SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર-૯૭ રાજાને જણાવ્યું કે, દેવો અને મનુષ્યોરૂપી ભમરાઓથી જેમના ચરણકમલ સેવાયેલા છે, સૌમ્યતાથી ચંદ્ર જેવા, સૂર્યની જેમ કેવલજ્ઞાનથી સંપૂર્ણ ભુવનતલને પ્રકાશિત કરનારા, મુનિસમૂહથી પરિવરેલા, કોઇ મુનિવર અહીં ઉદ્યાનમાં પધાર્યા છે. દેવોએ રચેલા સુવર્ણકમલમાં બેઠેલા તે મુનિવર લોકોને ધર્મ કહે છે. આ નગરમાં જે કોઈ વસે છે તે સઘળો ય લોક તે જ મુનિવરના વંદન માટે પ્રવૃત્ત થયો છે. આ સાંભળીને હર્ષ પામેલો રાજા આ પુરુષને પારિતોષિક દાન આપીને સર્વ સમૃદ્ધિથી ઉદ્યાનમાં જવા માટે ચાલ્યો. ક્રમે કરીને અંતઃપુર, કુમાર, સામંતરાજાઓ, મંત્રીઓ અને નગરલોકો ત્યાં આવ્યા. તેમણે મુનિનાથને સાક્ષાત્ જોયા. દૂરથી જ તે મુનિવર દેખાયા એટલે રાજા ઉત્તમ હાથી ઉપરથી નીચે ઉતર્યો. મસ્તક ઉપરથી મુગુટ ઉતાર્યો. ચામરો દૂર કર્યા. છત્ર દૂર કર્યું. તલવાર વગેરે હથિયારોનો ત્યાગ કર્યો. પગમાંથી પાદુકાઓ કાઢી નાખી. તાંબૂલનો ત્યાગ કર્યો. પગ આદિમાં પાણીથી શુદ્ધિ કરી. ઉત્તરાસંગ(aખેસ) પહેર્યો. પછી અતિશયહર્ષ થવાના કારણે જેના શરીરમાં અતિશય રોમાંચો ઉલ્લસી રહ્યા છે એવો તે મુનીન્દ્રની પાસે જવા માટે પ્રવૃત્ત થયો. ત્યાં જતાં માર્ગના નજીકનાં સ્થાનોમાં દૃષ્ટિ ફેરવતાં તેણે સાધુઓને જોયા. પૂર્વે જેનું વર્ણન કર્યું છે એવી બરફના કરાને વરસાવનારી અતિશય ઠંડી પડતી હોવા છતાં સાધુઓ વસ્ત્રથી રહિત હતા. તેમનું શરીર રૂક્ષ હતું, માંસ-લોહીથી રહિત હતું. તપતેજના સમૂહથી પુષ્ટ હતા. સ્થિરતાથી મેરુપર્વતને જીતનારા હતા. ગંભીરતાથી સમુદ્રને જીતનારા હતા. દીનતાથી રહિત હતા. કેવળસત્ત્વથી અધિષ્ઠિત હતા. કેટલાક સાધુઓ 'ઉત્કટુક આસનથી, કેટલાક ગોદોહિકા આસનથી, કેટલાક વીરાસનથી, કેટલાક લંગડ મુદ્રાથી શયન કરનારા, બીજાઓ ગરુડ આશનથી, બીજાઓ દંડની જેમ લાંબા, બીજાઓ મયૂર આસનથી, બીજાઓ એક પગે ઊભા રહીને, બે બાહુઓને ઊંચા રાખીને હાથ ઊંચા રહે તેવી મુદ્રાથી, બીજાઓ મંડૂકઆસનથી, બીજાઓ પદ્માસનથી, બીજાઓ કચ્છપઆસનથી, બીજાઓ કાર્યોત્સર્ગ મુદ્રાથી, રૂક્ષ પુદ્ગલ ઉપર નિમેષથી (આંખના પલકારાથી) રહિત દૃષ્ટિ રાખીને રહ્યા હતા. ૧. ઢેકા જમીનને ન અડે તે રીતે ઉભડક પગે બેસવું તે ઉત્કટુક આસન છે. જેની અને ઢેકા એક બીજાને અડ (અર્થાત એની ઉપર ઢંકા રાખવા) અને પગના તળિયાનો આગળનો જ ભાગ જમીનને અડે, પાછળનો ભાગ અદ્ધર રહે તે રીતે બેસવું એ ગોદોહિકા આસન છે. ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે. વાંકા લાકડાની જેમ સૂવે, અર્થાત્ જમીનને માત્ર મસ્તક અને પગની એડી અડે તે રીતે કે જમીનને માત્ર પીઠ અડે (મસ્તક કે પગ અદ્ધર રહે) તે રીતે સુવે એ શયનની લંગડ મુદ્રા છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy