SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૦૬ ૧૭-માંસભકાણદૂષણ અષ્ટક 'इतिशब्दः' प्रयोगार्थसमाप्तौ । प्रयोगश्चैवम्- यद्यप्राण्यङ्गं तत्तक्ष्यं दृष्टम्, ओदनवत्, प्राण्यङगं च मांसमिति, मांसस्य च प्राण्यङ्गतया प्रत्यक्षसिद्धत्वान्नासिद्धो हेतुः, ओदनस्य चैकेन्द्रियप्राण्यङ्गत्वेन प्रतीतत्वान्न हेतुविकलो दृष्टान्तः । एवं' इत्यनन्तरोक्तप्रकारेण, 'कश्चित्' कोऽपि, सौगत इत्यर्थः, अतिशयवांस्तार्किकः प्रामाणिकोऽ"तितार्किक' इति उपहासवचनम्, प्रायः शुष्कतर्कप्रधानत्वात्तस्य, अधिकृतप्रमाणस्य वा प्रमाणाभासत्वादिति ॥१॥ સત્તરમું માંસભક્ષણ દૂષણ અષ્ટક (બોદ્ધો માંસને ભક્ષ્ય માને છે. આ અષ્ટકમાં માંસ ભક્ષ્ય છે એવી બોદ્ધોની દલીલોનું યુક્તિપૂર્વક ખંડન કરીને માંસ અભક્ષ્ય છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે.) ધર્મવાદને બતાવતા સુરિએ હિંસા વગેરે તે તે શાસ્ત્રની અપેક્ષાએ જે રીતે ઘટે છે અને જે રીતે નથી ઘટતા એમ વિચાર્યું. હવે હિંસાદિથી નિવૃત્ત થયેલા પણ કુતીર્થિકો માંસભક્ષણ આદિને નિર્દોષ માને છે. આથી તે તે શાસ્ત્રની અપેક્ષાએ ધર્મવાદ બતાવવા માટે જ ગ્રંથકાર આ વિષયને વિચારવાનું શરૂ કરે છે. તેમાં માંસભક્ષણને આશ્રયીને કહે છે શ્લોકાર્થ– માંસ ભાત વગેરેની જેમ પ્રાણીનું અંગ હોવાથી વિદ્વાનોને માંસ ભક્ષ્ય છે એમ અતિતાર્કિક કોઇક કહે છે. ટીકાર્થ– અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે-જે જે પ્રાણીનું અંગ હોય તે તે ભક્ષ્ય છે એમ જોવાયું છે, ભાતની જેમ. માંસ પ્રાણીનું અંગ છે. માંસ પ્રાણીના અંગ તરીકે પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી હેતુ અસિદ્ધ નથી. (હેતુ પક્ષમાં ન રહે તો સ્વરૂપાસિદ્ધ બને. પક્ષમાં અસિદ્ધ=અવિદ્યમાન હેતુ સાધ્યને સિદ્ધ ન કરી શકે. માટે અનુમાનમાં જણાવેલ હેતુ પક્ષમાં રહેવો જરૂરી છે. પ્રસ્તુતમાં પ્રાäગત્વ હેતુ છે અને તે પક્ષભૂત માંસમાં રહેલા છે. માટે હેતુમાં સ્વરૂપાસિદ્ધિ દોષ લાગતો નથી.) ભાત એકેન્દ્રિયજીવના અંગ તરીકે પ્રસિદ્ધ હોવાથી દષ્ટાંત હેતુથી રહિત નથી. અર્થાત્ દૃષ્ટાંતમાં હેતુવિકલતા દોષ લાગતો નથી. કોઇક=બૌદ્ધ. અતિતાર્કિક– અતિ એટલે અતિશયવાળો. તાર્કિક એટલે પ્રામાણિક. અતિશયવાળો પ્રામાણિક તે અતિતાર્કિક. અહીં અતિતાર્કિક શબ્દનો પ્રયોગ ઉપહાસમાં (દોઢ ડાહ્યા અર્થમાં) કરવામાં આવ્યો છે. કારણ કે તે પ્રાયઃ શુષ્કતકની પ્રધાનતાવાળો છે. અથવા પ્રસ્તુત પ્રમાણ પ્રમાણાભાસ છે. (૧) शुष्कतार्किकतां चास्य पूर्वपक्षदूषणत आहभक्ष्याभक्ष्यव्यवस्थेह, शास्त्रलोकनिबन्धना । सर्वैव भावतो यस्मात्, तस्मादेतदसाम्प्रतम् ॥२॥ वृत्तिः- ननु भक्षणीयं मांसं प्राण्यङ्गत्वादित्येतत् स्वतन्त्रसाधनं प्रसङ्गसाधनं वा । स्वतन्त्रसाधनपक्षे ओदनादिवदित्ययं साधनविकलो दृष्टान्तः, वनस्पत्यायेकेन्द्रियाणां बौद्धस्य प्राणित्वेनासिद्धत्वात्, ततश्च
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy