SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૪૬ ૧૦-વેરાગ્ય અષ્ટક वचनानि ॥१॥" (प्रशमरति श्लोक १७) सा आदिर्यस्य द्वेषादेः स तथा तेन 'इच्छादिना' मिथ्यात्वाविरतिकषाययोगलक्षणबन्धहेतुजन्येन कर्मणेति भावः, इच्छादेच बाह्यत्वमात्मव्यतिरिक्तकर्मकृतविकाररूपસ્વાતિતિ, દિ' શશાર્થઃ સ ચ ભૂયાંનો નામનો રદ્ધત્યેવં સો દ્રવ્ય, “પી” તે નોવ્યवहारगोचरा ज्ञानरूपतद्गुणप्रत्यक्षत्वेन प्रत्यक्षगोचरा वा । यदाह-"गुणपच्चक्खत्तण्ओ, गुणी वि जीवो घडो व्व पच्चक्खओ । घडओ वि घिप्पइ गुणी, गुणमित्तग्गहणओ जम्हा ॥१॥" 'आत्मानो' जीवाः, તદા' રૂછાનિચલાલામત, “ હુલ, “વે સંસાર, “તિષ્ઠન્તિ' સાતે, “વા' જોકે રૂતિ દ્દા હવે સજ્ઞાનસંગત વેરાગ્યનું પ્રતિપાદન કરવા માટે કહે છે– શ્લોકાર્થ– આ જીવો અનેક છે, પરિણામી છે, બાહ્ય ઇચ્છા આદિથી બંધાયેલા છે. આથી ભયંકર સંસારમાં દુ:ખી રહે છે. ટીકાર્થ– આ જીવો=લોકવ્યવહારનો વિષય બનેલા જીવો. અથવા તેમનો જ્ઞાનરૂપ ગુણ પ્રત્યક્ષ થવાને કારણે પ્રત્યક્ષનો વિષય બનેલા જીવો. કહ્યું છે કે-“જીવના સ્મૃતિ-જિજ્ઞાસા વગેરે જ્ઞાનગુણો વસંવેદનથી પ્રત્યક્ષ હોવાથી ગુણી જીવ પણ ઘડાની જેમ પ્રત્યક્ષ છે. ગુણી ઘડો પણ તેના રૂપાદિ ગુણો પ્રત્યક્ષ થવાથી જ પ્રત્યક્ષ થાય છે.” (વિશેષાવશ્યક ૧૫૫૮). અનેક છે– દરેક જીવને અંતરમાં પ્રત્યક્ષ થતાં વિવિધ ચૈતન્યનું જ્ઞાન થતું હોવાથી જીવો અનેક છે. આનાથી “જીવ એકાંતે એક જ છે.” એવા મતનો નિષેધ કર્યો. પરિણામી છે– પરિણામ એટલે બીજા બીજા પર્યાયને પામવો. કહ્યું છે કે-“એક અવસ્થામાંથી બીજી અવસ્થા પામવી એ પરિણામ છે. પરિણામ એકાંતે સ્થિતિરૂ૫ કે એકાંતે વિનાશરૂપ નથી. આવો પરિણામ પરિણામને જાણનારાઓને અભિપ્રેત છે.” આવો પરિણામ જેને હોય તે પરિણામી છે. આનાથી એકાંતે નિત્યતાનો અને એકાંતે અનિત્યતાનો નિષેધ કહ્યો. કહ્યું છે કે-“સર્વ પદાર્થ વ્યક્તિઓમાં સતત ક્ષણે ક્ષણે જુદાપણું ( ભેદ) પામે છે. આમ છતાં તેઓ સર્વથા ભિન્ન નથી. કારણ કે ચય-અપચય થવા છતાં આકૃતિ અને જાતિની વ્યવસ્થા છે.” બાહ્ય ઇચ્છા આદિથી બાહ્ય એટલે આત્માથી અન્ય. ઇચ્છા વગેરે આત્માથી અન્ય છે. સ્વરૂપથી અન્ય ન હોય તેવા બંધનથી બંધાયેલા જીવોના બંધનનો નાશ થયે છતે સ્વરૂપની ક્ષતિ થવાનો પ્રસંગ આવે. “બાહ્ય ઇચ્છા આદિથી” એમ કહીને આત્માથી અન્ય ન હોય તેવા અવિદ્યા આદિના બંધનના સ્વીકારનું ખંડન કર્યું. કોઇક પુરુષોએ આત્માથી અન્ય ન હોય તેવા અવિદ્યા આદિના બંધનનો સ્વીકાર કર્યો છે. કહ્યું છે કે (તત્રક) આત્મામાં આત્મકાર્ય વરૂપ અવિદ્યાદિ તથા આત્મકારણ સ્વરૂપ અવિદ્યાદિ માન્ય છે. આત્મા જ્યારે સ્વાત્મક અવિદ્યાને ઉત્પન્ન કરે ત્યારે તે બંધ કહેવાય છે. તથા આત્મસ્વરૂપ આત્મકાર્યભૂત અવિદ્યાદિના જવાથી બુદ્ધિની જે નિર્મલતા (=અવિદ્યામલશૂન્યતા) પ્રગટે છે તે મુક્તિ તરીકે માન્ય છે. ८३. गुणप्रत्यक्षत्वाद् गुण्यपि जीवो घट इव प्रत्यक्षः । घटकोऽपि गृह्यते गुणी गुणमात्रग्रहणतो यस्मात् ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy