SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અયોગ્યને જ્ઞાન ન આપવું-૧૩૯ પલપતિનું સાતમી નરકમાં ગમન પલિપતિ પણ પહેલાં આ અતિ મહાપાપકારી છે એમ વિચારીને એના પ્રત્યે વિરક્ત ચિત્તવાળા બનેલા સ્વપરિજનથી ત્યાગ કરાયો, અને પછી રાજા આદિના ભયથી એકલો ક્યાંય નાસતો તે રાતે નહિ દેખવાથી અંધારા કૂવામાં પડ્યો. ત્યાં પણ પૂર્વે પડેલા અને કાદવમાં ચોંટેલા ખદિરવૃક્ષના ખીલાથી છાતીમાં વિંધાયો. તેથી ઘણી વેદનાને અનુભવતો, અતિ કરુણ આકંદન કરતો, અંતરના શલ્યથી શલ્યયુક્ત, પાપી, અંદર રહેલો (અંતરમાં) બળતો હોવા છતાં જેનું કોઈ સાંભળનાર નથી તેવી સ્થિતિને પામેલો, સર્વથા દુઃખી બનેલો અને રૌદ્રધ્યાનને પામેલો તે મરીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન પાથડામાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. જ્યાં પુરંદરમુનિ સિદ્ધ થયા ત્યાં હર્ષ પામેલા દેવોએ સુગંધી જલની વૃષ્ટિ આદિથી ઘણો મહિમા કર્યો. બંધુમતી પણ ઉગ્ર તપ કરીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને અને સર્વ કર્મભેદોનો નાશ કરીને સિદ્ધ થઈ. [૨૬]. આ પ્રમાણે પુરંદરકુમારનું ચરિત્ર પૂર્ણ થયું. આ પ્રમાણે જેમ યોગ્ય પુરંદરકુમારને આપેલી વિદ્યા સફલ બની, અને અયોગ્ય બ્રાહ્મણને આપેલી વિદ્યા નિષ્ફલ બની, તેમ સૂત્ર અને અર્થ પણ યોગ્યને આપવાથી સફલ બને અને અયોગ્યને આપવાથી નિપ્પલ બને. એમ વિચારીને યોગ્યને જ સૂત્રઅર્થ આપવા, અયોગ્યને નહિ. કારણ કે અયોગ્યને સૂત્ર-અર્થ આપવાથી અતિશય ઘણા દોષો સંભવે છે. આમ યોગ્યને જ સૂત્ર-અર્થ આપવા એ નિશ્ચિત થયું. આ જ અર્થને દૃષ્ટાંતથી દઢ કરતા ગ્રંથકાર કહે છે आमे घडे निहत्तं, जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं, अप्पाधारं विणासेइ ॥ २७॥ જેમ (માટીના) કાચા ઘડામાં નાખેલું પાણી કાચા ઘડાનો નાશ કરે છે, તેમ અયોગ્યને આપેલું સિદ્ધાંતોનું રહસ્ય તેના આત્માનો નાશ કરે છે. વિશેષાર્થ- કાચા ઘડામાં નાખેલું પાણી કાચા ઘડાનો નાશ કરવા સાથે સ્વયં પણ ભૂમિ આદિમાં પડવાથી નાશ પામે છે. તેવી રીતે તુચ્છ જીવને આપેલું આગમતત્ત્વ દીર્ઘકાળ ૧. નિ=કાદવ. વહુદૃ ચોંટેલી લાગેલ. ૨. નય એટલે રહેલો. અંત એટલે અંદર. અતિ આદિની જેમ અહીં જ શબ્દનો પ્રથમ પ્રયોગ થયો છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy