SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૪૮ ર-નાન અષ્ટક ઉદાહરણથી ગૃહસ્થોને સ્નાનાદિ યુક્ત છે એ પ્રમાણે સાધુને પણ તે યુક્ત જ છે. આ પ્રમાણે સાધુ સ્નાનાદિમાં અધિકારી કેવી રીતે નથી ? - ઉત્તર- સાધુઓ સાવદ્ય વ્યાપારથી સર્વથા નિવૃત્ત થયેલા છે. તેથી કૂવાના ઉદાહરણથી પણ સ્નાનાદિમાં પ્રવર્તતા તેમના ચિત્તમાં પાપ જ સ્કૂરે છે, ધર્મ નહિ. કારણ કે સાધુઓ ધર્મમાં ધર્મધ્યાન આદિથી સદા જ પ્રવર્તેલા છે. ગૃહસ્થો તો સ્વભાવથી સતત જ પાપમાં પ્રવર્તેલા છે, સ્વપરના ઉપકાર સ્વરૂપ (=સ્વપરનો ઉપકાર કરનાર) ધર્મમાં જિનપૂજા આદિ દ્વારા સ્વભાવથી સતત જ પ્રવર્તેલા નથી. તેથી જિનપૂજા આદિ દ્વારા ધર્મમાં પ્રવર્તતા તેમના ચિત્તમાં ધર્મ જ લાગેલો હોય છે ધર્મ જ સ્ફરતો હોય છે, નહિ કે પાપ. આ પ્રમાણે ધર્મ કરનારના પરિણામની અપેક્ષાએ અધિકારી જાણવા. આ પ્રમાણે સ્નાનાદિમાં ગૃહસ્થ જ અધિકારી છે, સાધુ નહિ. આગમ પણ આ પ્રમાણે નક્કી કરાયેલો છે, અર્થાત્ આગમમાં પણ આ પ્રમાણે વ્યવસ્થા કરાયેલી છે. કહ્યું છે કે-“છ જીવનિકાથના સંઘનાદિના ત્યાગરૂપ સંયમમાં છજીવનિકાયના જીવોનું હિત છે. દ્રવ્યસ્તવમાં પુષ્પાદિને ચુંટવા આદિથી સંયમનું પૂર્ણ પાલન થતું નથી. આથી સંપૂર્ણ સંયમને પ્રધાન સમજનારા સાધુઓને પુષ્પ વગેરે દ્રવ્યસ્તવ ઇષ્ટ નથી.” (આવશ્યક સૂત્ર ભાષ્યગાથા ૧૯૫) “અપૂર્ણ સંયમવાળા દેશવિરતિ શ્રાવકોને સંસાર ઘટાડનાર દ્રવ્ય પૂજન કરવા યોગ્ય જ છે. પ્રબ– દ્રવ્ય સ્તવ કંઇક સાવદ્ય ( પાપયુક્ત) હોવાથી શ્રાવકોને પણ કરવા યોગ્ય કેમ ગણાય? ઉત્તર– દોષિત પણ પ્રવૃત્તિ જો પરિણામે અધિક લાભનું કારણ બને તો તે કરણીય બને છે. આ વિષયના બોધ માટે દ્રવ્યસ્તવમાં કૂવાનું દષ્ટાંત છે.” (આવશ્યક સામાયિક અધ્યયન ભાષ્ય ગાથા-૧૯૬) તથા પૂજા દ્રવ્યસ્તવરૂપ છે. દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે. તથા ભાવ સ્તવ પ્રધાન છે. આથી સાધુઓને દ્રવ્યસ્તવમાં અધિકાર નથી. આથી જ સામાયિકમાં રહેલો શ્રાવક પણ દ્રવ્યસ્તવનો અધિકારી નથી. કારણ કે સામાયિકમાં રહેલ શ્રાવક પણ ભાવસ્તવમાં આરૂઢ થયેલો હોવાથી સાધુ જેવો છે. આથી જ સ્વભાવથી જ પૃથ્વી આદિના ઉપમર્દનમાં (પીડામાં કે વિનાશમાં) ભીરુ, યતનાવાળા, સાવદ્યમાં સંક્ષેપની રુચિવાળા અને સાધુક્રિયાના અનુરાગી એવા ગૃહસ્થને પણ ધર્મ માટે સાવદ્યના આરંભવાળી પ્રવૃત્તિ યુક્ત નથી. કહ્યું છે કે-“ગૃહસ્થો માટે જિનપૂજા નિર્દોષ છે. એનું કારણ એ છે કે ગૃહસ્થો ખેતી વગેરે અસદ્ આરંભમાં પ્રવૃત્તિ કરે છે, જ્યારે જિનપૂજાથી એ અસદ્ આરંભની નિવૃત્તિ થાય છે. જિનપૂજાથી અસદ્ આરંભની નિવૃત્તિ કાલાંતરે અને વર્તમાન કાળે એમ બે રીતે થાય છે. (૧) જિનપૂજાથી થતી અતિશય ભાવવિશુદ્ધિથી સમય જતાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થવાથી ચારિત્રની પ્રાપ્તિ થતાં સર્વથા અસદ્ આરંભની નિવૃત્તિ થાય છે. (૨) તથા જિનપૂજા થાય છે ત્યારે પણ જેટલો સમય જિનપૂજા થાય છે તેટલો સમય સંસારના અન્ય અસદ્ આરંભો થતા નથી. અને શુભભાવ થાય તે નફામાં. આથી જિનપૂજા દોષિત છે એમ કહેનારે જિનપૂજાથી અસદ્ આરંભની નિવૃત્તિ થાય છે એ વાત બરોબર વિચારવી, જેથી તેનો બોધ થાય અને તે જ પ્રમાણે સ્વીકાર કરી શકાય” (પૂજા પંચાશક-૪૩) હમણાં જ કહેલો સાધુ (અને સ્વભાવથી પૃથ્વી આદિના ઉપમદનમાં ભીરુ વગેરે ગુણોથી યુક્ત શ્રાવક) અસદ્ આરંભમાં પ્રવૃત્ત નથી. દ્રવ્યસ્તવનું અસદ્ આરંભની નિવૃત્તિરૂપ ફળ હોવાથી સાધુને સ્નાનાદિ સાવઘ
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy