SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [અંતરંગકથા બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ આદિ ગુણોથી યુક્ત અને યથોક્ત વિધિથી મંત્ર જાપ કરતા એવા તમારા આ દુષ્ટ ચોરો પ્રતિસમય ક્ષય પામશે, અને સ્વપ્નમાં પણ પ્રમાદવન તરફ જવાનું નહિ થાય, ચારિત્રધર્મ રાજા ખુશ થશે. પછી આ વિધિથી મંત્રજાપ પરમ વૃદ્ધિને પામશે ત્યારે પુત્ર-પૌત્રથી સહિત અને મદન માંડલિક આદિ પરિવાર સહિત મોહ મહાચોર સર્વથા ક્ષય પામશે. ત્યારબાદ વ્યાકુલ બનેલા જ્ઞાનસંવરણ, દર્શનસંવરણ, અને અંતરાય નામના સામંતો ઢીલા થઈ જઈને તુરત જ પરિવાર સહિત યમના મુખને જોશ=મૃત્યુ પામશે. ત્યારબાદ કેટલોક કાળ વિશ્રામ કરીને, પરોપકારની સિદ્ધિ થાય એ માટે લોકોને ચોરોની દુષ્ટતા કહીને, યોગ્ય સમયે શૈલેશી અવસ્થારૂપ મહાગદાથી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર નામના ચોર સામંતોનો પરિવાર સહિત સર્વથા ચૂરો કરીને તેમની માત્ર વાત બાકી રહે તેવા કરવા, અર્થાત્ મારી નાખવા. આ પ્રમાણે કર્યું છતે અત્યંત ખુશ થયેલો ચારિત્રરાજા મહેરબાની કરીને પૂર્વે જેના સ્વરૂપનું વર્ણન કર્યું છે તેવી નિવૃત્તિનગરી આપશે. ત્યાં ગયેલા તમે દુઃખની વાત પણ નહિ સાંભળતા, ત્રણ ભુવનના મસ્તકની શિખાપણાને કરતા, નિવૃત્તિનગરીના સ્વાભાવિક અને અનુપમ સુખને અનુભવતા, કુંભારવડે ચાકડામાં મૂકાયેલા ઘટની જેમ મોહાદિ ચોરોથી પ્રતિસમય ભગાડાતા અને વિવિધ વિડંબનાઓથી દુઃખી કરાતા ત્રણ વિશ્વને હાથના તળિયામાં રહેલા મોતીની જેમ પ્રતિસમય જોતા અને અનંતકાલ સુધી આનંદ પામતા રહેશો. આ પ્રમાણે તમને ચોરોથી થતું દુઃખ અને ચારિત્ર ધર્મથી થતું સુખ સંક્ષેપથી બતાવ્યું. દુઃખના ક્ષયનો અને સુખની પ્રાપ્તિનો આ કોઇક ઉપાય બતાવ્યો. તેથી અહીં જે સ્વહિત હોય તે વત્સોએ સદા કરવું જોઇએ. વિમલબોધ વગેરેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ આ પ્રમાણે સઘળો ઉપદેશ આપીને સમયરાજ મહારાજ પોતાના ઇચ્છિત કોઈ અન્ય દેશમાં ગયા. તે વિમલબોધ વગેરે પણ સમયરાજનો આદેશ જાણે લખાયો હોય, જાણે બંધાયો હોય, જાણે સ્થિર કરેલો હોય, જાણે કોતરેલો હોય, જાણે સીવેલો હોય, જાણે ભૂમિ ખોદીને સ્થાપેલો હોય, જાણે જડી દીધો હોય તેમ સમયરાજના ઉપદેશને અને પરોપકારને સદાય ચિત્તમાં ધારણ કરતા ચારિત્રધર્મરાજાની સાથે વિવિધ દેશોમાં વિચારવા લાગ્યા. પછી સમયરાજે ઉપદેશેલા અનુષ્ઠાનોને વિધિવત્ આચરતા વિમલબોધ મોહરાજા, જ્ઞાનસંવરણ, દર્શનસંવરણ અને અંતરાય નામના બલાવાન ચોર નાયકોનો પરિવાર સહિત ક્ષય કરી નાખ્યો. તેથી સંપૂર્ણ ત્રિભુવનતલનો સાક્ષાત્કાર કરવામાં ( પ્રત્યક્ષ જોવામાં) કુશળ એવા જે કેવલજ્ઞાનને તે મહાચોરોએ ઢાંકીને ધારણ કરી રાખ્યું હતું, તે કેવલજ્ઞાન વિમલબોધને પ્રગટ થયું. તેથી દેવો આવ્યા. સુવર્ણકમલનું આસન રચ્યું. કેવલજ્ઞાનનો મહામહિમા કર્યો. ભક્તિ અને કૌતુકથી આકર્ષાયેલ ચિત્તવાળો અતિશય ઘણો લોક ભેગો થયો. વિમલબોધ ચોરોનો ઉચ્છેદ કરનારી અને ચારિત્રધર્મરાજાનો પક્ષપાત કરનારી સુદેશના કરી. ઘણાએ વિમલબોધ આચરેલો જ માર્ગ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy