SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાનના લાભો सूईवि जह असुत्ता, नासइ रेणुम्मि निवडिया लोए । तह जीवोऽपि असुत्तो, नासइ पडिओ भवरयम्मि ॥ ३२॥ જેવી રીતે ધૂળમાં પડેલી સૂત્રરહિત સોઈ નાશ પામે છે (=મળતી નથી), તે રીતે ભવરૂપ ધૂળમાં પડેલો સૂત્રરહિત જીવ પણ નાશ પામે છે(=તેનો સંસારથી ઉદ્ધાર થતો નથી.) [૩૨] આનાથી (=પૂર્વે કહ્યું તેનાથી) જ્ઞાનનો બોધિલાભને ખેંચી લાવવાનો ગુણ કહ્યો. હવે તેના જ ચારિત્રની શુદ્ધિ કરવાના ગુણને કહે છે जह आगमपरिहीणो, विजो बाहिस्स न मुणइ तिगिच्छं । तह आगमपरिहीणो, चरित्तसोहिं न याणेइ ॥ ३३॥ જેવી રીતે આત્રેય વગેરે ઋષિઓએ રચેલા શાસ્ત્રથી (=શાસ્ત્રજ્ઞાનથી) રહિત વૈદ્ય ચિકિત્સાને (=રોગને દૂર કરવાના ઉપાયને) જાણતો નથી, તેવી રીતે નિશીથસૂત્ર અને વ્યવહારસૂત્ર વગેરે આગમથી રહિત સાધુ પણ ચારિત્રશુદ્ધિને જાણતો નથી. વિશેષાર્થ- ચારિત્રશુદ્ધિ એટલે અતિચારરૂપ મલથી મલિન બનેલા ચારિત્રને પ્રાયશ્ચિત્ત આપીને નિર્મલ કરવું. આગમજ્ઞાનથી રહિત સાધુ હીન અને અધિક વગેરે દોષથી દુષ્ટ પ્રાયશ્ચિત્ત આપીને પોતાને અને આલોચના કરનારને સંસારનું ભોજન કરે છે. [૩૩] વળી– જ્ઞાનથી પણ પ્રધાન હોય તેવી કોઈપણ વસ્તુ જ નથી એ પ્રમાણે જણાવે છે किं एत्तो लढतरं, अच्छेरतरं व सुंदरतरं वा?। चंदमिव सव्वलोगा, बहुस्सुयमुहं पलोयन्ति ॥ ३४॥ જ્ઞાનથી અધિક સારું બીજું શું છે? જ્ઞાનથી અધિક આશ્ચર્ય બીજું શું છે? જ્ઞાનથી અધિક સુંદર બીજું શું છે? અર્થાત્ કોઈ નથી. કારણ કે સર્વલોકો ચંદ્રની જેમ બહુશ્રુતના મુખને જુએ છે. ' વિશેષાર્થ પરમાર્થથી જ્ઞાન આશ્ચર્યરૂપ નથી, કિંતુ આશ્ચર્યકારી છે. આમ છતાં અહીં કારણમાં કાર્યના ઉપચારથી જ્ઞાનને આશ્ચર્યરૂપ કહ્યું છે. આહારકશરીર અનુત્તરદેવાના શરીરના પુદ્ગલોથી પણ અધિક ઉત્કૃષ્ટ પુદ્ગલોથી બનેલું હોય છે. એ શરીર પાણી, અગ્નિ અને પર્વત વગેરેથી સ્કૂલના પામતું નથી. તે શરીર એક હાથ પ્રમાણ હોય છે. આવું શરીર ચૌદપૂર્વધરાદિ જ બનાવી શકે છે. આથી આવા શરીરનું કારણ જ્ઞાન જ છે. આવી બીજી પણ આશ્ચર્યકારી શક્તિઓ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. માટે જ્ઞાન જ સર્વ આશ્ચર્યોનું નિધાન છે, બીજું કોઈ નહિ.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy