SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપખંભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [દાન ન કરવાથી થતાં દોષો-૧૭૯ વ્યવસાયનું ફળ વૈભવ છે. વૈભવનું ફળ સુપાત્રમાં દાન છે. સુપાત્રદાનના અભાવમાં વ્યવસાય અને વૈભવ દુર્ગતિનું કારણ છે. [૫૬] વળી બીજું– पायं अदिन्नपुव्वं, दाणं, सुरतिरियनारयभवेसु । मणुयत्तेऽवि न दिजा, जइ तं तो तंपि नणु विहलं ॥५७॥ દેવ, તિર્યંચ અને નારકના ભાવોમાં પૂર્વે પ્રાયઃ દાન આપ્યું નથી. હવે જો મનુષ્યભવમાં પણ દાન ન આપે તો મનુષ્યભવ પણ નિષ્ફલ થાય. વિશેષાર્થ- અભ્યાહત વગેરે દોષોનો સંભવ હોવાથી દેવોનું દાન સાધુઓને કહ્યું જ નહિ. તિર્યંચોને તેવા પ્રકારની બુદ્ધિ વગેરે દાનસામગ્રી જ ન સંભવે. નારકોને તો સાધુ વગેરેના દર્શન જ ન થાય. આથી આ ત્રણ ભવોમાં દાન ક્યાંથી હોય? તિર્યંચોને વૈતરણીવાનર વગેરેની જેમ અને દેવોને ત્યાં જ કહેવાતી યુક્તિઓથી ક્યાંક ક્યારેક કેટલુંક દાન હોઇ શકે, તેથી અહીં પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે ત્રણ ભવોમાં પ્રાયઃ દાન થઈ શકતું ન હોવાથી દાન માટે મનુષ્યભવ જ બાકી રહે છે. દાનની પૂર્ણ સામગ્રી મનુષ્યભવમાં જ હોય છે. જો મનુષ્યભવમાં પણ કૃપણતા આદિ અશુભભાવોનું આલંબન લઈને કોઈ દાન ન કરે તો મળેલો પણ અતિદુર્લભ મનુષ્યભવ નિષ્ફળ જ ગયો. [૫૭] તથાउन्नयविहवोऽवि कुलुग्गओऽवि .समलंकिओवि रूवीऽवि । पुरुसो न सोहइ च्चिय, दाणेण विणा गइंदोव्व ॥ ५८॥ જેવી રીતે ગજંદ્ર દાન વિના શોભતો નથી તેવી રીતે ઘણા વૈભવવાળો, સુકુલમાં ઉત્પન્ન થયેલો, અલંકારો વગેરેથી સારી રીતે વિભૂષિત, અને રૂપાળો પણ પુરુષ ધન આદિના દાન વિના શોભતો જ નથી. વિશેષાર્થ– ગજેંદ્રના પક્ષમાં દાન એટલે મદ. [૫૮] દાન નહિ આપનારાઓને થતા દોષોને બતાવનારા દૃષ્ટાંતને બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે लद्धोऽवि गरुयविहवो, सुपत्तखित्तेसु जेहिं न निहित्तो । ते महुराउरिवणिउव्व भायणं हुंति सोअस्स ॥ ५९॥ જેઓ ઘણો વૈભવ મળવા છતાં વૈભવને સુપાત્રરૂપ ક્ષેત્રમાં આપતા નથી, તેઓ મથુરાપુરીના વણિકની જેમ શોકના ભાજન થાય છે. ઉ. ૧૩ ભા.૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy