SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવીરપ્રભુનાં વિશેષણો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મંગલાચરણ-૩ અકલંક– અકલંક એટલે વ્રતભંગ વગેરે સર્વ કલંકથી રહિત. મુક્તિમાં શરી૨ રહિત હોવા છતાં મુક્તિ પામે એ પહેલાં મનુષ્યભવમાં જેમનાં દૃષ્ટાંતો હવે કહેવાશે તે આર્દ્રકુમાર અને નંદિષણ આદિની જેમ કલંક સહિત પણ હોય. શ્રીવીરવિભુ આવા નથી એ જણાવવા માટે શ્રીવીરનું ‘અકલંક' એવું વિશેષણ મૂક્યું છે. વીરવિભુ મુક્તિની પૂર્વે પણ અનંતર મનુષ્યભવમાં આંશિકપણ લોકાપવાદથી દૂષિત થયા ન હતા. અસંગ– અસંગ એટલે બાહ્ય-અત્યંતર સર્વ પરિગ્રહસમૂહથી રહિત. કોઈક જીવ કલંક રહિત હોવા છતાં પરિગ્રહ સહિત હોઈ શકે છે. વીરવિભુ આવા નથી એ જણાવવા શ્રીવીરનું ‘અસંગ’ એવું વિશેષણ મૂક્યું છે. અક્ષય– અક્ષય એટલે જેનો મુક્તિપર્યાય ક્યારેય નાશ પામવાનો નથી તેવા, અર્થાત્ ફરી ક્યારેય સંસારમાં પાછા ન આવે તેવા. બૌદ્ધો પોતાના ઈશ્વરને મુક્તિ પામવા છતાં તીર્થ પરાભવ આદિ કારણથી ફરી પણ સંસારમાં પાછા આવે તેવા માને છે. આ વિષે તેમનું વચન આ પ્રમાણે છે “ધર્મતીર્થને કરનારા જ્ઞાનીઓ મુક્તિમાં જઈને તીર્થ વિનાશના કારણે (= તીર્થ વિનાશને રોકવા માટે) ફરી પૃથ્વી ઉપર પાછા ફરે છે.” તેથી ‘અક્ષય’ એવા વિશેષણથી મુક્તિમાંથી પાછા આવવાનો નિષેધ કર્યો છે એમ જાણવું. વીર– વી૨ એટલે અકરણવીર્યથી અનંતવીર્યવાળા. મુક્તિમાં રહેલો જીવ સ્થિતિ વગેરે (= યોગની સ્થિરતા અને જોવું-જાણવું વગેરે) ક્રિયા કરે છે. મુક્તિમાં આત્મા સર્વથા પ્રયત્ન રહિત હોય તો કેવળજ્ઞાન-કેવલદર્શનના વ્યાપાર માટે (= ઉપયોગ માટે) સ્થિતિ વગેરે ક્રિયા ન ઘટી શકે. “નવ આત્મગુણોનો અત્યંત અભાવ એ મુક્તિ છે.’” એવું વચન હોવાથી મુક્તિમાં કાયમ રહેનાર પણ જીવમાં પ્રયત્ન અને જ્ઞાન ન હોય એમ કેટલાકો માને છે. એનો નિષેધ કરવા એટલે કે મુક્તિ પામેલા જીવમાં પ્રયત્ન અને જ્ઞાન હોય એ જણાવવા માટે અહીં ‘વીર’ એવું પદ મૂક્યું છે. ધીર– ધીર એટલે પરિષહોથી ક્ષોભ ન પામે તેવી ધીરતાવાળા. અથવા ધી અને ૨ એ બે અક્ષરોના જુદા જુદા અર્થથી પણ ધીર શબ્દનો અર્થ કરી શકાય. તે આ પ્રમાણે- ધી એટલે જ્ઞાન. ૨ એટલે શોભનાર. જે જ્ઞાનથી શોભે તે ધીર. અહીં જ્ઞાન એટલે સકલ આવરણરૂપ કલંકથી રહિત એવી સર્વ વસ્તુઓને જાણવાની શક્તિ. વીર આવા જ્ઞાનથી શોભે છે માટે ‘ધીર’ છે. જો મુક્તિમાં સર્વથા જ્ઞાનનો અભાવ હોય તો મુક્તિની પ્રાપ્તિ સંકટની પ્રાપ્તિ જ થાય. જો સંસાર અવસ્થામાં થનારા જ્ઞાનમાત્રનો પણ મુક્તિમાં અભાવ થાય તો આત્મા જડકાષ્ઠ આદિ ૧. મન, વચન, કાયાની સહાયથી પ્રવર્તતું વીર્ય કરણવીર્ય છે. મન-વચન-કાયા વિના પ્રવર્તતું વીર્ય અકરણવીર્ય છે. સંસારી જીવોને ક૨ણવીર્ય હોય છે. મુક્ત જીવોને અકરણવીર્ય હોય છે. ૨. બુદ્ધિ-સુલ-દુ:લ-ફચ્છા-દ્વેષ-પ્રયત્ન-ધર્મ-અધર્મ-સંસ્છારૂપાળાંનવાનાં વિશેષ મુળનામત્યન્તોછેતે 7 મોક્ષ કૃતિ वैशेषिकमतम् ॥ ઉ. ૨ ભા. ૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy