SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨-ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનસારની કથા ઋદ્ધિ સ્વપુણ્યથી વધે છે. બીજો દાન ન આપતો હોવા છતાં દરરોજ ઋદ્ધિથી મૂકાય છે. તેથી ઈર્ષ્યાથી ઘેરાયેલા નાના ભાઈએ રાજાને ખોટી ચાડી-ચુગલી કરીને મોટા ભાઇનું બધું ધન ખેંચાવી લીધું. મોટાભાઈ તે જ વૈરાગ્યથી સાધુઓની પાસે દીક્ષા લઈને સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયા. લોકોથી નિંદાતો નાનો ભાઈ પણ અનેક પ્રકારે અજ્ઞાન તપ કરીને મરીને અસુરદેવોમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને અહીં આ તું થયો છે. મોટો ભાઈ સૌધર્મ દેવલોકથી ચ્યવીને તામ્રલિપી નગરીમાં શ્રીમંત વણિકનો પુત્ર થયો. હમણાં તે જિનદર્શનમાં ચારિત્રનો સ્વીકાર કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિચરે છે, અને તે હું જ છું. ત્યારે દાન ઉપર દ્વેષ ધારણ કરતાં તે જે અંતરાયકર્મ ઉપાર્જન કર્યું તેના વિપાકથી કૃપણતા થઈ. તથા તારા વડે ચાડી-ચુગલીથી મોટા ભાઇની ઋદ્ધિ જે ગ્રહણ કરાવાઈ તેના વિપાકથી હમણાં એકસાથે તારું ધન નાશ પામ્યું. તે સાંભળીને સંવેગ પામેલા તેણે ગદ્ગદ્ વાણીથી કેવલીને કહ્યું: ભગવંત! જો એમ છે તો આજથી મારે આ નિયમ છે કે, જે ધન ઉપાર્જન કરીશ, તેનો ચોથો ભાગ રાખીને બાકીનું બધું ય ધન જીવનપર્યત ધર્મકાર્યમાં આપીશ. વળી બીજું, અનાભોગ વગેરેને છોડીને જાણતાં મારે જીવનપર્યંત કોઇપણ રીતે બીજાનો દોષ ગ્રહણ ન કરવો. બીજો પણ સમ્યકત્વમૂલ શ્રાવકધર્મ તેણે સ્વીકાર્યો. કેવલીની પાસે જન્માંતરના અપરાધની અતિશય ક્ષમાપના કરી. પછી કેવલીએ બીજે વિહાર કર્યો. ધનસારને ગયેલા ધનની ફરી પ્રાપ્તિ. શેઠ પણ તે સ્થાનથી પરિભ્રમણ કરતો તામ્રલિપી નગરીમાં આવ્યો. ત્યાં વેપાર કરે છે. સુશ્રાવકપણામાં ઉદ્યમવાળો તે જે ધન મેળવે છે તેના ત્રણ ભાગથી અધિક ધન ધર્મમાં આપે છે. (૫૦) અષ્ટમી આદિ પર્વ દિવસોમાં શૂન્યઘર આદિમાં પ્રતિમા (=અનુષ્ઠાન વિશેષ) કરે છે. જિનપૂજા આદિમાં તત્પર તેણે ત્યાં કેટલાક દિવસો પસાર કર્યા. હવે એકવાર કોઈક મોટું ઘર વ્યંતરના દોષથી વસતિથી રહિત થઈ ગયું. તે શેઠ ત્યાં કોઈપણ રીતે પ્રતિમા ધારણ કરીને રહે છે. ગુસ્સે થયેલો તે દેવ શેઠને સર્પના રૂપથી ડેસે છે. ભયજનક ઘણા રૂપોથી વારંવાર બીવડાવે છે. શરીરમાં ઘણી તીવ્ર વેદનાઓ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે સૂર્યોદય સુધી તેણે ઉપસર્ગો કર્યા. હજી પણ તેના નહિ ભેદાયેલી કાંતિવાળા અને ઉપશમરૂપ તેજથી શોભેલા મુખને અને મેરુપર્વત સમાન મનને જોઈને દેવે કહ્યું: હે મહાયશસ્વી! ગૃહસ્થ હોવા છતાં જેને આ પ્રમાણે અંદર અને બહાર વિકાર નથી તે તું ધન્ય છે. પુણ્યશાલી એવા તારી માતા પણ ધન્ય છે. તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. વરદાન માગ. આ પ્રમાણે દેવ વારંવાર કહેતો હોવા છતાં તે ઉત્તર આપતો નથી. તેથી દેવે કહ્યું: હે મહાનુભાવ! જો કે તું નિઃસ્પૃહ છે. તો પણ મારા વચનથી મથુરાનગરીમાં જા. ત્યાં પૂર્વે જેટલું તારું
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy