SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર ભય પામી. આણે મારું સઘળું ચરિત્ર જોયું છે એમ વિલખી બની. (૭૫) આ કોણ છે એ જણાતું નથી એમ કંપવા લાગી. આ પ્રમાણે મિશ્રરસને અનુભવતી તે ક્ષણવાર તે પ્રમાણે જ રહી. કુમાર પણ સાગરચંદ્ર એ પ્રમાણે નામ સાંભળવાથી હર્ષ પામ્યો. અજ્ઞાતયુવતિના શરીરનો સ્પર્શ કરવાથી હૃદયમાં શંકાવાળો થયો. ઉચિત સ્થાનમાં રહીને બાળાને હે સુતનુ! તું કોણ છે? આ શા કારણે આરંભ્ય? ઇત્યાદિ પૂછે છે. તેટલામાં હમણાં જ કરેલા યુદ્ધથી થયેલા પરસેવાથી ભિના શરીરવાળો એક વિદ્યાધર આકાશમાંથી ઉતરીને જલદી ત્યાં આવ્યો. પછી ત્યાં જેનો ફાંસો છેદાયેલો છે અને જેનું મુખ નીચું રહેલું છે તેવી બાળાને જોઈને તથા ધર્મથી યુક્ત અને જાણે રૂપધર કામદેવ હોય તેવા સાગરચંદ્રને જોઈને તે વિસ્મય પામ્યો. તેણે વિચાર્યું. આ સામાન્ય પુરુષ નથી. તેથી મારે આ જ પહેલાં બોલાવવાને યોગ્ય છે. પછી બે હાથ જોડીને વિનયથી વિદ્યાધરે કુમારને પૂછયું: તમારી પાસે ઘણું પૂછવા જેવું છે. પણ અહીં આ શો વૃત્તાંત થયો તે તમે જાણતા હો તો કહો. તેથી કુમારે તેને જેવી હકીકત હતી તેવી બધીય કહી. તેથી વિદ્યાધરે કહ્યું: જો એમ છે તો તે મહાયશ! તમારાથી બીજો કોઈ મારો પરમોપકારી વિશ્વમાં પણ નથી. કારણ કે આ મર્યે છતે મારો સઘળો ય પ્રયત્ન નિષ્ફળ થાય. એના માતા-પિતા પ્રાણનો પણ ત્યાગ કરે. પછી કુમારે કહ્યું: હે મહાયશ! જો મને પણ બાલાનું અહીં આગમન વગેરે સંબંધ કહેવા યોગ્ય હોય તો કહે. તેથી વિદ્યાધરે કહ્યું: શું જગતમાં જીવન આપનારાઓને પણ ન કહેવા યોગ્ય હોય? તેથી એકાગ્ર ચિત્તવાળો થઇને સાંભળ. હમણાં તમે જ્યાં રહ્યા છો એ અમરદ્વીપ છે. એમાં વિશ્વપ્રસિદ્ધ અમરપુર નામનું નગર છે. ભુવનભાનુ નામનો મહાપ્રતાપી રાજા તેનું પાલન કરે છે. તેની ચંદ્રવદના નામની રતિ જેવી ઉત્તમ પત્ની છે. તેમને કનકમાલા નામની પુત્રી ઉત્પન્ન થઈ. તેની રૂપલક્ષ્મીને જોઇને ઉત્તમ દેવો પણ જલદી મનુષ્યભવને ઇચ્છે છે. આ તરફ કોઈક શ્રીમલયપુર રાજાનો જેનું નામ પ્રાતઃસ્મરણીય છે અને જે ગુણોનો આવાસ છે તેવો સાગરચંદ્ર પુત્ર સંભળાય છે. તેના પૃથ્વીતલમાં બધેય નિરંકુશપણે ફરતા ગુણો તેણીના હૃદયમાં કામદેવના તીક્ષ્ણ બાણની જેમ પ્રવેશ્યા. સાગરચંદ્રને મૂકીને અન્ય સંબંધી પત્ની શબ્દને હું ધારણ નહિ કરું એવી પ્રતિજ્ઞાને તે ધારણ કરે છે. અને તેનું જ ધ્યાન કરે છે. માતા-પિતા પણ તેને અને પોતાના મુખ્ય પુરુષોને શ્રી અમૃતચંદ્રરાજાની પાસે મોકલી રહ્યા છે તેટલામાં પરિભ્રમણ કરતો સુસણ નામનો વિદ્યાધર ત્યાં આવ્યો. લાવણ્ય અને રૂપથી અતિશય મુગ્ધ બનેલા તેણે તેનું અપહરણ કર્યું. તે બાળાનો અમિતતેજ નામનો વિદ્યાધર રાજા મામો છે. હરણ કરાતી બાલાને મામાએ આ પ્રદેશમાં જોઈ. તેથી કરુણ વિલાપ કરતી તેને સુસણ પાસેથી બળથી ઝૂંટવીને આ પ્રદેશમાં મૂકી. પછી મામાએ સુસણની સાથે યુદ્ધ કર્યું. અમિતતેજ વિદ્યાધર વડે યુદ્ધમાં હમણાં તે મારી નંખાયો. તે આ કનકમાલા
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy