SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦-ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) | [બે નોકરોનું દૃષ્ટાંત મુનિ આવે તો હું તેમને આ આપું. કારણ કે શેઠના ઘરમાં કામ કરીને મેં આ મેળવ્યું છે. પોતાની ભુજાથી મેળવેલું આ આપતા એવા મને ફળ થાય, અર્થાત્ મને ફળની પ્રાપ્તિ થશે. બિમારી, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ કારણથી જેમણે ઉપવાસ કર્યો ન હતો, તે મુનિ દિવ્યયોગથી ત્યાં આવ્યા. તેથી નોકરે વિચાર્યું જો, રંકમાત્ર હું ક્યાં? આવા મુનિ કયાં? ચાયથી મેળવેલું દ્રવ્ય કેવી રીતે હોય? તેથી ચોક્કસ મને પણ જન્માંતરમાં કોઈપણ સંપત્તિ થશે. અન્યથા મને આવી સઘળી સામગ્રી કેવી રીતે મળે? આ પ્રમાણે હર્ષ પામેલા તેણે તે સાધુઓને તે બધું આપી દીધું. આ જોઈને ખુશ થયેલ શેઠ તેને બીજું ભોજન પીરસે છે. નોકર તે ભોજનને ઇચ્છતો નથી અને કહે છે કે- આજે મારે ઉપવાસ છે. જો એમ છે તો તે પહેલાં ભોજન કેમ લીધું? (રપ) શ્રાવકે આ પ્રમાણે પૂછ્યું એટલે એણે કહ્યું: હે પિતાજી! સ્વભુજાથી મેળવેલું આ ભોજન હું શા માટે છોડું? તેથી ખુશ થયેલ શેઠ તે બે ઉપર સદા વાત્સલ્ય કરે છે. અમરસેન-વરસેન ઉપર સાવકી માતાએ ખોટું આળ મૂક્યું આ તરફ કલિંગદેશાધિપતિ શૂરસેન નામનો રાજા છે. તેનું પોતાના ભાગનું રાજ્ય કોઇએ હરી લીધું. આથી તે કુરુદેશમાં ગજપુરનગરના રાજાની સેવા કરે છે. ત્યાં તેને અતિશય મોટાં ચાર ગામો મળ્યા. ત્યાં સુકર નામના ગામમાં રહેતા તેના ઘરે વિજયાદેવી રાણીની કુક્ષિમાં સાધુને દાન આપનાર તે નોકર મરીને ઉત્પન્ન થયો. રાજાનો તે પ્રથમ પુત્ર હતો. ક્રમે કરીને બીજો પુત્ર થયો. મોટાનું અમરસેન અને નાનાનું વરસેન નામ રાખ્યું. પૂર્વભવમાં કરેલા ધર્મના પ્રભાવથી તેમનો રૂપ અને વિનય વગેરે ગુણસમૂહ અને દેહ પણ થોડા દિવસોમાં વૃદ્ધિ પામ્યો. સઘળી કળાઓને મેળવીને તે બંને યૌવનને અભિમુખ થયા. વિનયગુણથી સઘળો લોક તેમનો અનુરાગી થયો. ઘણા સમૂહથી (=ઘણા ભેગા થઈને) ક્રીડા કરે છે. વૈભવથી આમ તેમ ફરે છે. તેથી શોક્યમાતા ઈર્ષાના કારણે તેમના પ્રત્યે દ્વેષવાળી થઈ. તેથી સેવા માટે ગયેલો પતિ આવ્યો ત્યારે કપટથી ખોટો ગુસ્સો કરીને કોપઘરમાં પ્રવેશીને રહી. તે રાણી રાજાને અતિશય પ્રિય હતી. તેથી રાજાએ ઘણા આદરથી તેને ક્રોધનું કારણ પૂછ્યું. તેણે કષ્ટથી કોઈપણ રીતે કહ્યું: જે દિવસથી તમે પરદેશ ગયા તે દિવસથી જ તમારા પુત્રોએ કામક્રીડા માટે મને ઘણી હેરાન કરી છે. સ્વદૃઢતાથી મેં કોઈપણ રીતે આટલા દિવસો પસાર કર્યા. તેથી હમણાં તમારા કુળમાં જે યોગ્ય હોય તે કરો. આ પ્રમાણે સ્વકપટથી તેણે રાજાને એટલો બધો ગુસ્સે કર્યો કે જેથી રાજાએ ત્યારે ગામના ચંડાળને બોલાવીને કહ્યું: કુમારો ગામના સીમાડે અશ્વોને ખેલાવી રહ્યા છે. પોતાના ચંડાળો સાથે ત્યાં ૧. નડિવવત્ત ચાય+૩વૃત્ત . ૨. થ(સ્થિત)= રહેલું.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy