________________
અષ્ટક પ્રકરણ
૨૩૫
૨૧-સૂમબુદ્ધિ અષ્ટક અથવા કુતીર્થિકો સ્થૂલબુદ્ધિવાળા હોવાથી તેમણે દોષિત પણ માંસ આદિના સેવનને નિર્દોષ જાણ્યું છે એમ પહેલાં બતાવ્યું છે. હવે ધર્માર્થીને પણ સ્કૂલબુદ્ધિના કારણે ધર્મનો વ્યાઘાત ( નાશ) થાય. આથી ધર્મની વિચારણામાં સૂક્ષ્મબુદ્ધિનો આશ્રય કરવો જોઇએ એમ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્ધ– ધર્મના અર્થી મનુષ્યોએ ધર્મને સદા સૂક્ષ્મ બુદ્ધિથી જાણવો જોઇએ. અન્યથા ધર્મબુદ્ધિથી પણ ધર્મનો વ્યાઘાત (=નાશ) થાય. (૧)
ટીકાર્થ– ધર્મના અર્થી=ધર્મમાં શ્રદ્ધાળુ ધર્મ=દુર્ગતિમાં પતનથી બચવાનું કારણ, અર્થાત્ ધર્મ જીવોને દુર્ગતિમાં પડતા બચાવે છે. અન્યથા–કુતીર્થિકોની જેમ સ્કૂલબુદ્ધિથી ધર્મને વિચારવામાં. ધર્મબુદ્ધિથી પણ– ધર્મના અભિપ્રાયથી પણ. (૧) एतदेव दर्शयन्नाहगृहीत्वा ग्लानभैषज्य-प्रदानाभिग्रहं यथा । तदप्राप्तौ तदन्तेऽस्य, शोकं समुपगच्छतः ॥२॥
वृत्तिः- 'गृहीत्वा' आदाय, 'ग्लानाय' अशक्ताय 'भैषज्यप्रदाने' औषधवितरणविषये 'योऽभिપ્રહ: પ્રતિજ્ઞા, સ્નાનાય મયા વિષે વાતવં :, “' તથા ત”, “યથા' રૂત્યુલાહિરોપચારાર્થ, 'तस्य' ग्लानत्वाभावेन ग्लानभैषज्यप्रदानस्य, 'अप्राप्तिः' असम्भवः 'तदप्राप्तिः' तस्याम्, तस्य ग्लानभैषज्यप्रदानाभिग्रहस्य अन्तः कालावधिपूर्त्या पर्यवसानं 'तदन्तः' तत्र, 'शोकं' उद्वेगम्, 'समुपगच्छतो' व्रजतो अभिग्रहीतुर्धर्मबुद्ध्याप्यधर्मो भवति, तथा सर्वत्रेति प्रकृतमिति ॥२॥
આ જ વિષયને બતાવતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– જેમકે-ગ્લાનને ઔષધ આપવાનો અભિગ્રહ લીધા બાદ કોઇ સાધુ બિમાર ન પડવાથી ઔષધ આપવાનો અવસર ન આવતાં અભિગ્રહનો કાલ પૂર્ણ થતાં શોક કરનારને (ધર્મબુદ્ધિથી અધર્મ થાય.) (૨)
ટીકાર્થ– જેમ ગ્લાન (સાધુ)ને મારે ઔષધ આપવું એવો અભિગ્રહ લીધા બાદ અભિગ્રહનો કાળ પૂર્ણ થતા સુધીમાં કોઇ સાધુ ગ્લાન ન થવાથી ઔષધ આપવાનો અવસર ન આવવાના કારણે ગ્લાનને ઔષધ આપવાના અભિગ્રહનો કાળ પૂર્ણ થતાં શોક કરનાર અભિગ્રહવાળાને ધર્મના અભિપ્રાયથી પણ અધર્મ થાય. તે પ્રમાણે ધર્મના સર્વ વિષયમાં જાણવું. (૨)
शोकमेव दर्शयतिगृहीतोऽभिग्रहः श्रेष्ठो, ग्लानो जातो न च क्वचित् । अहो मेऽधन्यता कष्टं, न सिद्धमभिवाञ्छितम् ॥३॥