SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શીલધર્મ]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [શીલનું માહાસ્ય-૧૮૫ શીલ સહેલાઇથી ધારણ કરી શકાય છે. તેથી આ પ્રમાણે શીલના માહાભ્યનું વર્ણન શા માટે કરવામાં આવે છે એવી આશંકા ન કરવી. કારણ કે जे सयलपुहइभारं, वहति विसहंति पहरणुप्पीलं । नणु सीलभरुव्वहणे, तेऽविहु सीयंति कसरुव्व ॥ ६३॥ જેઓ સઘળી પૃથ્વીના ભારને ધારણ કરે છે અને શસ્ત્રસમૂહને સહન કરે છે, તેઓ પણ શીલના ભારને વહન કરવામાં કોમળ બળદની જેમ થાકી જાય છે. વિશેષાર્થ– આ વિષે રામ અને રાવણ વગેરેનાં દૃષ્ટાંતો વિચારવાં. [૬૩] હવે દૃષ્ટાંતને બતાવતા ગ્રંથકાર શીલરક્ષણના ઉપદેશને કહે છેरइरिद्धिबुद्धिगुणसुंदरीण, तह सीलरक्खणपयत्तं ।। सोऊण विम्हयकरं, को मइलइ सीलवररयणं? ॥ ६४॥ રતિસુંદરી, ઋદ્ધિસુંદરી, બુદ્ધિસુંદરી અને ગુણસુંદરીના શીલરક્ષણના આશ્ચર્યને કરનારા તેવા પ્રકારના પ્રયત્નને સાંભળીને શીલરૂપ શ્રેષ્ઠરત્નને કોણ મલિન કરે? વિશેષાર્થ– શ્રેષ્ઠરત્નની જેમ શીલ પરમ શોભાનું કારણ હોવાથી અહીં શીલને શ્રેષ્ઠરત્નની ઉપમા આપી છે. રતિસુંદરી વગેરે કોણ છે? એમનો શીલરક્ષણનો પ્રયત્ન કેવો છે? એ પ્રશ્નનો ઉત્તર કહેવાય છે– ચાર સુંદરીઓની કથા સાકેત નામનું નગર છે. ત્યાં રાજાના 'કરથી તરુણીઓના દૃઢ સ્તનરૂપ પીઠને છોડીને અન્ય દબાવાતો ન હતો. ત્યાં ઇદ્રના જેવો દાનરૂપ પાણીથી હર્ષ કરનારો જિતશત્રુ નામનો રાજા છે. તેની રતિના જેવી રૂપાળી રતિસુંદરી નામની પુત્રી છે. ત્યાં જ ઋદ્ધિસુંદરી નામની શ્રેષ્ઠિપુત્રી રહે છે. ત્યાં જ મંત્રીની બુદ્ધિસુંદરી નામની ઉત્તમ પુત્રી છે. ત્યાં બીજી ગુણસુંદરી નામની પુરોહિતની પુત્રી રહે છે. ચારેય અનુપમ રૂપવાળી અને સુશ્રાવિકાઓ છે. પછી નંદનપુરનો રાજા માગણી કરીને રાજપુત્રીને પરણ્યો. તેના સૌભાગ્ય આદિની વાત દશ દિશાઓમાં ફેલાણી. તે સાંભળીને અનુરાગથી મૂઢ હૃદયવાળા હસ્તિનાપુરના રાજાએ દૂતના મુખદ્વારા રતિસુંદરીના પતિ પાસે રતિસુંદરીની માગણી કરાવી. રતિસુંદરીના પતિએ કહ્યું- હે લોકો! જુઓ, બીજાઓને જે વિચારવું પણ યોગ્ય ૧. આ શ્લોક ચર્થક છે. એક અર્થમાં કર એટલે હાથ. બીજા અર્થમાં કર એટલે રાજ્યનો કર. પીઢ ધાતુનો એક અર્થમાં પીડવું એટલે દબાવવું. બીજા અર્થમાં પીડવું એટલે દુઃખી કરવું, અર્થાત્ રાજાના રાજયકરથી કોઈ દુઃખી થતો ન હતો.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy