SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨- શીલધર્મ] ઉપદેશમલા (પુષ્પમાલા) [શીલનું માહાત્મ સમુદ્ર પણ ખાબોચિયું અને અગ્નિ પણ પાણી થઈ જાય છે ઇત્યાદિ જે કહ્યું તેમાં દૃષ્ટાંત જણાવવા માટે કહે છે सीयादेवसियाणं, विसुद्धवरसीलरयणकलियाणं ।। भुवणच्छरियं चरियं, समए लोएऽवि य पसिद्धं ॥ ६७॥ વિશુદ્ધ અને શ્રેષ્ઠ શીલરૂપ રત્નથી યુક્ત સીતાજીનું અને દેવસિકાનું જગતમાં પણ આશ્ચર્યરૂપ ચરિત્ર શાસ્ત્રમાં અને લોકમાં પણ સમુદ્રને પણ ખાબોચિયાની જેમ તરવા વડે, અગ્નિને પણ જલરૂપ કરવા વડે, દેવોને પણ નોકરી કરવા વડે પ્રસિદ્ધ છે. વિશેષાર્થ– સીતાજીનું ચરિત્ર સિદ્ધાંતમાં અને લોકમાં પ્રસિદ્ધ હોવાથી અહીં વિસ્તારથી લખવામાં આવતું નથી. સ્થાન શૂન્ય ન રહે તે માટે કંઈક કહેવાય છે મહાસતી સીતાજીનું ચરિત્ર અહીં શ્રી રામ-લક્ષ્મણનું અને સીતાજીનું પણ વિસ્તારપૂર્વક ચરિત્ર ત્યાં સુધી કહેવું કે રામચંદ્રજી રાવણને મારીને સીતાને અયોધ્યા નગરીમાં લઈ આવ્યા. ત્યાં વિષયસુખોને અનુભવતા સીતાજીને ગર્ભ રહ્યો. ગર્ભ પછી બે માસ થતાં રામચંદ્રજીએ સીતાજીનો દોહલો પૂર્ણ કરાવ્યો. આ સમયે સીતાજીનું પૂર્વભવમાં બાંધેલું તીવ્રકર્મ ઉદયમાં આવ્યું. તેથી લોકમાં અતિશય પ્રવાદ થયો કે રામે સીતાને ઘરમાં લાવીને સારું ન કર્યું. કારણ કે રાવણે આટલા દિવસ સુધી સીતાને પોતાના ઘરમાં રાખી. તેથી તેનું શીલ અખંડિત કેવી રીતે સંભવે? આ જનવાદ નગરલોકોએ રાજા રામને કહ્યો. જનવાદના ભીરુ રામે પણ લક્ષ્મણજીને બોલાવીને કહ્યું: હે વત્સ! લોકમાં સીતાજીનો આ મોટો અપવાદ ફેલાયો છે. તેથી કુલકલંકને દૂર કરવા માટે સીતાજીનો ત્યાગ કરીએ. તે સાંભળીને જાણે વજથી હણાયા હોય તેવા અને ગુસ્સે થયેલા લક્ષ્મણજીએ કહ્યું: હે બંધુ! આવું બોલનારાઓને આપે કાન પણ કેમ આપ્યો? જો મેરુપર્વત ચલાયમાન થાય, સમુદ્ર સુકાઈ જાય, સકલ દિશા સમૂહ ખસી જાય તો પણ મહાસતીઓમાં શ્રેષ્ઠ સીતાજીનું શીલ ચલિત ન થાય. વિધિએ જે ખલાનું પરદુઃખ માટે જ નિર્માણ કર્યું છે તે ખલ પુરુષોના વચનોથી વિશ્વમાં પણ જે ક્ષણવાર દુઃખી ન થયો હોય તેને કહો. નિમિત્ત વિના જ જેમનો કોપરૂપ અગ્નિ પ્રજવલિત થયો છે તેવા અને કઠોર વચનોને બોલતા દુર્જનોને ઉત્તર એ જ છે કે મૌન કરવું. દુર્જનોને કાન ન હોય તો પણ દોષો પ્રગટ થાય છે. ઘુવડસમૂહ માટે સઘળા ય સૂર્યકિરણો મલિન જ છે. મોટા માણસો પણ આ પ્રમાણે વિચાર્યા વિના કોઇપણ રીતે જેના તેના માટે વચનો બોલે છે તેથી ખરેખર! વિશ્વ દુર્જનરહિત છે? અર્થાત્ નથી. સીતાજીનો ત્યાગ કરવામાં ત્રણે ભુવનમાં આપનો અપવાદ થશે. સીતાજીનો ત્યાગ ન કરવામાં આ નગરીમાં પણ લોક સંશયવાળો રહેશે. ઇત્યાદિ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy