SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪-શાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [જ્ઞાનના ગુણો વિશેષાર્થ- અહીં છઠ્ઠ આદિના ઉપલક્ષણથી પંદર ઉપવાસ અને માસખમણ વગેરે તપ પણ સમજવો. શુદ્ધિ એટલે કર્મરૂપમલનું દૂર થવું. અબહુશ્રુત એટલે અગીતાર્થ. બહુશ્રુત એટલે ગીતાર્થ. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ વગેરેના સ્વરૂપને સારી રીતે નહિ જાણતો અને સ્વાગ્રહથી વ્યાપ્ત ચિત્તવૃત્તિવાળો અગીતાર્થ અનુચિતપણે તેવું કંઈપણ વિચારે છે, બોલે છે કે કરે છે કે જેથી ભૂખ વગેરે કષ્ટને સહન કરતો હોવા છતાં આ લોકમાં જ લાખો અનર્થોને પામે છે, અને મૃત્યુ પામેલો તે અનંત સંસારમાં ભમે છે. સૂક્ષ્મ જીવાદિ પદાર્થોને નહિ જાણતા અગીતાર્થની સૂક્ષ્મ જીવાદિ પદાર્થોમાં માનસિક એકાગ્રતા થતી નથી, તેના અભાવમાં શુભધ્યાન ક્યાંથી સંભવે? શુભધ્યાનના અભાવમાં નવીન નવીન સંવેગરસની પુષ્ટિ ક્યાંથી થાય? તેના અભાવમાં અગીતાર્થને શુદ્ધિ ન જ થાય. દ્રવ્યાદિના સ્વરૂપને સારી રીતે જાણતો ગીતાર્થ તો તેવું કંઈ પણ આચરે છે કે જેથી આ લોકમાં પણ સર્વ લોકોને પૂજનીય થાય છે, પરલોકમાં પણ અનર્થથી જરા પણ સ્પર્શતો નથી, અને સર્વ સુખ સંપત્તિઓને પામે છે. જીવાદિ સૂક્ષ્મ પદાર્થોને સારી રીતે જાણનારા ગીતાર્થની જીવાદિ સૂક્ષ્મ પદાર્થોમાં વારંવાર માનસિક એકાગ્રતા થાય છે. તેથી શુભધ્યાન પ્રવર્તે છે. શુભધ્યાનની પ્રવૃત્તિ થતાં પ્રતિક્ષણ વધતા અપૂર્વ સંવેગરસની પુષ્ટિ થાય છે. તેનાથી ક્રમે કરીને સઘળાય કર્મમલની શુદ્ધિ કરીને પરમપદની પ્રાપ્તિ થતાં અનંતકાલ સુધી આનંદ પામતો રહે છે. આનાથી “અજ્ઞાની જે કર્મ ઘણા ક્રોડો વર્ષોથી ખપાવે છે તે કર્મ જેનો આત્મા ગુપ્ત છે એવા જ્ઞાની એક શ્વાસોશ્વાસ માત્ર કાળથી ખપાવે છે” એ વિગતનું સમર્થન કર્યું છે. [૩૫] જ્ઞાનના જ સૂમ વગેરે પદાર્થોના બોધરૂપ ગુણની સ્તુતિ કરતા ગ્રંથકાર ઉપદેશને કહે છે नाणेण सव्वभावा, नजंती सुहुमबायरा लोए । तम्हा नाणं कुसलेण सिक्खियव्वं पयत्तेणं ॥ ३६॥ જ્ઞાનથી લોકમાં (રહેલા) સૂક્ષ્મ-બાદર સર્વ પદાર્થો જાણી શકાય છે. માટે કુશળ જીવે પ્રયત્નથી જ્ઞાન શીખવું જોઇએ. [૩૬] જ્ઞાનના જ નિષ્કારણબંધુતા વગેરે ગુણોને કહે છેनाणमकारणबंधू, नाणं मोहंधयारदिणबंधू । नाणं संसारसमुद्दतारणे बंधुरं जाणं ॥ ३७॥ જ્ઞાન નિષ્કારણ બંધુ છે. જ્ઞાન મોહરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્ય છે, જ્ઞાન સંસારરૂપ સમુદ્રને તરવામાં તૈયાર વહાણ છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy