SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કથા-૧૮૭ કરનારી ઊલટી ઘણીવાર કરી. તો પણ રાજા વૈરાગ્ય ન પામ્યો. તેથી રતિસુંદરીએ કહ્યું: મારા શરીરમાંથી નીકળતી આ અશુચિને તું જોતો નથી? મારું શરીર જેવી રીતે રોમછિદ્રોમાંથી અશુચિને છોડે છે તેવી રીતે મુખમાંથી અને નાસિકા આદિમાંથી અશુચિ રસને છોડે છે. તેથી મારા શરીરમાં મનોહર શું છે? પછી રાજાએ કહ્યું: હે સુતનુ! તારાં બીજાં અંગો દૂર રહો! તારી કાનના અંત સુધી ગયેલી, અર્થાત્ લાંબી આંખો પણ જગતને જીતે છે. પછી તેનો આગ્રહ જાણીને બીજા ઉપાયને નહિ જોતી રતિસુંદરીએ ઓરડામાં જઈને લોહશસ્ત્રથી બંને આંખો ખેંચીને રાજાના હાથમાં મૂકી. તેથી આશ્ચર્ય પામેલો તે સહસા તેનાથી વિરક્ત થયો. પછી રતિસુંદરીએ તેના ભાવને જાણીને ગંભીર દેશના કરીને રાજાને પ્રતિબોધ્યો. આથી રાજાએ રતિસુંદરીને બહેનની બુદ્ધિથી ખમાવી. પછી પણ રતિસુંદરી વડે વિશેષથી કહેવાયેલા ધર્મથી તે સમ્યગ્દર્શનને પામ્યો. તેથી તેણે વિશેષથી પરસ્ત્રીનો નિયમ લીધો. મારા નિમિત્તે આ આંધળી થઈ એમ વિચારીને રાજા ઘણો ખેદ કરે છે, વિલાપ કરે છે, અને પોતાની નિંદા કરે છે. તેથી તેના કારણે રતિસુંદરીએ કાઉસ્સગ્ગથી દેવતાની આરાધના કરી. દેવતા આંખોને તે જ પ્રમાણે સારી કરે છે. આથી રાજા હર્ષ પામ્યો. તેના આગ્રહથી રતિસુંદરી પણ કેટલાક દિવસો સુધી તેના ઘરે રહી. પછી ચારિત્રનો સ્વીકાર કર્યો. તામ્રલિમી નગરીમાં ધર્મ નામનો વણિક, શ્રેષ્ઠીની પુત્રી ઋદ્ધિસુંદરીને પરણ્યો. એકવાર તે સમુદ્રમાં પત્નીની સાથે વહાણમાં ચડ્યો. વહાણ ટુકડે ટુકડે થઈને ભાંગી ગયું. પછી કોઈ પણ રીતે ભાગ્યથી એક પાટિયાને વળગીને બંને જણા કાંઠે આવ્યા. ત્યાં ધજા ઊભી કરી. તે બંને ત્યાં રહેલા છે તેટલામાં વહાણથી બીજો વણિક આવ્યો. બંનેને વહાણમાં બેસાડીને કેટલેક દૂર ગયો ત્યારે તે વણિક ઋદ્ધિસુંદરીના લાવણ્યમાં આસક્ત બન્યો. હવે રાતે વહાણના કિનારે રહેલા તેના પતિને વણિકે સમુદ્રમાં નાંખી દીધો. પછી આસક્ત તેણે ઋદ્ધિસુંદરી પાસે ભોગની પ્રાર્થના કરી. (૨૫) તેથી ઋદ્ધિસુંદરીએ તેને કહ્યું: આ પ્રમાણે ન બોલ. કેમ કે અહીં તારા પણ ઋદ્ધિ, રૂપ, દેહ અને યૌવન અનિત્ય છે. વળી બીજું ઇંદ્રિયગણને વશમાં ન રાખનાર એકલો પણ પુરુષ સર્વસ્ત્રીઓથી તૃપ્ત થતો નથી. એકલી સ્ત્રી સર્વ પુરુષોથી તૃપ્ત થતી નથી. જેવી રીતે ઘાસ અને કાષ્ઠોથી અગ્નિ અને હજારો નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી, તેવી રીતે સઘળાય વિષયસુખોથી જીવ પણ તૃપ્ત થતો નથી. આ પ્રમાણે કહેવાયેલા તેણે કહ્યું: હે સુતનુ! તો પણ તને છોડવા માટે હું સમર્થ નથી. કારણ કે તારા માટે જ મેં ધર્મને મારી નાખ્યો છે. તેના આગ્રહને જાણીને ઋદ્ધિસુંદરીએ થોડા સમય સુધી મારે અબ્રહ્મનો નિયમ છે એમ નિયમ કહીને કાલપ્રક્ષેપ કર્યો. પછી આગળ જતાં તે વહાણ પણ ભાંગી ગયું. પછી ઋદ્ધિસુંદરી એક પાટિયાને પ્રાપ્ત ૧. સુતનું એટલે સારા શરીરવાળી.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy