ ધર્મ સહાયક થાય છે. આ પ્રમાણે સારી રીતે ભાવના કરીને અને નરકનાં દુઃખોને સમ્યક્ વિચારીને તથા બધા સ્થળે આસક્તિથી રહિત બનીને આ દુઃખને સારી રીતે (=સમભાવથી) સહન કરો. હે મહાયશસ્વી! મનુષ્યભવ અને જિનધર્મ વગેરે સામગ્રી ફરી દુર્લભ છે. તેથી એક ક્ષણ સમતા રાખીને એ સામગ્રીનું ફળ મેળવો. આ પ્રમાણે મદનરેખાએ શીતલ વચનરૂપ અમૃતથી યુગબાહુનો ક્રોધરૂપ અગ્નિ શાંત કરી નાખ્યો. આથી તેણે મસ્તકે અંજલિ કરીને આ બધાનો સ્વીકાર કર્યો. તેથી પ્રત્યેક સમયે વધતા સંવેગરસથી યુક્ત તે ભાવથી ચારિત્રના સ્વીકારપૂર્વક મરીને બ્રહ્મલોકમાં ( પાંચમા દેવલોકમાં) ઉત્પન્ન થયો. હવે બાકીનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે ત્યારે મદનરેખાએ વિચાર્યું. હું રૂપ વગેરે ગુણની સાથે ગર્ભમાં જ મૃત્યુ કેમ ન પામી? જેથી શુદ્ધમનવાળા અને અપરાધથી રહિત પણ આ મહાનુભાવના મરણમાં હું જ નિમિત્ત બની. મારા નિમિત્તે પોતાના બંધુનો વધ કરનારા તે અવશ્ય મારું શીલ પણ ભાંગશે. તેથી હમણાં શીલનું રક્ષણ કરવું એ યુક્ત છે. મદનરેખાને ચંદ્રયશ નામનો પુત્ર છે. તેની સાથે સંકેત કરીને ઉદરમાં ગર્ભને ધારણ કરતી મદનરેખા રાત્રિએ જ નાસી ગઈ. પછી પૂર્વ દિશામાં ક્રમે કરીને એક મોટી અટવીમાં ગઈ. તે રાત પસાર થઈ ગઈ. પછી મધ્યાહ્ન થતાં મૂલ અને ફલ આદિથી પ્રાણનો નિર્વાહ કર્યો. સરોવરમાં પાણી પીને અને સાગારિક પચ્ચકખાણ કરીને શ્રમને દૂર કરવા માટે એક કેળના ઘરમાં સૂઈ ગઈ. આ દરમિયાન જાણે મદનરેખાના દુઃખથી દુઃખી થયેલી પશ્ચિમદિશારૂપી પત્નીથી આકાશરૂપ ઘરના સ્થાનમાંથી ફેંકી દેવાયો હોય તેમ સૂર્યરૂપી પતિ સહસા પશ્ચિમ સમુદ્રમાં પડ્યો. સર્વદિશાઓએ પણ ક્ષણમાં બધી તરફ મુખને અંધકારથી યુક્ત કરી દીધું. ત્યાં વાઘ, ભંડ, સિંહ, અષ્ટાપદ વગેરેના શબ્દોથી ત્રાસ પામતી તે પંચ નમસ્કારનું સ્મરણ કરી રહી છે, તેટલામાં તેણે ત્યાં જ શ્રેષ્ઠ લક્ષણોથી પરિપૂર્ણ પુત્રને જન્મ આપ્યો. તે બાળકને રત્નકંબલથી વીંટાળીને, બાળકના હાથમાં “યુગબાહુ” એવા નામવાળી રત્નવટી નાખીને, વસ્ત્રોને ધોઈને,
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy