SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગકથા વિલાસવાળી, અર્થાત્ પર્વતમાંથી પથ્થરો પ્રગટ થાય છે તેમ આ રાણીથી બધા દોષો પ્રગટ થાય છે. કુપિત થયેલી આ રાણી જીવોનાં લાખો દુઃખોની ઉદીરણા કરે છે=લાખો દુઃખો પ્રગટ કરે છે, ઘણા પ્રકારની વ્યાધિઓને ઉત્પન્ન કરે છે, અગ્નિજ્વાળાઓથી પણ અધિક માનસિક પીડાઓને પ્રજવલિત કરે છે, સર્વદુઃખોને આપનારું દારિત્ર્ય આપે છે, મનોરથોરૂપી વેલડીઓના વિસ્તારને નિષ્ફલ બનાવે છે, કષ્ટરૂપી વૃક્ષસમૂહને ફળવાળો કરે છે, સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે, અતિશય કુપિત થયેલી આ રાણી જીવોને ઉપાડીને અનંતભવરૂપ ગંભીર સાગરમાં ફેંકી દે છે, અને ત્યાં અગણિત નીચલાં સ્થાનોમાં ભમાવે છે, વજની શૂળીઓમાં ફેંકે છે, મુદ્રગર આદિના ઘા કરીને મારે છે, વજ જેવા મુખવાળા પક્ષીઓથી તોડાવે છે, કરવતોથી ફાડે છે, પ્રબલ અગ્નિથી બાળે છે, ભૂખથી મારી નાખે છે, તરસથી સુકવી નાંખે છે, માછલું, ભૂંડ અને પક્ષી આદિ ભાવોથી નચાવે છે, માતંગ આદિ રૂપોથી વિડંબના પમાડે છે, ધનના મદથી મલિન બનેલા શ્રીમંતોનાં ઘરોમાં કુકર્મો કરાવે છે, હીનદેવ આદિરૂપે ફજેતી કરાવે છે, દીનતા બતાવડાવે છે, પરાભવોની પરંપરાને પ્રગટ કરે છે, ઘણી રીતે કહેવાથી શું? તે બાળા પાપપ્રકૃતિની સંતતિ તુલ્ય જ છે. તેથી લોકમાં જે કંઈ અશુભ થાય છે તે બધુંય આના પ્રભાવથી થાય છે. તેમાં શુભ પરિણતિને ઘણા પુત્રો થયા. તે પુત્રો કળાના પાનને પામનારા, શૂર, સુંદર રૂપવાળા, પ્રિય બોલનારા, લાવણ્યના ભંડાર, શાંત, અદ્ભુત કીર્તિને પામેલા, સંપત્તિમાં પણ અભિમાનરહિત, વિપત્તિમાં પણ વિષાદ નહીં કરનારા, દેવ-ગુરુની પૂજા કરવામાં સદેવ અપ્રમાદી, વિનયના જ રસવાળા, હોંશિયાર, વાત્સલ્યવાળા અને સત્યવાદી હતા. અથવા બહુ કહેવામાં શું? સર્વગુણોરૂપી રત્નોના સાગર હતા. તેમનાં વિમલબોધ, સમજલધિ, વિશ્વગુણ, વિશ્વભર, કીર્તિધર, યશોનિધિ, શ્રેયોરતિ અને પુણ્યમાનસ વગેરે નામો છે. અશુભ પરિણતિને પણ ઘણા પુત્રો થયા. પણ તે શુભ પરિણતિના પુત્રોથી વિપરીત છે. તે પુત્રો લુચ્ચા, ક્રૂર, સંતોષથી રહિત, બીજાને સંતાપ પમાડનારા, પાપી, અતિશય પાપી લોકોની સોબત કરનારા, અસત્ પ્રલાપ કરનારા, લોભી, દેવ-ગુરુના દ્વેષી, બીજાઓ ઉપર ઘણો દ્વેષ કરનારા, ધિઢા, વિશિષ્ટ લોકોથી નિંદાયેલા, પોતાનામાં ખોટા ગુણોનો આરોપ કરીને ગર્વ કરનારા, સત્યથી રહિત, દુર્જનોમાં જે દોષો કહેવાય છે તે સર્વ દોષોથી યુક્ત હતા. તેમનાં કલુષબોધ, પાપરતિ, કલ્મષાકર, ભવાનુબંધ, ભવનંદી, દુરવ્યવસાય, નિર્ધર્મ, વૃજિન(પાપી) વગેરે નામો છે. તે બંને ય સાથે વિવિધ રમતોથી રમે છે, બગીચા, મઠ અને ઉદ્યાન આદિમાં પરિભ્રમણ કરે છે. તે નગરમાં રહેનારા ઘણા લોકોના ખોળામાં રમે છે=વિલાસ કરે છે, મનોહર વચનોથી સ્વજનોના હૈયાઓને હરી લે છે, પછી કળાઓને ગ્રહણ કરવાનો સમય થતાં બધા ય પુત્રો કલાચાર્યને સોંપવામાં આવ્યા. શુભપરિણતિના પુત્રોએ સારો અભ્યાસ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy