SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ : ૧-મહાદેવ અષ્ટક ઉપાય નથી. પૂજા વગેરે તો જિનાજ્ઞાના અભ્યાસરૂપ જ છે. કારણ કે જિનાજ્ઞાનો અભ્યાસ દ્રવ્યસ્તવરૂપ અને ભાવસ્તવરૂપ છે. આરાધના કરવી એટલે પ્રસન્ન કરવા. પ્રસન્નતાનું ફળ (મોક્ષ વગેરે) સાધી આપનાર હોવાથી અહીં આરાધનાનો પ્રસન્ન કરવા એવો અર્થ છે. આથી કેવળ પ્રસન્ન કરવા માટે જ આરાધના ન કરવી. કેમ કે કેવળ પ્રસન્ન કરવા માટે જ દેવની આરાધના કરવાથી દેવમાં સરાગપણાનો (=દેવને રાગી બનવાનો) પ્રસંગ આવે. દેવ પ્રસન્ન ન થાય તો પણ પ્રસન્નતાના ફળની (=મોક્ષ વગેરેની) સિદ્ધિ થાય છે. કારણ કે વસ્તુનો (=ભગવાનનો) તેવો સ્વભાવ છે. કહ્યું છે કે-“વસ્તુનો (=તીર્થંકરનો) આ સ્વભાવ છે કે અચિંત્ય ચિંતામણિ સમાન અને મહાપ્રભાવવાળા તીર્થંકરોની સ્તુતિ કરીને જીવ વાંછિત અર્થને પ્રાપ્ત કરે છે.” તથા “જેમ મંત્ર-વિદ્યા વગેરેની સાધનામાં સાધનાથી મંત્ર-વિદ્યા વગેરેને લાભ ન થવા છતાં સાધકને લાભ થાય છે. અગ્નિ આદિના સેવનથી અગ્નિ આદિને લાભ ન થવા છતાં સેવન કરનારને (શીતવિનાશ આદિ) લાભ થાય છે, તેમ જિનપૂજાથી જિનને કોઇ લાભ ન થવા છતાં પૂજકને અવશ્ય પુણ્યબંધ આદિ લાભ થાય છે.” (પૂજાવિધિ પંચાશક ગાથા ૪૪) ઉપાય– ઉપાય એટલે હેતુ. આરાધનાનો હેતુ એટલે આરાધનાનો ઉપાય. યથાશક્તિ- યથોક્ત આજ્ઞાભ્યાસ અતિ દુષ્કર હોવાથી કાળ-સંઘયણ વગેરે દોષોથી યુક્ત જીવો આરાધના ન કરી શકે તેવો પ્રસંગ આવે, આવી શંકાનું સમાધાન કરવા ગ્રંથકાર કહે છે કે, યથાશક્તિ દેવની આરાધના કરવી. યથાશક્તિ એટલે શરીર વગેરે)ની શક્તિનું ઉલ્લંઘન ન કરવું અને શક્તિને છુપાવવી પણ નહિ. આ પ્રમાણે વર્યાચારનું પાલન થાય. કહ્યું છે કે “જે જીવ બલ અને વીર્યને છુપાવ્યા વિના ઉપયોગપૂર્વક આગમ પ્રમાણે ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, અને બલ પ્રમાણે, એટલે કે શક્તિનું ઉલ્લંઘન કર્યા વિના, આત્માને ધર્મક્રિયામાં જોડે છે, તે વીર્યાચાર જાણવો.” (પંચાશક ૧૫ ગાથા ર૭) વિધિથી– આજ્ઞાભ્યાસનું જ વિશેષણ બતાવવા માટે કહે છે-આશાભ્યાસ વિધિથી કરવો જોઇએ. વિધિથી એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુસરવારૂપ અને આય-વ્યયની તુલના કરવા રૂપ આગમમાં જણાવેલા નીતિથી. (જેમકે શક્તિ હોય તો ઊંચા દ્રવ્યથી પૂજા કરવી. પોતે જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં જે રીતે પૂજા થઇ શકે તે રીતે પૂજા કરવી. શક્ય હોય તો ત્રિકાળ પૂજા કરવી. ઉત્કૃષ્ટભાવથી પૂજા કરવી. ધનનો આય (આવક) કેટલો છે અને વ્યય (Eખર્ચ) કેટલો છે તે વિચારીને શક્તિ પ્રમાણે ધનથી પૂજા કરવી.) આ વિષે કહ્યું છે કે“તેથી સર્વના આગમમાં બધા જ કર્તવ્યો અંગે આ કરવું જ એવી સર્વથા અનુજ્ઞા નથી. તેમજ બધા જ અકર્તવ્ય અંગે આ ન જ કરવું એમ સર્વથા નિષેધ નથી. (કારણ કે તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ વિહિતના ત્યાગનો અને નિષિદ્ધને કરવાનો અવસર આવે આથી.) લાભાકાંક્ષી વણિકની જેમ લાભ હાનિની તુલના કરવી.”(જેનાથી વધારે લાભ થાય તેમ કરવું. પણ માયા કરીને ખોટાં આલંબનો ન લેવાં) (ઉપદેશમાળા-૩૯૨). અવશ્ય– આજ્ઞાભ્યાસથી આરાધેલા મહાદેવ જો ફલ આપે છે તો નહિ આરાધેલા મહાદેવ ફલ ન આપે એમ મહાદેવ વિષમવૃત્તિવાળા થાય. આના જવાબમાં ગ્રંથકાર કહે છે કે-નિયમ = અવશ્ય ફલ આપે છે. જેનો આજ્ઞાભ્યાસ અવશ્ય ફલ (Gઇષ્ટ અર્થ) આપે છે તે મહાદેવ કહેવાય છે. આથી મહાદેવ ફલ આપતા નથી, કિંતુ
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy