SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨-સ્નાન અષ્ટક ऋषीणामुत्तममिति विशेषणसामर्थ्यादन्येषां त्वनुत्तममेव तदिति सिद्धम, तेषां विशिष्टधर्मध्यानाभावादिति । अथवा 'ऋषीणामुत्तममेतदेव' इत्येवमवधारणं दृश्यम्, ततश्चोत्तमत्वात्तदेव तेषां विधेयं न तु देवार्चनार्थ द्रव्यस्नानमपि । किम्भूतानामृषीणामित्याह- "हिंसा' प्रमत्तयोगात्प्राणव्यपरोपणं, स एव 'दोषो' दूषणं, हिंसादोषस्ततो 'निवृत्ता' उपरता येते तथा, तेषां 'हिंसादोषनिवृत्तानाम् । ननु ऋषय एवंविधा एव भवन्तीति विशेषणमिदमनर्थकम् । नैवं हेतुतयास्योपन्यासात् । ततश्च ऋषीणामुत्तममिदं हिंसादोषनिवृत्तत्वादिति वाक्यार्थः स्यात् । किम्भूतमिदमित्याह- 'व्रतानि' महाव्रतानि, 'शीलञ्च' समाधिः, अथवा व्रतानि मूलगुणाः शीलमुत्तरगुणास्तेषां विशेषेण 'वर्धनं' वृद्धिकारणं 'व्रतशीलविवर्धनम्', भावस्नानं हि धर्मशुक्लध्यानरूपं तच्चैतद्विवर्धनं भवत्येवेति ॥७॥ ભાવસ્નાનના અધિકારી સ્નાનના જ સ્નાન કરનારના ભેદથી પ્રધાન અને અપ્રધાન સ્વરૂપને કહે છે – શ્લોકાર્થ– વ્રત-શીલની વિશેષથી વૃદ્ધિનું કારણ એવું ભાવ સ્નાન હિંસા દોષથી નિવૃત્ત ઋષિઓને જ પ્રધાન હોય છે એમ સર્વજ્ઞોએ કહ્યું છે. (૭) ટીકાર્થ વ્રત-શીલ– વ્રત=મહાવ્રતો. શીલસમાધિ. અથવા વ્રત=મૂલગુણો. શીલ×ઉત્તરગુણો. ભાવનાને ધર્મ-શુક્લધ્યાનરૂપ છે. ધર્મ-શુક્લધ્યાન વ્રત-શીલની વિશેષથી વૃદ્ધિનું કારણ થાય જ છે. હિંસાદોષથી નિવૃત્ત– પ્રમાદના યોગથી જીવોના પ્રાણનો નાશ એ હિંસા છે. ઋષિઓ આવી હિંસારૂપ દોષથી નિવૃત્ત થયેલા હોય છે. પૂર્વપક્ષ— ઋષિઓ હિંસારૂપ દોષથી નિવૃત્ત થયેલા જ હોય છે. આથી ઋષિઓનું “હિંસાદોષથી નિવૃત્ત” એવું વિશેષણ નિરર્થક છે. ઉત્તરપક્ષ– ઋષિઓને પ્રધાન ભાવનાન કેમ હોય છે એનું કારણ જણાવવા માટે “હિંસાદોષથી નિવૃત્ત” એવું વિશેષણ છે. તેથી વાક્યર્થ આ પ્રમાણે થાય- મુનિઓને ભાવ સ્નાન પ્રધાન હોય છે. કારણ કે મુનિઓ હિંસાદોષથી નિવૃત્ત થયેલા છે. ઋષિઓને “પ્રધાન' ભાવનાન હોય છે, એવા વિશેષણના સામર્થ્યથી બીજાઓને અપ્રધાન ભાવનાન હોય છે એમ સિદ્ધ થયું. કેમકે બીજાઓને વિશિષ્ટ ધર્મધ્યાનનો અભાવ હોય છે. અથવા અવધારણ (=જકાર) અર્થવાળા દિ શબ્દનો અન્વય આ પ્રમાણે કરવો- મુનિઓને પ્રધાન સ્નાન આ (ભાવસ્નાન) જ હોય છે. તેથી ભાવ સ્નાન પ્રધાન હોવાથી મુનિઓએ ભાવ સ્નાન જ કરવું જોઇએ, નહિ કે દેવપૂજા માટે દ્રવ્યસ્નાન પણ. રષિઓ – યથાવત્ વસ્તુને જુએ તે ઋષિ. ઋષિઓ=મુનિઓ. (૭) उपसंहरन्नाहस्नात्वानेन यथायोगं, निःशेषमलवर्जितः । भूयो न लिप्यते तेन, स्नातकः परमार्थतः ॥८॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy