SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ અષ્ટક પ્રકરણ ૩૧-તીર્થંકરદેશના અષ્ટક “સમાજો વાતિ, ધર્મ અદgયું, “શીતાણા: કલામિકા:, “પુમાન પુરુષ:, કુંક મનુષ્યમાત્રોपलक्षणं न तु स्त्रीनिवृत्त्यर्थम्, नार्या अपि तद्वन्धकत्वात् इति ॥२॥ તીર્થકર નામકર્મના રવરૂપને જ કહે છે શ્લોકાર્થ– વરબોધિથી પ્રારંભીને પરહિત કરવામાં ઉદ્યમવાળો જ અને ઉદાર આશયવાળો પુરુષ તેવા પ્રકારનું કર્મ બાંધે છે. (૨). ટીકાર્ય– વરબોધિથી પ્રારંભીને વિશિષ્ટ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યારથી (જે સમ્યકત્વ તીર્થકરપદનું કારણ બને તે સમ્યકત્વ વરબોધિ કહેવાય. અર્થાત્ તીર્થંકરના જીવોનું સમ્યકત્વ વરબોધિ છે.) પરહિત કરવામાં ઉદ્યમવાળો – પરહિત કરવામાં ઉદ્યમ ન કરે, અથવા પરનું અહિત કરવામાં ઉદ્યમ કરે, તેવો નહિ. તેવા પ્રકારનું પ્રસ્તુત ધર્મદેશનાનું કારણ બને તેવું, અર્થાત્ તીર્થંકર નામકર્મ. . અહીં પુરુષનો ઉલ્લેખ મનુષ્યમાત્રનું ઉપલક્ષણ છે, નહિ કે સ્ત્રીના નિષેધ માટે કર્યો છે. કારણ કે સ્ત્રી પણ તીર્થંકર નામકર્મ બાંધી શકે. જીવ તીર્થંકર નામકર્મ કયા કારણોથી બાંધે એ અંગે કહ્યું છે કે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) આચાર્ય (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી એ સાત ઉપર વાત્સલ્ય (૮) સતત જ્ઞાનોપયોગ (૯) અતિચાર રહિત દર્શન (૧૦) વિનય (૧૧) આવશ્યક (૧૨-૧૩) શીલ તથા વ્રતમાં નિરતિચાર (૧૪) ક્ષણલવ સમાધિ. (૧૫) તપ સમાધિ (૧૬) ત્યાગસમાધિ (૧૭) વેયાવચ્ચમાં સમાધિ (૧૮) અપૂર્વ જ્ઞાન ગ્રહણ (૧૯) શ્રુત ભક્તિ (૨૦) પ્રવચન પ્રભાવના. આ કારણોથી જીવ તીર્થંકરપણું પામે છે. (૧) અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્ય વગેરે પૂજાને જે યોગ્ય હોય તે અરિહંતો છે. (૨) સિદ્ધ ભગવંતો સકલ કમાંશોનો નાશ કરનાર, પરમસુખી, એકાંતે કૃતકૃત્ય છે. (૩) પ્રવચન એટલે દ્વાદશાંગી અથવા દ્વાદશાંગીમાં સંઘનો ઉપયોગ જોડાયેલો રહે છે એ કારણે પ્રવચનની સાથે ઉપયોગના અભેદપણાથી પ્રવચનનો અર્થ સંઘ પણ થાય. (૪) ગુરુ યથાસ્થિત શાસ્ત્રના અર્થને કહેનારા તથા ધર્મોપદેશને આપનારા છે. (૫) વય, શ્રત અને પર્યાયના ભેદથી સ્થવિર ત્રણ પ્રકારના છે. ૬૦ વર્ષની ઉંમરના હોય તે વયસ્થવિર, સમવાયાંગ સૂત્રના જાણકાર શ્રુતસ્થવિર, વિસવર્ષના દીક્ષા પર્યાયવાળા પર્યાયસ્થવિર. (૬) બહુશ્રુત-જેમની પાસે ઘણું શ્રત હોય તે બહુશ્રુત છે. શ્રુત ત્રણ પ્રકારે છે. સૂત્રથી, અર્થથી અને ઉભયથી. તેમાં સૂત્રધરોથી અર્થધરો પ્રધાન છે. અર્થધરોથી ઉભયધરો પ્રધાન છે. (૭) તપસ્વી-અનશનાદિ વિવિધ પ્રકારનો તપ જેમની પાસે છે તે સામાન્ય સાધુઓ. અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વીઓ. આ સાત ઉપર વાત્સલ્યભાવરૂપ અનુરાગ રાખવો એટલે સત્ય ગુણનું કીર્તન કરવું અને તેને અનુરૂપ ભક્તિ રૂપ ઉપચાર રાખવો તે તીર્થંકર નામના બંધનું કારણ છે. (૮) સતત જ્ઞાનોપયોગ એટલે સતત જ્ઞાનમાં જ ઉપયોગવાળા રહેવું તે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy