________________
અષ્ટક પ્રકરણ
૩૨૩
૩૦-કેવળજ્ઞાન અષ્ટક
ટીકાર્થ– અહીં– કેવલજ્ઞાનનું સ્વરૂપ જણાવવામાં. ચંદ્રપ્રભા આદિ– ચંદ્રપ્રભા એટલે ચંદ્રનાં કિરણો. આદિ શબ્દથી સૂર્ય અને દીપક વગેરેનું ગ્રહણ કરવું.
માત્ર ઉપમા છે– ચંદ્રપ્રભા દૃષ્ટાંત માત્ર ઉપમા છે. કારણ કે તેમાં વિશિષ્ટ સાધર્મનો અભાવ છે (કેવલજ્ઞાન આત્મધર્મ છે. એટલે જો ચંદ્રપ્રભા આત્મધર્મસ્વરૂપ હોય તો તેમાં વિશિષ્ટ સાધર્મ હોય. પણ તેમ નથી. કારણ કે પ્રભા પુદ્ગલ દ્રવ્ય છે. કેવલજ્ઞાન આત્મપર્યાયપરૂપ છે. ઉપમા એકદેશીય હોય છે, એટલે અમુક જ ધર્મની સમાનતા હોય. પ્રસ્તુતમાં એ બેમાં માત્ર પ્રકાશનું સાધર્મ છે.
ચંદ્રપ્રભા અને કેવલજ્ઞાનમાં વિશિષ્ટ સાધાર્યનો અભાવ કેમ છે તે કહે છે- મા પુનરૂપ–પ્રભા પરમાણુના સમૂહરૂપ છે. તેથી પ્રભા ચંદ્રાદિના પર્યાય તરીકે ન ઘટે. પુદ્ગલો દ્રવ્ય સ્વરૂપ હોવાથી ધર્મરૂપ (=પર્યાયરૂપ) નહોય. (પુદ્ગલો ધર્મ છે, ધર્મ નથી.) આ પ્રમાણે કેવલ (જ્ઞાન) જીવધર્મ રૂપ હોવાથી અને પ્રભા ધર્મરૂપ ન હોવાથી (=ધર્મરૂપ હોવાથી) સંપૂર્ણપણે સાધર્મ નથી. તેથી ચંદ્રપ્રભા દૃષ્ટાંત માત્ર ઉપમારૂપ જ છે.
અથવા તોં નોપપદારે એ પદોનો અર્થ આ પ્રમાણે છે– પ્રભા પુદ્ગલરૂપ છે. તેથી પ્રભા અને કેવલ (જ્ઞાન)ના વિશિષ્ટ સાધર્મનો સ્વીકાર કરવામાં આવે તો (૯) કેવલજ્ઞાન (વર્ષ =) જીવપર્યાયરૂપે ન ઘટે. કારણ કે પ્રભા દ્રવ્ય હોવાથી કેવલજ્ઞાન પણ દ્રવ્યરૂપ બને. અન્યથા સર્વસાધર્મ ન થાય. આથી ચંદ્રપ્રભા દૃષ્ટાંત માત્ર ઉપમા છે.
સારાંશ- અહીં કેવળજ્ઞાનના સ્વરૂપને ઓળખાવવામાં અપાતું ચંદ્રપ્રભા આદિનું દષ્ટાંત તો માત્ર ઉપમા છે. ઉપમામાં બધા ધર્મોની સમાનતા ન હોય. કેવલજ્ઞાન અને ચંદ્રપ્રભામાં સર્વધર્મોની સમાનતા નથી. એટલે કેવળજ્ઞાન ચંદ્રપ્રભા સમાન છે, એનો અર્થ ચંદ્રપ્રભા જેમ પ્રકાશ સ્વરૂપ છે તેમ કેવલજ્ઞાન પણ પ્રકાશ સ્વરૂપ છે, એવો છે, પણ જેમ ચંદ્રપ્રભા વસ્તુ પાસે જઇને પ્રકાશિત કરે છે તેમ કેવળજ્ઞાન પણ વસ્તુ પાસે જઇને પ્રકાશિત કરે છે એવો અર્થ નથી, અર્થાત્ કેવલજ્ઞાન અને ચંદ્રપ્રભામાં માત્ર પ્રકાશની સમાનતા છે. જો એ બન્નેમાં સર્વધર્મોની સમાનતા સ્વીકારવામાં આવે તો ચંદ્રપ્રભા પુદ્ગલરૂપ દ્રવ્ય હોવાથી કેવળજ્ઞાનને જીવધર્મ તરીકે નહિ માની શકાય, દ્રવ્ય તરીકે માનવું પડશે. અન્યથા સર્વધર્મોની સમાનતા ન થઇ શકે. (૬)
पुनर्जातमात्रतामेवास्य समर्थयन्नाहअतः सर्वगताभास-मप्येतन्न यदन्यथा । युज्यते तेन सन्यायात्, संवित्त्यादोऽपि भाव्यताम् ॥७॥
वृत्ति- 'अतः' एतस्माच्चन्द्रप्रभाज्ञातात्, सर्वेषु समस्तेषु वस्तुषु गतः प्राप्त आभासः प्रकाशो यस्य तत् 'सर्वगताभासं' न केवलमात्मस्थं आत्मधर्मो वा न युज्यते 'सर्वगताभासमपि न युज्यत इति सम्बन्धः, 'एतत्' केवलज्ञानम्, 'न' नैव, 'यत्' यस्मात् कारणात्, 'अन्यथा' अनन्तरोक्तप्रकारात् प्रकारान्तरेण चन्द्रप्रभाज्ञातस्य सर्वसाधर्म्यज्ञाततालक्षणेन, 'युज्यते', घटते, अघटना चैवं, चन्द्रप्रभा हि न सर्वगताभासा तत्साधर्म्याच्च केवलमपि तथा स्यादिति, 'तेन' इति तस्मात्कारणात्, 'सन्यायात्' उक्तलक्षणया शोभनोपपत्त्या, 'संवित्या' स्वसंवेदनेन च, 'अदोऽपि' एतदपि प्रभाज्ञातस्य ज्ञातमात्रत्वमपि, न केवलमात्मस्थत्वं