SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૨૬ ૨૦-મેથુનદૂષણ અw તથા અવશ્યશબ્દના પ્રયોગથી મૈથુનમાં માધ્યશ્મથી પ્રવૃત્તિનો અસંભવ છે એ જણાવવા દ્વારા મૈથુનવ્રત નિરપવાદ છે એમ કહ્યું. મૈથુનવ્રતમાં કોઇ અપવાદ નથી એ વિષે કહ્યું છે કે “તીર્થકરોએ માસકલ્પ વિહાર વગેરે જે જે કરવાનું કહ્યું છે “તે તે કરવું જ' એવી એકાંતે આશા નથી કરી, તથા (અશુદ્ધ ભિક્ષા વગેરે) જેનો જેનો નિષેધ કર્યો છે તે તે “ન જ કરવું” એમ એકાંતે નિષેધ કર્યો નથી. આ નિયમ મૈથુનભાવ સિવાય છે. મેથુનમાં કોઇ અપવાદ નથી. કારણ કે મેથુન રાગ-દ્વેષ વિના થતું નથી.” (ધર્મસંગ્રહણી– ૧૦૬૪) રાગ–અભિવંગ (=આસકિત) રૂપ છે. અથવા સ્નેહરાગ, વિષયરાગ, દષ્ટિરાગ એમ ત્રણ પ્રકારનો રાગ છે. તેમાં પતિ આદિમાં રાગ તે સ્નેહરાગ છે. પુરુષવેદ આદિ વિષયરાગ છે, અર્થાત્ પુરુષવેદના ઉદયથી થતી સ્ત્રીભોગની ઇચ્છા વગેરે વિષયરાગ છે. (પાંચ ઇંદ્રિયોના વિષયોની ઇચ્છા એ વિષયરાગ છે. એવો તાત્પર્યાર્થ છે.) વાદીઓનો પોતાના દર્શન ઉપર પક્ષપાત એ દષ્ટિરાગ છે. દોષ=રાગરૂપ દોષ અથવા રાગથી થનાર કર્મબંધરૂપ દોષ. અથવા પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે-શાસ્ત્રમાં રાગનો નિષેધ છે. એથી મૈથુનમાં દોષ કેમ નથી ? શાસ્ત્રમાં નિષિદ્ધ મૈથુન રાગપૂર્વક થતું હોવાના કારણે મૈથુનમાં દોષ કેમ નથી? અર્થાતુ છે જ, એવો ભાવાર્થ છે. રાગ વિષે કહ્યું છે કે-“જો જીવમાં રાગ-દ્વેષ ન હોત તો (દુઃખનું કારણ જવાથી) કયો જીવ દુઃખ પામત? અને કોને (સુખના પ્રતિબંધક રાગ-દ્વેષના અભાવે સુલભ થતા) સુખો પામવાથી વિસ્મય થાત? (રાગ-દ્વેષાભાવથી) કોણ મોક્ષ ન પામત ? (ઉપદેશ માલા- ૧૨૯) - અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે– જે કાર્ય રાગથી થાય તે દોષથી યુક્ત હોય. જેમકે વિશેષ પ્રકારની હિંસા. મૈથુનરાગથી થાય છે. આથી દોષથી યુક્ત છે. (૧) अथ पक्षकदेशासिद्धोऽयं हेतुरिति परमतमाशङ्कमान आहधर्मार्थं पुत्रकामस्य, स्वदारेष्वधिकारिणः । ऋतुकाले विधानेन, यत्स्याद् दोषो न तत्र चेत् ॥२॥ वृत्तिः- 'धर्मार्थ' पुण्यनिमित्तम, 'पुत्रकामस्य' सुतार्थिनः, अपुत्रस्य हि धर्मो न भवति, यदुच्यते"अपुत्रस्य गतिर्नास्ति, स्वर्गो नैव च नैव च । तस्मात्पुत्रमुखं दृष्ट्वा पश्चाद्धर्म चरिष्यति (समाचरेत्) ॥१॥" इति । 'स्वदारेषु' स्वकलत्रे, न तु परकलत्रे, वेश्यायां वा, तदधिगमस्यानर्थहेतुत्वात्, यदाह"कुलानि पातयत्यष्टौ, परदारानधिगच्छति । स्वयं च नष्टसंस्कारः, षण्ढत्वं लभते मृतः ॥१॥" तथा "* वृषलीफेनपीतस्य, निःश्वासोपहतात्मनः । तस्याश्चैव प्रसूतेश्च, निष्कृतिर्नोपपद्यते ॥१॥" तस्याश्चैव प्रसूतेश्च वृषलीप्रसवस्य च निष्कृतिः प्रतिक्रिया शुद्धिरित्यर्थः । 'अधिकारिणो' गृहस्थस्य, न यतेः, तस्य कलत्राद्यभावात्, 'ऋतुकाले' आर्तवसम्भवावसरे, अन्यदा दोषसम्भवात्, यदाह- "ऋतुकाले व्यतिक्रान्ते, यस्तु सेवेत मैथुनम् । ब्रह्महत्याफलं तस्य, सूतकं च दिने दिने ॥१॥" 'विधानेन' स्त्रीशरीरनवनीतदर्भा* पितुर्गेहे च या नारी रजः पश्यत्यसंस्कृता । भ्रूणहत्या पितुस्तस्याः सा कन्या वृषली स्मृता ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy