SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદર ચરિત્ર-૧૩૭ વિદ્યા સાધવા માટે તારા વડે મોકલાયેલા તેણે વિદ્યાની હીલના-નિંદા વગેરે જે કર્યું તે કહેવાને માટે યોગ્ય નથી. તેથી હું ગુસ્સે થઇ હોવા છતાં તારી લજ્જાથી એને માર્યો નહિ. તેને મેં માત્ર શિક્ષા કરી, જેથી તું પણ આવાઓને જાણે. કારણ કે આવા મહારહસ્યોને આવા લોકો યોગ્ય નથી. સર્વકાર્યોમાં યુક્ત-અયુક્તનો વિચાર કરવો જોઇએ. કાગડાના કંઠમાં રહેલો મોતીનો હાર શોભતો નથી. ઊંટના પગમાં રહેલું ઝાંઝર શોભતું નથી. તેથી મંત્ર-વિદ્યારૂપ રહસ્યોનું કથન વગેરે દૂર રહો, કિંતુ હે ઉત્તમપુરુષ! આવાઓ વિદ્વાનને બોલવાને પણ યોગ્ય નથી, અર્થાત્ વિદ્વાનો આવાઓ સાથે વાત કરે તે પણ યોગ્ય નથી. પછી ઉત્તમ રાજાએ કહ્યું: હે દેવી! જો કે આ આવો છે, તો પણ મારા ઉપર કૃપા કરીને આ અપરાધ ક્ષમા કરવા યોગ્ય છે. બુધપુરુષો પોતાની શ્રેષ્ઠતાના કારણે વ્યવધાનમાં (=ભીંત વગેરેનાં આંતરામાં) રહેલી વસ્તુની જેમ બીજાના દોષને જોતા નથી. સમુદ્ર પણ બાળતા પણ વડવાનલને ઉદરમાં ધા૨ણ કરે છે. માટે હે દેવી! કૃપા કરીને આ બ્રાહ્મણને સારો કરો. રાજાનાં આવા વિનયથી અલંકૃત વચનોથી દેવી તે બ્રાહ્મણને સારો કરીને સ્વયં અદૃશ્ય થઇ ગઇ. રાજાએ પણ બ્રાહ્મણનું યથાયોગ્ય મર્યાદાથી સન્માન કર્યું. પુરંદરરાજાને દીક્ષાની અને સિદ્ધિની પ્રાપ્તિ. આ તરફ શ્રી વિજયસેન રાજર્ષિ ઘણા દિવસો સુધી નિરતિચાર ચારિત્ર પાળીને સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં ગયા. (૨૫) પુરંદરરાજાએ પણ કેટલોક કાળ રાજ્યસુખ અનુભવીને બંધુમતીના પુત્ર શ્રીગુપ્તને રાજ્ય ઉપર સ્થાપીને બંધુમતી વગેરે પરજનની સાથે શ્રીવિમલબોધ કેવળીના ચરણોમાં તેમણે ઉપદેશેલા વિધિની પ્રધાનતાવાળી દીક્ષા લીધી. સમય જતાં ઘણા પ્રકારના સૂત્રોનો અભ્યાસ કરી તે ગીતાર્થ થયા. પછી સંસારભયથી ઉદ્વિગ્ન બનેલા પુરંદર મુનિએ વિનયથી ગુરુને કહ્યું: હે ભગવંત! જો આપ અનુજ્ઞા આપો તો આપના ચરણની કૃપાથી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને પૃથ્વીતલ ઉપર વિહાર કરું, કેવલીએ પણ આરાધક થશે એમ જાણીને તેમને અનુજ્ઞા આપી. સિંહની જેમ નિર્ભય તે મુનિ એક ગામથી બીજે ગામ વિચરવા લાગ્યા. હવે તે મહાત્મા કોઇપણ રીતે ક્રમે કરીને કુરુદેશમાં આવ્યા. ત્યાં કોઇ ગામની પાદભૂમિનો (=બે પગ મૂકવા જેટલી ભૂમિનો) વિષય થયા, અર્થાત્ કાઉસ્સગ્ગમાં રહ્યા. અતિદારુણ ઉનાળામાં સૂર્ય મધ્ય આકાશમાં આવે છતે સ્થાણુની જેમ ઊર્ધ્વશરીરવાળા અર્થાત્ કાઉસ્સગ્ગમાં ઊભા રહેલા, નિરાવરણ અર્થાત્ વસ્ત્રથી રહિત, આતાપના લેતા, અગ્નિ જેવા ઉષ્ણસૂર્યના કિરણોથી તપાવાયેલા શરીરમાંથી પરસેવાનો પ્રવાહ નિકળી રહ્યો છે એવા, ગંગાનો પ્રવાહ જેમાંથી નિકળી રહ્યો છે એવા, હિમવંત પર્વતની જેમ સર્વાંગથી સ્થિર, ઋક્ષપુદ્ગલ ઉપર જેમણે દૃષ્ટિ મૂકી છે એવા, શરીર ઉપર પણ જેમણે મમત્વ છોડી દીધું છે એવા (મુનિ) જેટલામાં સૂક્ષ્મ પરમ ચેતનાનું કંઇક ધ્યાન કરતા રહ્યા. તેટલામાં પૂર્વે જેને
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy