SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર-૮૭ કોઈક તે જ સ્ત્રી પુણ્યવંતી છે કે જે ગુણોના મહાસ્વામી એવા આના સ્ત્રીશબ્દને ધારણ કરે છે, અર્થાત્ જે આની પત્ની બને છે તે જ સ્ત્રી પુણ્યવંતી છે. પણ હું પુણ્યહીન છું. શું કરું? કારણ કે કામરૂપ અગ્નિથી બળેલાં મારાં અંગો એના સંગરૂપ જલને ઇચ્છે છે. પણ લગ્ન વિના કુલાંગનાઓ માટે આ યોગ્ય નથી. લગ્ન પણ માતા-પિતાની સંમતિ વિના યોગ્ય નથી જ. આ કોઈક મહાનુભાવ અમારા જેવાની સાથે સંબંધ ઇચ્છે છે કે નહિ તે જાણી શકાતું નથી. બંધુમતી આ પ્રમાણે વિચારે છે તેટલામાં કુમાર વિદ્યાધરની સાથે એકક્ષણ વાત કરીને બંધુમતીની પાસે જવા માટે પ્રવૃત્ત થયો. વિદ્યાધર તેની પાછળ ચાલ્યો. આ કોઈક પુરુષ ઓળખાતો નથી એવા વિચારથી ભયવાળી બની, આની પુરુષાકૃતિ સંભવતી નથી એવા વિચારથી વિસ્મયવાળી બની, હું અહીં એકલી છું એવા વિચારથી લજાવાળી બની, વિદ્યાધર પણ આવે છે એથી કોપવાળી બની, આનો રૂપ આદિ ગુણગણ અનુત્તર છે એવા વિચારથી કામ-વાસનાવાળી બની, આ હીન ગુણવાળી છે એમ સમજીને મને નહિ સ્વીકારે એવા વિચારથી વિષાદવાળી બની, આ મને માતા-પિતાની ભેગી કરશે એવા વિચારથી ઉત્કંઠાવાળી બની, આવતો આ પણ મને કામનાવાળી દૃષ્ટિથી જુએ છે એમ વિચારીને આનંદિત બની, નજીક આવી ગયો એથી કંપવાળી બની. આ પ્રમાણે બધા રસોના મિશ્રણવાળા અન્ય કોઇક રસને અનુભવતી બંધુમતીને કુમારે જોઈ. તેની પાસે રહીને કુમારે કહ્યું હે બાલા! ભય ન પામ. તારા પિતાના મિત્ર વિજયસેનરાજાનો હું પુત્ર છું ઇત્યાદિથી પ્રારંભીને અહીં આવ્યો ત્યાં સુધીની બધી વિગત કહી. તે સાંભળીને બંધુમતી આશ્વાસન પામી. કુમાર બંધુમતીને લઈને પાછો ફરે તેટલામાં વિદ્યાધરે વિનયપૂર્વક કહ્યું. તે આ પ્રમાણેહે કુમાર! બંધુમતી આજથી મારી બહેન છે. અને તમે મારા સ્વામી છો, મિત્ર જેવા છો, બંધુ જેવા છો. તેથી મારી પ્રાર્થનાને સાંભળો. કુમારે કહ્યું: હે કુમાર! હે મહાયશ! મારાથી પણ જે કંઈ સાધી શકાય તેમ હોય તે કોઈ જાતના વિકલ્પ વિના કહે. તેથી વિદ્યાધરે કહ્યું: હે કુમાર! જો એમ છે તો મારા ઉપર અનુગ્રહ કરીને વૈતાદ્યપર્વત ઉપર ગંધ સમૃદ્ધ નગરમાં બંધુમતીની સાથે સ્વચરણ કમલોથી તમે મારા ઘરને પવિત્ર કરો, તેથી હું કૃતાર્થ થાઉં. કુમારે તે પ્રમાણે સ્વીકાર્યું. બધા ય ત્યાં ગયા. વિદ્યાધરે તેમની ઘણી ભક્તિ કરી. ઘણા હર્ષથી કેટલાક દિવસ ત્યાં રહીને પછી કુમારે મણિકિરીટ વિદ્યાધરને કહ્યું. મેં તારી સમક્ષ જ બંધુમતીને કહ્યું છે કે તને દશ દિવસની અંદર જ સૂરરાજાને બતાવવાની છે. તેથી રોકાવા માટે જરાપણ આગ્રહ કર્યા વિના રજા આપ, જેથી અમે જઈએ. પછી વિવિધ પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો, રત્નો અને ઘણા પ્રકારનું ર્ધન આપીને કુમારને રજા આપી. બંધુમતીને પણ ઘણા પ્રકારનાં વસ્ત્રો અને અંલકારોથી પૂજીને રજા આપી. ઘણા વિદ્યાધર સમૂહથી ૧. સાવજોય = ધન.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy