________________
અષ્ટક પ્રકરણ
૧૭૭
૧૪-એકાત્તનિત્યપક્ષખંડન અષ્ટક
વૈશેષિકોએ કલ્પેલા હિંસા વગેરે જાણવા.” સાંખ્યોમાં આ વિશેષ છે. “પ્રતિબિંબોદય ન્યાયથી જ પુરુષનો ભોગ ઘટે છે. આ પુરુષ ક્યારે પણ પોતાના સ્વરૂપને છોડતો નથી.”
આવી (=ઉક્ત રીતે અહિંસા વગેરે ઘટતા હોવા છતાં તમે નથી ઘટતા એમ કેમ કહો છો ? એવી) આશંકા કરીને અહીં કહે છે કે પરમાર્થથી (=ઉપચાર વિના) ઘટતા નથી. ઉપચારથી તો ઘટે પણ છે. પણ તાત્ત્વિક વિચારણામાં ઉપચાર સંમત નથી. અહીં હિંસા વગેરે ઔપચારિક એટલા માટે છે કે એકાંતનિત્ય આત્મામાં પૂર્વે ગ્રહણ કરેલ બુદ્ધિમાં પ્રતિબિંબિત સુખ-દુઃખાદિના અનુભવનો વિયોગ વગેરેનો અસંભવ છે. કારણ કે નિત્ય આત્મા એક સ્વરૂપ છે. (જો બુદ્ધિમાં પ્રતિબિંબિત સુખ-દુ:ખાદિના અનુભવનો વિયોગ થાય તો આત્મા એક સ્વરૂપવાળો ન રહે. પહેલાં આત્મા બુદ્ધિમાં પ્રતિબિંબિત સુખ-દુ:ખાદિના અનુભવથી યુક્ત હતો. પછી સુખ-દુઃખાદિના અનુભવથી રહિત બન્યો. આમ આત્મા એકસ્વરૂપવાળો ન રહે.) (૧)
अथ कथमत्र मुख्यवृत्त्या हिंसादयो न युज्यन्त इत्याहनिष्क्रियोऽसौ ततो हन्ति, हन्यते वा न जातुचित् । कञ्चित् केनचिदित्येवं, न हिंसाऽस्योपपद्यते ॥२॥
वृत्तिः- निर्गतः क्रियायाः कार्यकरणादिति 'निष्क्रियः,' 'असौ' एकान्तनित्य आत्मा, एकान्तनित्यत्वादेव, तथाहि- नित्यः क्रमेण वा कार्यं करोति योगपद्येन वा, न तावत् क्रमेण कार्यं करोति, यतोऽसावेककार्यकरणकाले कार्यान्तरकरणे समर्थः स्यादसमर्थो वा, नासमर्थः, नित्यस्यैकरूपत्वेन सर्वदैवासमर्थत्वप्रसङ्गात्, नापि समर्थः कालान्तरभाविसकलकार्यकरणप्रसङ्गात्, न ह्यविकलसामर्थ्य सदपि कारणं कार्यं न करोतीति वक्तुं युक्तम्, विवक्षितकार्यस्याप्यकरणप्रसङ्गात्, अथ सहकारिकारणाभावात् कार्यान्तरं न करोति, ननु सहकारी तमुपकुर्वन् वा स्यादनुपकुर्वन् वा, नानुपकुर्वन् वन्ध्यापुत्रादेरपि सहकारित्वप्रसङ्गात्, अथोपकुर्वन्निति पक्षस्तदा तस्मादुपकारं भिन्नं करोत्यभिन्नं वा, भिन्नोपकारकरणे नित्योऽनुपकृत एव, अभिन्नोपकारकरणे च स एव कृतः स्यात्तथा च नित्यत्वक्षतिरिति नित्यस्य न क्रमेण कार्यकरणम्, नापि यौगपद्येन, वर्तमानसमय एतज्जन्यसकलकालालीनकार्यकरणप्रसङ्गात्तथानुपलम्भाच्च, तदेवमक्रियो नित्यः, अथवा नित्यात्मवादिभिः कैश्चिदकर्तृकत्वं तस्याभ्युपगम्यते । अतो निष्क्रियोऽसौ, 'ततः' तस्मान्निष्क्रियत्वात्, 'हन्ति' न कञ्चिद् इति व्यवहितेन सम्बन्धः 'हन्यते' व्यापाद्यते, 'वाशब्दो' विकल्पार्थः, 'न जातुचित्' न कदाचित्, व्यापादकात्मनो निष्क्रियत्वात्, हननीयस्य वा सर्वथा नित्यत्वात्, 'केनचिद्'
૧. એક વસ્તુમાં બીજી વસ્તુનું પ્રતિબિંબ પડે તેને પ્રતિબિંબોદય ન્યાય કહેવામાં આવે છે. સાંખ્યમત મુજબ પુરુષ વિષયોનો
સાક્ષાત્ ભોગ કરતો નથી. કિંતુ પ્રકૃતિના વિકારરૂપ જે બુદ્ધિ, તે બુદ્ધિ રૂપ દર્પણમાં સુખ-દુઃખ વગેરેનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત સુખ-દુ:ખાદિની છાયા નિર્મલ પુરષમાં પડે છે. પુરુષના સ્વચ્છ સ્વરૂપમાં બુદ્ધિ પ્રતિબિંબિત સુખદુઃખાદિની છાયા પડવી એ જ ભોગ છે. આવા જ ભોગના કારણે પુરુષ ભોક્તા કહેવાય છે. જેવી રીતે જપાકુસુમ આદિ રંગીન વસ્તુના સંનિધાનથી સ્વચ્છ સ્ફટિક પણ લાલ આદિ રંગવાનું કહેવાય છે. તેવી રીતે પ્રકૃતિના સંસર્ગના કારણે સ્વચ્છ પુરષમાં પણ સુખ-દુઃખાદિના ભોક્તત્વનો ( ભોગનો) વ્યવહાર થાય છે.