SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર-૯૧ પાસે જશે. તેથી આશામાત્રનો પણ વિચ્છેદ થવાના કારણે અગ્નિની હજારો જ્વાલાઓથી પણ અધિક આ વચનથી મને આ દાહ પ્રગટ થયો છે. તેથી ચંપકલતાએ કહ્યું: જો એમ છે તો તારા દાહની શાંતિનું ઔષધ મને મળી જ ગયું છે. તેથી બંધુમતીએ ઉલ્લસિત બનીને કહ્યું છે પ્રિયસખી! કહે, તે ઔષધ શું છે? સખીએ કહ્યું: હે કુમારી! એકાગ્રચિત્તવાળી થઈને સાંભળ. આ જ નંદિપુરમાં પુરંદરકુમારને અતિપ્રિય, સર્વકલાઓમાં કુશળ અને મારો પણ અતિશય સુપરિચિત સુલલિતનામનો રાજપુત્ર છે. તે આજે સૂર્યોદય વખતે કુમારની પાસે ગયો હતો. તે વખતે કુમાર પરિજનથી રહિત હતો, શયનમાં બેઠેલો લાંબા અને ગરમ નિઃશ્વાસ લેતો હતો, નિરર્થક જ ફાંસાઓને જોતો હતો, હૃદયથી ક્ષણવાર કંઈક વિચારતો ‘હતો, પાસે રહેલા પણ પ્રિયજનને બોલાવતો ન હતો, મારું ક્યારે શું કર્તવ્ય છે એમ પોતાના કર્તવ્યોના સમય આદિના વિભાગને જાણતો ન હતો. તેથી ભય પામેલા સુલલિતે પ્રણામ કરીને પૂછ્યું: હે સ્વામી! આ શું છે? કુમારે કહ્યું: હું કંઈ પણ જાણતો નથી. કેવળ સૂર્યાસ્ત થયો ત્યારથી મારાં અંગો વિષાદને પામે છે. સંતાપ હુરે છે, જાણે જીવ બળી રહ્યો છે. લોકવચનો સુખ આપતા નથી. અરતિ પ્રગટ થઈ છે. ખોટી ચિંતાએ આલિંગન કર્યું છે. વિશેષ કહેવાથી શું? જાણે કે હું શિલાસમૂહથી ઘડાયો હોઉં તેમ સર્વથા કાર્યાકાર્યના જ્ઞાનથી રહિત બની ગયો છું. પછી સુલલિતે પગે લાગીને કહ્યું: હે સ્વામી! અહીં સેવકજનનું જીવન તમારી કુશળતાને આધીન છે. તેથી કૃપા કરીને અહીં જે પરમાર્થ હોય તે કહો. ભુવનમાં પણ અલના ન પામતી તમારી બુદ્ધિ આટલામાં પણ કેમ મુંઝાય છે? જે પુરુષ ઘઉંને (ઘઉંના દાણાને) ગણતો હોય તે પુરુષ ખાખરાઓમાં કેમ ભૂલે? અહો! આની ભક્તિ! અહો! આની વચનરચના. તેથી પરમ રહસ્ય પણ આને જણાવવું એ મારા માટે યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને કુમારે કહ્યું: જો એમ છે તો અહીં જે પરમાર્થ છે તે સાંભળ. જે દિવસથી મેં ગુણોથી પ્રશંસા કરાતી બંધુમતીને સાંભળી તે દિવસથી જ તેણે મારું હૃદય સર્વથા હરી લીધું છે. તેમાં પણ જ્યારે મેં તેને પ્રત્યક્ષ જોઈ ત્યારે મારા શરીરમાં મેં જે અનુભવ્યું તે હું કહેવા માટે પણ સમર્થ નથી, તો પછી જાતે તેને સહન કરવા માટે કેવી રીતે સમર્થ થાઉં? જો રાજાની પાસે તેની માંગણી કરું તો લોક સ્પષ્ટ કહે કે આણે સજ્જનતાના કારણે આને પાછી લાવી નથી, કિંતુ આસક્તિના કારણે પાછી લાવી છે=બચાવી છે. પ્રાર્થના કરાતો રાજા તેને આપે કે ન પણ આપે, રાજા આપે કે ન આપે તેને કોણ જાણે? રાજપુત્રી મને ઇચ્છે છે કે નહિ તે પણ જાણવું મુશ્કેલ છે. તેનું અપહરણ ચંદ્ર જેવા નિર્મલ મારા કુળને પણ મલિન કરે. જો હું કોઈપણ રીતે ચિત્તને ક્ષણવાર તેનાથી વાળી લઉં છું તો કામદેવરૂપ ભીલ મને મનરૂપ વનમાં પીડા ૨. વંદ(મન્નથ)=કામદેવ. સવ8(શવર)=ભીલ. વ(થ)=પીડા.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy